મિત્રો આજે અમે તમને એક એવી અભિનેત્રી વિશે જણાવશું જેને તમે લગભગ બધા જ લગભગ ઓળખાતા હશો. અમુક તેના ખુબ જ મોટા ફેન્સ પણ હોય છે. એ અભિનેત્રી એક સમયે ખુબ જ સુંદર હતી. આજે પણ તેની અદા પર લાખો લોકો દીવાના છે. તે સુંદર અભિનેત્રીનું નામ છે રેખા. રેખાનો જન્મ 10 ઓકટોબર 1954માં થયો હતો. રેખાની જિંદગી હંમેશાથી વિવાદમાં જ પસાર થઇ છે. તેણે પોતાની જિંદગી ખુબ જ સંઘર્ષથી પસાર કરી છે.
રેખાની જિંદગીના અમુક કિસ્સાઓ આજ સુધી રાજ જ રહ્યા છે. તો ચાલો જાણીએ તેની જિંદગીના અમુક કિસ્સાઓ વિશે. તેની બાયોગ્રાફીમાં રેખાએ તેની જિંદગીનો દર્દનાક સમય ક્યો હતો જે તેને 15 વર્ષની ઉમરે ભોગવવું પડ્યું હતું. આ ઘટના અંજના ફિલ્મના શુટિંગ દરમિયાન થયું હતું.
રેખા એક રોમેન્ટિક ગીતના શૂટ માટે ગઈ હતી. જેમ ડાયરેક્ટરે એક્શન કહ્યું એટલે તરત જ એક્ટર સુજીતે હોઠ પર કિસ કરવાનું ચાલુ કરી દીધું અને એ કિસ કરવાનું પાંચ મિનીટ સુધી ચાલ્યું.કેમેરો લગાતાર શૂટ કરતો રહ્યો અને ડાયરેકટરે કટ્ટ પણ ન કહ્યું અને આખા યુનિટના બધા જ સદસ્યો બસ જોતા જ રહ્યા. આ સીન ઘણા દિવસો સુધી પેપરની હેડ લાઈન બનીને રહ્યું. આના પર સેન્સર બોર્ડે પણ કાતર મારવાની કોશિશ કરી હતી.ત્યારબાદ આ મામલો કોર્ટ સુધી પહોંચી ગયો હતો. આ વિવાદ એટલો બધો વધી ગયો હતો કે અમેરિકાની લાઈફ મેગેઝીનમાં કવર સ્ટોરી પણ છપાઈ હતી. આ કિસ્સો રેખા અને વિનોદના લગ્ન દરમિયાન પણ થયો હતો.
જ્યારે તે બંને કોલકત્તાથી મુંબઈ પાછા આવ્યા ત્યારે નવી દુલ્હાન રેખાનું સ્વાગત ચંપલથી કરવામાં આવ્યું હતું. રેખાની સાસુ કમલા આ લગ્નથી ખુબ જ નારાજ હતા. એટલે રેખા આશીર્વાદ લેવા નીચે જુકી તો તરત તેની સાસુએ તેને ધક્કો મારી દીધો હતો. રેખાને મારવા માટે ચંપલ પણ કાઢ્યું ઘરમાં આવા માટે ના પણ પાડી દીધી.
પરંતુ આપણને એમ થાય કે રેખાએ આજ સુધી સિંદુર શા માટે કાઢ્યું નથી. આ બાબત ઘણા સમયથી રહસ્ય રહેલી છે. તો ચાલો હવે જાણીએ કે રેખાના માથા પર સિંદુર લગાવેલું હોય તેનું રહસ્ય શું છે. રેખાએ ઋષિ કપૂર અને નીતુ સિંગના લગ્નમાં સિંદુર લગાવ્યું હતું અને મંગળસૂત્ર પણ પહેર્યું હતું. તે કાર્યક્રમમાં અમિતાભ બચ્ચનનો પરિવાર પણ હાજર હતો. ત્યારે રેખાને સફેદ સાડીમાં અને લાલ સિંદુરમાં જોઈને બધા હેરાન રહી ગયા હતા. ત્યારે રેખાએ સફાઈ આપી હતી કે, “હું સીધી શુટિંગના સેટ પરથી લગ્નમાં આવી છું અને સિંદુર, મંગળસૂત્ર તેના સેટઅપનો હિસ્સો હતો એટલે ઉતાવળમાં તેને કાઢવાનું ભૂલી ગઈ છું.” એવી તેણે સફાઈ આપી હતી.પણ મિત્રો આજે પણ રેખાને સિંદુર લગાવતા જોવામાં આવે છે. રેખાના સિંદુર ઉપર એક્ટર પુનીતની પત્ની એ કહ્યું હતું કે, “રેખા અમિતાભ માટે સિંદુર લગાવે છે.” પરંતુ રેખાએ એક એવોર્ડ ફંકશનમાં કહ્યું હતું કે, “હું જે શહેરમાંથી આવું છું ત્યાં સિંદુર લગાવવાની ફેશન છે.” અને 2008 માં એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “મને લોકોની પ્રતિક્રિયાઓથી કોઈ ફર્ક નથી પડતો, મને એવું લાગે છે કે મારા માથા પર સિંદુર સારું લાગે છે એટલા માટે રાખું છે.
”રેખાના પતિ મુકેશ અગ્રવાલે લગ્નના એક વર્ષ પછી આત્મહત્યા કરી લીધી હતી. એવું પણ કહેવામાં આવે છે કે મુકેશે રેખાની ચુંદડીને બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. ત્યારબાદ મુકેશના પરિવાર અને ફિલ્મ જગતે રેખાને ઘણું સંભળાવ્યું હતું. પરંતુ તેનું સાચું કારણ હજુ રાજ છે. એટલા માટે રેખા આજ સુધી ખુબ જ ચર્ચામાં રહી છે.
આ હતી રેખાની બાયોગ્રાફી અને તેની ચર્ચામાં રહેલી વાતો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google