આજે કોરોનાના કારણે લોકોમાં સોશિયલ અંતર જાળવવું અને પોતાના હાથ વારંવાર ધોવા, તેમજ સેનિટાઇઝર કરવું લોકોની જાણે આદત બની ગઈ છે. આથી જ લોકો ઘરની સાથે સાથે ગાડીમાં પણ સેનિટાઇઝર રાખે છે. જેનાથી તેઓ કોઈ જગ્યાએ આવતા જતા પોતાના હાથને સેનેટાઈઝ કરી શકે છે. એટલે સુધી કે જો ગાડીમાં કોઈ વ્યક્તિ બેસે છે તો તેના ગયા પછી ગાડીની સીટ, હેન્ડલ તેમજ અન્ય વસ્તુઓ માટે પણ લોકો સેનેટાઈઝ રાખે છે.
પણ શું તમને ખબર છે કે, આવું કરવું તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. જો કે ગાડીમાં સેનિટાઇઝર રાખવા માટે ઘણી વખત કહેવામાં આવ્યું છે. જે યોગ્ય નથી, ખાસ કરીને ઉનાળામાં અને થોડી ઘણી ભૂલો સાથે આવું કરવું ઠીક નથી. અમેરિકામાં આવી જ એક ઘટના બની છે.ઘટનામાં આ રીતે જ એક ગાડીમાં આગ લાગી હતી. જેની પાછળનું કારણ ડ્રાઈવરનું સ્મોકિંગ કરવું હતું. તેને સ્મોકિંગ કરતા હાથને સેનેટાઈઝ કરવાની કોશિશ કરી હતી. તો છેવટે તે કંઈ વસ્તુ છે જેને ધ્યાનમાં રાખવી ખુબ જરૂરી છે. જેથી કરીને ગાડીમાં રાખેલ સેનેટાઈઝને કારણે આગ લાગવાની ઘટના ન બને. ચાલો તો આ વિશે વધુ જાણી લઈએ.
શું સેનિટાઇઝર આગ પકડી શકે છે ? :
આ સવાલનો જવાબ છે હા. એવું એટલા માટે કે હેન્ડ સેનિટાઇઝરમાં 90% આલ્કોહોલ હોય છે. જો કે આ વાત કંપનીઓ પર પર આધાર રાખે છે. ઘણી કંપનીઓ 70 થી 80 % આલ્કોહોલ રાખે છે. આ ઈથાઈલ આલ્કોહોલ હોય છે જેનાથી જાતે જ આગ લાગવાની સ્થિતિ ત્યારે ઉભી થઈ જાય છે જ્યારે તાપમાન 363 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય. તેથી માત્ર ધૂપમાં રાખવા અથવા ગાડીના ઉચ્ચ તાપમાનમાં થયા પછી પણ તેમાં આગ લાગી શકે છે.ગાડીમાં આગ લાગવાની આશંકા કેટલી છે ? :
જાણકારો આ વિશે જણાવે છે કે, આગ લાગવાની આશંકા 100% છે. પણ તે ત્યારે બને છે જ્યારે તમે લાપરવાહ બનો છો. એટલે કે તેની બોક્સિંગ એર ટાઈટ હોય છે. તો હંમેશા ધ્યાન રાખો કે તેને ક્યારેય પણ લુઝ ન રાખો. કારણ કે જો તે ઢીલા છે અથવા ગાડીમાં રાખેલ બોટલ ખુલ્લી છે ત્યારે આ ખતરો રહે છે. આવું એટલા માટે કારણ કે, સેનિટાઇઝરમાં જે ઈથાઈલ આલ્કોહોલ હોય છે, તેનું ફ્લેશ પોઈન્ટ 21% ડિગ્રી સેલ્સિયસ હોય છે.
આ તાપમાનમાં જો સેનિટાઇઝર ખુલ્લું છે અથવા તેનું ઢાંકણું ઢીલું છે તો તે ભાપ બનીને ઉડી જાય છે. જો આ સ્થિતિ ગાડીમાં થાય છે તો નિશ્ચિત ખુલ્લું વાતાવરણ ન મળવાથી અંદર રહેશે. અને ગાડી એક ગેસ ચેમ્બરના રૂપમાં થઈ જશે જેમાં નાની એવી ચિંગારી પણ આગ લાગવાનું કારણ બની શકે છે.આ પણ ધ્યાનમાં રાખો :
સેનિટાઇઝરનો ઉપયોગ કર્યા પછી કોઈ પણ જ્વલનશીલ વસ્તુઓને ન પ્રગટાવો. એટલે સુધી કે ગાડીની ચાવી પણ સેનેટાઈઝ કર્યા પછી તરત જ એન્જીનમાં ન લગાવો. ઓછામાં ઓછી દસ સેકેંડ માટે ઉભા રહો, જ્યાં સુધી તે સુકાઈ ન જાય, ઘરમાં આવતા મેને પણ કહો કે હાથ સેનેટાઇઝ કર્યા પછી તરત ગેસ ન શરૂ કરે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી