ફક્ત 10 દિવસ કરો આ પ્રયોગ બચી જશો આટલી ગંભીર બીમારીઓથી, ક્યારેય નહિ ખાવી પડે દવાની ગોળીઓ..

દૂધ પીવાથી આપણું સ્વાસ્થ્ય ખુબ જ તંદુરસ્ત રહે છે અને કેટલીક બીમારીઓથી પણ દૂધ આપણને બચાવે છે. દરરોજ એક ગ્લાસ દૂધ પીવાથી આપણો ખોરાક પૂરો થાય છે. દૂધમાં પ્રોટીન, વસા, કેલેરી, કેલ્શિયમ, વિટામિન-ડી, બી 2, બી 12, પોટેશિયમ, ફોસ્ફરસ અને સેલેનિયમ જેવા તમામ પોષક તત્વો હોય છે.

તાજેતરમાં જ દૂધ પર એક શોધ થઈ છે, જેમાં કેટલીક પ્રકારની વાતો સામે આવી છે. નવી શોધમાં એવો ખુલાસો થયો છે કે, દરરોજ એક ગ્લાસ દૂધ પીવાથી હૃદયરોગની બીમારીનું જોખમ ઓછું થાય છે. આયુર્વેદમાં દૂધને સંપૂર્ણ આહાર કહેવામાં આવ્યું છે.શોધ અનુસાર એવું પણ જાણવામાં આવ્યું છે કે, ડેરીના દૂધનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ લેવલ પણ ઓછું કરી શકાય છે. રિસર્ચમાં 2 મિલિયન અમેરિકન અને બ્રિટિશ નાગરિકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેના પરિણામ સ્વરૂપ આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આવો જાણીએ દૂધના સેવનથી આપણે બધા કેટલા સ્વસ્થ રહેશું.

દૂધ પીવા વાળા લોકોમાં સારું અને ખરાબ કોલેસ્ટ્રોલ મળી આવ્યું : ઈન્ટરનેશનલ જર્નલ ઓફ ઓબેસિટીમાં પબ્લિશ સ્ટડી મુજબ,  જે પણ લોકો દરરોજ નિયમિત રૂપથી સમપ્રમાણમાં દૂધ પીવે છે, તે લોકોમાં સારું અને ખરાબ એ બંને પ્રકારનું કોલેસ્ટ્રોલ જોવા મળ્યું હતું. જાણકારી માટે જણાવી દઈએ કે કોલેસ્ટ્રોલ બે પ્રકારનું હોય છે, હાઇ ડેન્સિટી લીપોપ્રોટીન અને લો ડેન્સિટી લીપોપ્રોટીન.

શોધ દરમિયાન કેટલાક લોકોમાં સારું હાઇ ડેન્સિટી લીપોપ્રોટીન એટલે કે HDL વાળું કોલેસ્ટ્રોલ મળી આવ્યું હતું અને કેટલાક લોકોમાં ખરાબ વાળું કોલેસ્ટ્રોલ મળી આવ્યું હતું. સાથે જ રિસર્ચ દરમિયાન એ વાત પણ સામે આવી હતી કે, દરરોજ દૂધ પીવા વાળા લોકોની, બોડી માસ ઈન્ડેક્સ સરેરાશ કરતા વધારે હોવાનું જણાયું.14% હાર્ટએટેકના જોખમને ઓછું કરે છે દૂધ : સંશોધન દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે, જે લોકો દરરોજ એક ગ્લાસ દૂધનું સેવન કરે છે, તે લોકોમાં 14 % હાર્ટએટેકનું જોખમ ઓછું રહે છે. તમને જણાવી દઈએ કે અગાઉની સંશોધનમાં તે પણ સામે આવ્યું હતું કે સંતૃપ્ત ચરબી હૃદય રોગના ઊંચા જોખમને લગતી હોય શકે છે. સંશોધન મુજબ, સંતૃપ્ત ચરબીથી ભરપૂર દૂધ સ્વાસ્થ્યના જોખમથી એવી રીતે જોડાયેલ નથી આવ્યું કે જેવી રીતે ચરબી યુક્ત ફૂડ્સ જેવા રેડ મીટ હોય છે.

હેલ્દી ડાયટમાં શામિલ કરો દૂધ : યુનિવર્સિટી ઓફ રીડિંગમાં ન્યુટ્રિશનિસ્ટ અને શોધ કરતાં પ્રોફેસર વિમલ કરાનીએ બતાવ્યું છે કે, હૃદયની બીમારીથી બચવા માટે હેલ્દી ડાયટમાં દૂધને જરૂરથી શામિલ કરવું જોઈએ. જેમ કે, શોધ દરમિયાન જાહેર થયું છે કે દૂધનો ઉપયોગ કાર્ડિયોવેસ્કુલર બિમારીનું સ્પષ્ટ મામલો નથી. જો કે, દૂધ પીવા વાળા લોકોમાં બોડી માસ ઇન્ડેક્સ અને શરીરમાં ચરબીનો વધારો થાય છે.ઘણા લોકો દૂધ પરના સંશોધનમાં સંકલાયેલા છે : દૂધને લઈને થયેલ નવા રિસર્ચમાં યુનિવર્સિટી ઓફ રીડિંગ, યુનિવર્સિટી ઓફ સાઉથ ઓસ્ટ્રેલિયા, સર્દન ઓસ્ટ્રેલિયા હેલ્થ એન્ડ મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, યુનિવર્સિટી કોલેજ લંડન અને યુનિવર્સિટી ઓફ ઓકલેન્ડના શોધકર્તાઓએ મળીને કર્યું હતું.

આ સંશોધનમાં અમેરિકી અને બ્રિટિશ નાગરિકો, લગભગ 20 લાખ લોકો પર કરવામાં આવ્યું હતું. આ સંશોધનને ત્યારે કરવામાં આવ્યું કે જ્યારે ડેરી પ્રોડક્ટના સેવનથી સ્વાસ્થ્યને હાનિ પહોંચી શકે છે એવું બહાર પડ્યું હતું.દૂધ પીવાના ફાયદા : દરરોજ દૂધ પીવાથી દાંત અને હાડકાં મજબૂત બને છે, દૂધ, માંસપેશીઓના વિકાસ માટે પણ ખુબ જ ફાયદાકારક છે. દૂધનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. રાત્રે દૂધનું સેવન કરવાથી ઊંઘ સારી આવે છે. જો તમને કબજિયાતની સમસ્યા છે તો, ગરમ દૂધને પીવાથી તમને ફાયદો થશે. આ પાચન માટે પણ ફાયદાકારક છે.

દૂધમાં પર્યાપ્ત માત્રામાં પ્રોટીન હોય છે. આના કારણે પણ દૂધને દરરોજ પીવાની સલાહ દેવામાં આવે છે, તેથી દિવસભર તમે મહેનતુ બનીને રહી શકો છો. જો તમને કામ કરતાં સમય દરમિયાન ખુબ જ થાક લાગે છે, તો તમારે ગરમ દૂધ પીવાનું શરૂ કરી દેવું જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment