આજે પણ અકબંધ છે હોલીવુડની સૌથી સફળ એક્ટ્રેસનું આ રાઝ, કહ્યું હતું રાષ્ટ્રપતિ સાથે છે મારા આડા સંબંધો…

મિત્રો આપણે જાણીએ છીએ કે બોલીવુડમાં ઘણા એવા એક્ટર છે જેના અવસાન આજે પણ અકબંધ અને રહસ્યના ઢેરમાં દબાયેલા છે. એવા ઘણા અભિનેતાઓ છે જેના કસમયે અવસાન થયા અને ત્યાર બાદ તેના પાછળ રહેલું કારણ પણ જાણવા ન મળ્યું હોય. તો આજે અમે તમને એક ફેમસ હોલીવુડ અભિનેત્રી વિશે જણાવશું, જેનું મૃત્યુ એક રહસ્યમય ઘટના બની ગયું છે. તો ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી અને એ સુંદર અદાકારા વિશે…

કહેવામાં આવે છે કે, મર્લિન મુનરોનું તેની યુવાનીમાં જ મૃત્યુ થઈ ગયું હતું. જેનાથી તે આખી દુનિયામાં લોકોના દિલો દિમાગમાં તેની યુવાનીની તસ્વીર છવાયેલી રહી છે. તે એવી હસ્તી હતી કે જેના પર દુનિયાની દરેક ભાષામાં પુસ્તક લખવામાં આવ્યું છે. કોણ જાણે કેટલા ફિલ્મ અને ડોક્યુમેન્ટ્રી તેના પર બની ગઈ છે.અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ જોન એફ કેનેડીની સાથે રોમાન્સ અને પછી રહસ્યમય મોતે આ એક્ટ્રેસને હંમેશા માટે રહસ્યોની વચ્ચે મૂકી દીધી. લેખક સંજય શ્રીવાસ્તવ એ મર્લિન મુનરો પર એક પુસ્તક લખ્યું છે. જેમાં મર્લિન મુનરો વિશે વિસ્તારથી જાણકારી આપવામાં આવેલ છે.

સંજય લખે છે કે, મર્લિનનો જ્યારે જન્મ થયો તો તેની માતા ખુબ જ ખરાબ મનોસ્થિતિથી પસાર થઈ રહી હતી. પિતા કોણ હતું ? ખબર નથી. જ્યારે તે નાની હતી, ત્યારે માતાને વર્ષો સુધી મનોચિકિત્સાલયમાં રાખવામાં આવેલ હતી. તે દિવસોમાં તે એક સંબંધીથી બીજા સંબંધી સાથે રહેતી હતી. તે ઉંમરે જ તેણે લોકોના નાના મોટા કામ કરવા પડતા. તેવામાં તેનું જીવન કેવું રહ્યું હશે, તેનું અનુમાન કરી શકાય છે.નાનપણમાં તે ખુબ સુંદર હતી. આ સવાલ તેના મનમાં ફરતો રહેલો. ભગવાન મારી સાથે જ આવું કેમ ? ન પિતાની ખબર, ન માતાની મમતા અને આ કઠોર જીવન. જ્યારે તે કિશોર થઈ તો તેને ઘણા ઘરમાં કામ કરીને જીવન જીવવાનું હતું. પગલે પગલે ઠોકર હતી. લોકોની ખરાબ નજર હતી.

આ દરમિયાન તેની સુંદરતા પર એક યુવક મોહિત થઈ ગયો. તેના લગ્ન થઈ ગયા. જો કે આ લગ્નમાં કોઈ સુખ ન હતું. પણ ભાગ્યના દરવાજા ખુલવા લાગ્યા, તે સાસુની સાથે એક ફેક્ટરીમાં કામ કરવા લાગી.સંયોગથી ત્યાં એક ફેમસ ફોટોગ્રાફર પહોંચી ગયો. તેણે મર્લિનની ફોટો લીધી. એક મેગેઝીનમાં તેને પ્રકાશિત કર્યો. પણ પછી તેનું જીવન આગળ વધવા લાગ્યું. મોડેલીંગના ઓફર મળવા લાગી. મર્લિન જીવન સાથે સમાધાન તો કરતી જ હતી પણ તે મહત્વાકાંક્ષી પણ હતી. અને તેનો વિલપાવર તો ગજબનો હતો. તેણે નાનપણમાં એક સપનું જોયું હતું. એક દિવસ મોટી હિરોઈન બનશે. ખુબ પ્રખ્યાત થશે, હવે તે સપનાને પૂરું કરવાનો સમય આવી ગયો હતો.

તેણે હોલીવુડ ફિલ્મોમાં મોકા માટે એક એજન્ટને પકડ્યો. તે તેને એવા લોકો પાસે લઈ ગયો જેની રૂચી શરીરમાં વધુ અને મોકો દેવામાં ઓછી હતી. પણ તેને વધુ ફેર ન પડ્યો. મર્લિનને ધક્કા ખાવાની આદત તો નાનપણથી જ હતી. આમ તેને ફિલ્મ મળી, સમાધાન પણ કરવું પડ્યું, શરૂમાં અભિનય કરવું નવું કામ હતું, પણ તેણે સુધારો કર્યો. તેનો વિલપાવર તેને સફળતા તરફ લઈ ગયો.તેની સુંદરતા એવી હતી કે કોઈ પણ મોહી શકે તેમ હતું. તેવામાં તેના જીવનમાં ઘણા પુરુષો આવ્યા, જે તેના પર ફિદા હતા, અને થોડા એવા પણ હતા જેના પર તે ફિદા હતી. તેમાંથી થોડા મશહુર હતા તો થોડા પૈસાવાળા, તો થોડા પાવરફૂલ. એક સમય એવો પણ આવ્યો જ્યારે મર્લિન આખી દુનિયા માટે એક દિવા સુંદરી, સ્વપ્ન સુંદરી, બની ગઈ. પૈસા વધવા લાગ્યા. હવે તેની પાસે ધન, દોલત, શોહરત, બંગલો વગેરે હતું.

આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જોન એફ કેનેડીનું દિલ તેના પર આવી ગયું. તે પણ તેની નજીક આવી. જો કે તેના જીવનમાં એક દર્દ હતું કે, તેના ત્રણ અસફળ લગ્ન, અને માતા ન બનવાનું દુઃખ હતું.

જીવનના આવા દુઃખોએ તેને આજીવન અંદરથી અસુરક્ષીત રાખી છે. આ માટે પિલ્સ વધતી ગઈ, પછી એક દિવસ તેની મોતની ખબર આવી. તેની ઉંમર માત્ર 35-36 વર્ષ જ હતી. આજે પણ તેની મોત રહસ્યમય છે. એ આરોપ પણ લાગ્યો હતો કે સીઆઈએ એ તેને મારી નાખી છે. પણ કોઈ સત્ય હાથ ન લાગ્યું અને આજે પણ આ રહસ્ય બનેલું છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment