ગરમીની ઋતુમાં કીડી દરેકના ઘરોમાં આવતી જ હોય છે. ભેજ વાળી જગ્યાઓ પર તે પહેલા જ એટેક કરે છે. જ્યારે કીડી આપણને કરડે છે ત્યારે બળતરા તો થાય છે, પરંતુ સાથે જ ખંજવાળ અને એલર્જી થવાની સંભાવના પણ થઈ શકે છે. એવામાં જો ક્યારેય કીડી હોઠ કે આંખની આજુ બાજુ પર કરડી જાય તો અસહનીય દર્દ થાય છે.. અને ત્વચામાં સોજો પણ આવી જાય છે. એવા સમયે તમે આ ઘરેલુ ઉપચાર ખુબ જ મદદરૂપ થશે.
જો કીડી નાના બાળકોને કરડી જાય તો તેને લોહી પણ નીકળે છે. એટલા માટે બાળકો જ્યારે પણ જમીન પર રમે છે અથવા તો બેસે છે, તે પહેલા તે જગ્યાની સફાઈ કરી લેવી જોઈએ અને બાળકોને કીડીથી દૂર રાખવા જોઈએ. સેન્સેટિવ સ્કીન હોવાના કારણે દુઃખાવો અને સમસ્યા વધારે થઈ શકે છે. જો તમને કીડી કરડી જાય તો, તેનાથી થવા વાળા દુઃખાવાથી અને બળતરાથી બચવા માટે તમે આ ઘરેલું ઉપાયોને અજમાવી શકો છો.
બરફથી શેક કરો : ભલે કીડી દેખાવમાં ખુબ જ નાની હોય, પરંતુ કીડી જો કરડે, તો તેનો દુઃખાવો હંમેશા યાદ રહે છે. એટલા માટે જ્યારે પણ તમને કીડી કરડી જાય, ત્યારે તમે તેના પર ખંજવાળ અથવા તો તે જગ્યા પર પ્રેસ કરવાની બદલે તમે તે જગ્યા પર એક કપડાંમાં બરફને લઈને તેના પર શેક કરો. તમે ધ્યાનમાં રાખજો કે કપડાંને બે વાર ફોલ્ડ કરીને તેની અંદર બરફને રાખવો. આવું કરવાથી તમને થોડી જ વારમાં રાહત મળશે અને લોહી નીકળતું પણ બંધ થઈ જશે.
ટૂથપેસ્ટને લગાવો :
નાની કીડી જ્યારે પણ કરડે છે ત્યારે ખુબ જ ખંજવાળ આવે છે અને તેના પર ખંજવાળ કરવાથી બળતરા થવા લાગે છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે તે જગ્યા પર ટૂથપેસ્ટને પણ લગાવી શકો છો. તેમાં રહેલ કુલિંગ તમને ઠંડક પહોંચાડે છે. તેનાથી થોડી જ ક્ષણોમાં ખંજવાળ અને બળતરા બંધ થઈ જશે. થોડી વાર સુધી રાખ્યા પછી, તમે ટૂથપેસ્ટને કપડાં વડે અથવા તો પાણીથી સાફ કરી લો.
ટી-બેગના ઉપયોગ : ટી-બેગમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે ત્વચા પર રહેલા સોજાને ઓછો કરે છે. જ્યારે પણ તમને કીડી કરડે ત્યારે તમને સોજો થઈ ગયો હોય તો, ઠંડા ટી-બેગનો ઉપયોગ કરો. તે સ્થાન પર આ ટી-બેગને પ્રેસ કરીને રાખો અને થોડી મિનિટ માટે રહેવા દો. ત્રણ-ચાર વાર આવું કરવાથી સોજો અને દુઃખાવો દૂર થઈ જશે. જો તમે ચાહો તો બાળકો પર પણ આ ઘરેલુ ઉપાયને અજમાવી શકો છો.
ટી ટ્રી ઓઈલ પણ કામ કરે છે :
કીડીના કરડવા પર ટી ટ્રી ઓઈલનો ઉપયોગ પણ કરી શકાય છે. આ ઓઈલના ઉપયોગથી કેટલીક પ્રકારની સમસ્યાને પણ દૂર કરી શકાય છે. પરંતુ તેનો ઉપયોગ ડાયરેક્ટ કરવાની જગ્યા પર તેમાં જેલ અથવા તો તેમાં નેચરલ ઓઈલને મિક્સ કરીને તેનો ઉપયોગ કરવો જોઈએ. ધ્યાન રાખો કે તેલ પૂરી રીતે નેચરલ હોવું જોઈએ. તેનાથી ખંજવાળ અને બળતરા બંને દૂર થઈ જશે
એપ્પલ સાઇડર વિનેગરનો ઉપયોગ :
એપ્પલ સાઇડર વિનેગરમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે. આ ઇન્ફેક્શનનો ફેલાવો થવાને અને દુઃખાવામાંથી રાહત મેળવવામાં મદદ કરે છે. એપ્પલ સાઇડર વિનેગરને પાણીમાં મિક્સ કરો. ધ્યાન રાખજો કે વિનેગરની માત્રા ઓછી હોવી જોઈએ, હવે તમે એક કોટન કપડાંને તેની અંદર પલાળીને તે જગ્યા પર લગાવો. હળવું પ્રેસ કરીને લગાવો, તેનાથી ખંજવાળ, બળતરા અને સોજો જેવી સમસ્યા દૂર થઈ જશે.
દેશી રીતો દરેક પર અલગ-અલગ અસર કરે છે અને આ પ્રખ્યાત રીતો છે. જો તમને આ ઇંગ્રીડિયંટ માંથી કોઈ પણથી એલર્જી છે તો તમે આ પ્રયોગ ન કરો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી