રાકેશ જુનજુનવાલાએ 10 સ્ટોકમાંથી પોતાની ભાગીદારી કરી નાખી ઓછી, પોર્ટફોલિયોમાં જોડ્યો આ નવો શેર… વાંચો એમાં કેટલો નફો છે અને સંપૂર્ણ માહિતી..

મિત્રો તમે શેર બજારમાં રાકેશ ઝુનઝુનવાલાનું નામ સાંભળ્યું હશે. તેઓ શેર બજારના સારા એવા એક્સપર્ટ માનવામાં આવે છે. તે જેમાં પણ રોકાણ કરે છે તેમાં તેને અચૂક ફયાદો થાય છે. આથી જ લોકો પણ અક્સર રાકેશ ઝુનઝુનવાલા દ્વારા કરવામાં આવતા જે તે કંપનીના રોકાણ અંગે જાણકારી રાખે છે. આજે અમે તમને આ લેખમા રાકેશ ઝુનઝુનવાલા વિશે જ માહિતી આપીશું. 

શેર બજારના દિગ્ગજ રોકાણકાર રાકેશ જુનજુનવાલાની અપડેટ શેરહોલ્ડિંગ્સ સામે આવી છે. જૂનમાં સમાપ્ત ત્રિમાસીમાં બિગ બુલના પોર્ટફોલિયોમાં ઘણો બદલાવ જોવા મળ્યો છે. પોતાના પોર્ટફોલિયોમાં સમાવિષ્ટ 10 સ્ટોકથી તેમણે પોતાનો ભાગ કરી લીધો છે અથવા બધી રીતે બહાર નીકળી ગયા છે. તેમજ, એક નવી કંપની તેમના લીસ્ટમાં જોડાઈ ગયી છે.બિગ બુલનાં પોર્ટફોલિયોમાં જે નવો સ્ટોક સમાવિષ્ટ થયો છે તેમાં તે જાન્યુઆરી-માર્ચ દરમિયાન બહાર નીકળી ગય હતા. હવે તેમણે ફરીથી કૃષિ ઉપકરણ, ઔદ્યોગિક ઓટો પ્રમુખ, એસ્કોર્ટ્સ કૂબોટાં લિમિટેડમાં ફરીથી રીએન્ટર કર્યો છે. જૂનાજુનવાલાએ આ ઓટો કમ્પોનેંટ કંપનીમાં 1.4 ટકા ભાગ લીધો છે. ડિસેમ્બર 2021ના અંતમાં, જુનજુનવાલાનો ભાગ આ કંપનીમાં 5.4 ટકા હતો. હવે, કંપનીમાં તેમના ભાગની કુલ વેલ્યૂ 300 કરોડ રૂપિયા છે. 

1) સારા ચોમાસાનો ફાયદો મળશે:- મેટલ અને કાચા તેલની કિંમતમાં પછડાટ સાથે, વિશેષજ્ઞોનું માનવું છે કે, સારા ચોમાસાથી ટ્રેક્ટરના વેચાણમાં વધારા સાથે કૃષિ ઉપકરણોની માંગ વધાવી જોઈએ. પ્રવીણ ડાલમિયા, સંસ્થાપક અને નિર્દેશક, મનોજ ડાલમિયાએ કહ્યું, “ભારતમાં આ વખતે અત્યાર સુધી સૌથી સારો વરસાદ થયો છે અને ગ્રામીણ ક્ષેત્રોમાં માંગમાં વધતી સાથે સાથે ક્રેડિટમાં પણ વધતી જોવા મળી છે. આ કૃષિ સાથે સંબંધિત સ્ટોક માટે સારી ખબર છે.” વિશેષજ્ઞોનું માનવું છે કે, એસ્કોર્ટ્સ કૂબોટાં ઇન્ડસ્ટ્રીયલ ઓટો કમ્પોનન્ટ નિર્માણ ક્ષેત્રમાં એક મોટું નામ છે. રાઇટ રિસર્ચના સંસ્થાપક સોનમ શ્રીવાસ્તવએ કહ્યું, “ઇન્ડસ્ટ્રીયલ ઓટોમોબાઇલ સેક્ટરમાં એક હેલ્થી સ્ટોક હોવાને કારણે, એસ્કોર્ટ્સની ભારતીય અર્થવ્યવસ્થામાં જલ્દી જ ઉજ્જવલ સંભાવનાઓ છે. જોકે, સ્ટોકે આ ત્રિમાસી દરમિયાન નબળું પ્રદર્શન કર્યું છે અને જુનજુનવાલાના સપોર્ટ છતાં તેમાં કરેક્શન જોવા મળ્યું છે. 

2) કઈ કંપનીઓથી બહાર નીકળ્યા બિગ બુલ:- આંકડાઓ મુજબ, જૂન, 2022ના રોજ સમાપ્ત ત્રિમાસી દરમિયાન રાકેશ જુનજુનવાલાએ, નેશનલ એલ્યુમિનિયમ કંપની, ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ લિમિટેડ, ડેલ્ટા ક્રોપ અને TV18 બ્રોડકાસ્ટથી પોતાનો ભાગ 1 ટકાથી ઓછો કરી લીધો છે અથવા સાવ બહાર નીકળી ગયા છે. જૂનની ત્રિમાસી દરમિયાન જે અન્ય કંપનીઓમાં ‘બિગ બુલ’ પોતાનો ભાગ ઓછો કર્યો છે, તે છે એનસીસી લિમિટેડ, જ્યાં તેમનો ભાગ 0.2 ટકા ઓછો થયો છે. ડીબી રિયલ્ટી લિમિટેડ, ઓટોલાઇન ઈન્ડસ્ટ્રી લિમિટેડ, ઈન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ, ટાટા મોટર્સ અને નજરામાં ટેક્નોલોજીસમાં તેમનો ભાગ 0.1 ટકા સુધી ઘટી ગયો છે.3) સેબીનો નિયમ:- સેબીના નિયમ મુજબ, કોઈ કંપની જો કોઈ રોકાણકારની 1 ટકા અથવા તેનાથી વધારે ભાગ હોય તો, તેનું નામ સાર્વજનિક કરવું પડે છે. માટે 1 ટકા અથવા તેનાથી વધારે સ્ટોક હોય તો જ રોકાણકારનું નામ સામે આવે છે. 1 ટકાથી ઓછી હિસ્સેદારી રાખનાર રોકાણકારનું નામ સાર્વજનિક કરવું અનિવાર્ય નથી.

4) મેટલ સેકટરમાં હજુ વધશે દબાણ:- પ્રોફિશિએંટ એક્ટિવિટીઝના ડાલમિયાએ કહ્યું કે હાલમાં જ મેટલ્સ, રિયલ એસ્ટેટ અને મીડિયા શેરોમાં તેજી આવી હતી. જે હવે ઓવરવેલ્યુડ ગણવામાં આવે છે. વૈશ્વિક બાધાઓના કારણે મેટલ સેક્ટર દબાણમાં છે અને નજીકના ભવિષ્યમાં પ્રેશર હજુ વધી શકે છે. આમ રાકેશ ઝૂનઝૂનવાલાએ પોતાના રોકાણ વડે સારું એવું રીટર્ન મેળવ્યું છે. જેમાં તેઓ સફળ થયા છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment