જાણો વર્ષ 2014 થી અત્યાર સુધીનો બાબા રામદેવની પતંજલિનો ગ્રોથ, ગયા વર્ષની કમાણી તો તમારા હોંશ ઉડાવી દેશે..

આજકાલ આપણે જોઈએ છીએ કે બજારમાં પતંજલિના પ્રોડક્ટ ખુબ જ પ્રચલિત છે. તેમજ લોકો તેનો ઉપયોગ પણ વધુ કરી રહ્યા છે. જ્યારે હાલ તો બાબા રામદેવ પોતાના વિવાદિત શબ્દોને કારણે ખુબ જ ચર્ચામાં રહે છે. એલોપેથી અને આયુર્વેદને લઈને યોગ ગુરુ બાબા રામદેવે આપેલ ભાષણોની ચર્ચા ચારે બાજુ થઈ રહી છે.

જો કે બાબા રામદેવે પોતાની સફાઈ પણ આપી છે. પણ તેમ છતાં પણ વિવાદ ઓછો નથી થતો. પણ શું તમે જાણો છો કે, તેની કંપની પતંજલિ આયુર્વેદ કેટલી કમાણી કરે છે ? ચાલો તો જાણી લઈએ બાબા રામદેવની કંપની અને તેની કમાણી વિશે.વધતો જ ગયો પતંજલિ નો ગ્રોથ ગ્રાફ : યોગ ગુરુ રામદેવ અને તેની FMCG કંપની પતંજલિની કહાની 21 મી સદીના ભારતમાં બિઝનેસ ગ્રોથની રસપ્રદ કહાનીઓ માંથી એક છે. પણ બાબા રામદેવની કહાની બીજી કારોબારી સફળતાની કહાનીઓ માંથી એ રીત અલગ છે. કેમ કે તેમણે પોતાના કારોબારી સામ્રાજ્યનો વધારવા માટે જે રીતે રાજનીતિનો ઉપયોગ કર્યો તે ખુબ જ ઓછું જોવા મળે છે.

કંપનીએ ઝડપથી પોતાનું નેટવર્ક વધાર્યું :

2009 માં શરૂ થયેલ પતંજલિએ તેજીથી આખા દેશમાં પોતાનું નેટવર્ક તૈયાર કર્યું. 2014 થી લઈને 2017 સુધીમાં રામદેવની કંપની પતંજલિએ પોતાનો ગ્રોથ વધાર્યો. ફાઈનાન્સિયલ વર્ષ 2015 માં તો પતંજલિએ 100% ગ્રોથ કર્યો હતો. ભારતના FMCG સેક્ટરમાં કારોબાર કરનાર સારી મલ્ટીનેશનલ કંપનીઓને પતંજલીએ ધૂળ ચટાવી દીધી. લોકોમાં પણ પતંજલિના પ્રોડક્ટને લઈને ગજબનો ઉત્સાહ જોવા મળે છે.2017 પછી આવ્યું સ્લોડાઉન :

વર્ષ 2017 પછી કંપનીના પતંજલિના કારોબારમાં સ્લોડાઉન આવ્યું અને છેલ્લા 2 થી 3 વર્ષમાં પતંજલિની ચમક ઓછી થવા લાગી. નોટબંધી અને GST પછી જે અસર ઇકોનોમી પર જોવા મળી, તે અસર પતંજલિના કારોબાર પર પડી. આ સિવાય કંપનીનો પ્રસાર, નીતિઓ, પ્રોડક્ટ્સમાં ખામી વગેરેએ પણ પતંજલિને નુકશાન કર્યું.

patanjali થી કેટલી કમાણી થઈ ? :

પતંજલિ આયુર્વેદ અને રૂચી સોયો બંનેનું ટર્નઓવર 25 હજાર કરોડ રૂપિયાનું છે. આર્થિક વર્ષ 2019-20 માં પતંજલિની આવક ગયા વર્ષ કરતા 5.9% વધીને 9.023 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ. બિઝનેસ ઈન્ટેલીજેન્સ પ્લેટફોર્મ tofler ના આંકડા અનુસાર આયુર્વેદનું આર્થિક વર્ષ 2019-20 માં નફો 21% વધીને 425 કરોડ રૂપિયા રહ્યો. અન્ય સોર્સથી પતંજલિના આર્થિક વર્ષ 2019-20 માં 65.19 કરોડ રૂપિયા કમાવ્યા છે. જ્યારે એક વર્ષ પહેલા આયુર્વેદિક દવાઓ અને FMCG ગુડ્સનો કારોબાર કરનાર આ કંપનીનું આર્થિક વર્ષ 2018-19 માં કુલ નફો 349 કરોડ રૂપિયા રહ્યો છે.બાબા રામદેવની જે છે પતંજલિ અને રૂચી સોયા :

પતંજલિ અને રૂચી સોયા બંને કંપનીઓ બાબા રામદેવની છે, પતંજલિની શરૂઆત બાબા રામદેવે અને આચાર્ય બાલકૃષ્ણ એ 2006 માં કરી હતી. હજુ પણ કંપનીનો 99.6% સ્ટેક આચાર્ય બાલકૃષ્ણની પાસે જ છે. પણ બાબા રામદેવ કંપનીના કો-ફાઉન્ડર છે. જ્યારે રૂચી સોયાની વાત કરવામાં આવે તો બાબા રામદેવ આ કંપનીમાં નોન એક્ઝીક્યુટીવ નોન ઈન્ડીપેડેટ ડાયરેક્ટર છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment