મિત્રો દરેક માણસ પોતાનું વૈવાહિક જીવન સુખી અને આનંદિત રાખવા માંગતા હોય છે અને આ માટે બંને પતિ પત્ની પુરેપુરી કોશિશ કરતા હોય છે. પણ કોઈ કારણસર જો તમારું વૈવાહિક જીવનમાં કંકાસ હોય તો તમારે પોતાના પાર્ટનર સાથે કેટલીક વાતો જરૂરથી શેર કરવી જોઈએ, કારણ કે તમારા પાર્ટનર જ તમારા જીવનના સુખ દુઃખનાં સાથી હોય છે. આથી બને ત્યાં સુધી તેની સાથે પુરતો સમય પસાર કરો અને પોતાની દરેક વાત તેની સાથે શેર કરો. જો કે આ લેખમાં અમુક એવી વાત વિશે કહેવામાં આવ્યું છે કે તમારે અમુક વાતો પત્ની સાથે શેર ન કરવી.
કહેવામા આવે છે કે પતિ-પત્નીનો સંબંધ ત્યારે મજબૂત બને છે જ્યારે તેમની વચ્ચે કોઈ રાઝ ન હોય. પરંતુ દુનિયા આખીના દરેક પતિ પોતાની પત્નીથી કઇંક ને કઇંક છુપાવતા જ હોય છે.જોકે આ આદતને ખોટી ગણવામાં આવે છે. પરંતુ ચાણક્ય નીતિમાં પુરુષોની આ આદતને સમર્થન આપવામાં આવ્યું છે. વાસ્તવમાં ચાણક્ય નીતિ મુજબ, વૈવાહિક જીવનને સુખી રાખવા માટે પતિઓએ અમુક વાતો પત્ની સાથે શેર કરવી જોઈએ નહીં. ચાણક્ય નીતિમાં જીવનથી જોડાયેલી અમુક વાતો પાર્ટનરથી શેર કરવાથી બચવાનું કહેવામા આવ્યું છે. આવો જાણીએ તે કઈ કઈ વાતો છે.1) પોતાની વિકનેસ પત્ની સાથે શેર ન કરવી :- ચાણક્ય નીતિ મુજબ, પતિઓએ ભૂલથી પણ પત્નીને પોતાની વિકનેસ જણાવવાની ના પાડવામાં આવી છે. પત્ની પોતાના પતિની વિકનેસ જાણીને મોટા ભાગે પોતાની વાત મનાવી લેતી હોય છે. તે તેમની કમજોરીનો ફાયદો ઉઠાવી શકે છે.
2) અપમાન વિશે ઝીક્ર ન કરવું :- આચાર્ય ચાણક્યના નીતિશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે, પતિએ ક્યારેય પણ પત્નીને પોતાના થયેલા અપમાન વિષે જણાવવું જોઈએ નહીં. જો પત્નીને તેની ખબર પડે છે તો તે ક્યારેક ન ક્યારેક તેને લઈને ટોન જરૂર મારે છે. જેનાથી તમને વધારે તકલીફ થઈ શકે છે. 3) બધી આવક જણાવવાનીના પાડવામાં આવે છે :- ચાણક્ય નીતિમાં પતિએ પોતાની પત્નીને બધી આવકની જાણકારી આપવાની ના પાડવામાં આવી છે. અમુક હસબન્ડ પોતાની ઇન્કમ વિષે વાઈફને વિશ્વાસ કરીને જણાવી દેતા હોય છે. જેના કારણે પત્ની પતિની આવકને કંટ્રોલ કરે છે. ફિઝૂલ ખર્ચા અટકાવવાનો પ્રયત્ન કરે છે. માટે પતિએ પત્નીને બધી આવક જણાવવી જોઈએ નહીં.
4) દાન વિશે ન જણાવવું :- ચાણક્ય નીતિમાં કહેવામા આવ્યું છે કે, દાનનું મહત્વ ત્યારે જ થાય છે જ્યારે તેને ગુપ્ત રાખવામા આવે. માટે પતિએ દાન વિષે પત્નીને ન જણાવવું જોઈએ. તેનાથી દાનનું મહત્વ તો ઓછું થાય જ છે. સાથે એ વાત પર લડાઈ પણ થઈ શકે છે કે કારણ વગરના પૈસા ખર્ચવામાં આવી રહ્યા છે. પત્ની ખર્ચ વિશે જણાવીને ખરું-ખોટું સંભળાવી શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી