આ છે શરદી, ઉધરસ, ગેસ, એસિડીટી, કબજિયાત અને ડાયાબિટીસનો રામબાણ ઈલાજ…. જાણો ફાયદા અને બનાવવાની રીત. 

આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું આપણા માટે જરૂરી છે. આથી આપણે જ પોતાના ખોરાક વિશે કાળજી રાખવી પડે છે. આપણા આયુર્વેદમાં ઘણા ઔષધો વિશે વાત કરવામાં આવી છે. જોકે કેટલીક ઔષધિઓ આપણા જ રસોડામાં રહેલી હોય છે. જેનો ઉપયોગ આપણે સ્વાસ્થ્યને સારું રાખવા માટે કરી શકીએ છીએ. આવી જ એક વસ્તુ છે લવિંગ જે લગભગ દરેક લોકોના ઘરમાં સરળતાથી મળી રહે છે. લવિંગનો ઉકાળો પીવાથી તમારી ઈમ્યુન સીસ્ટમ મજબુત બનવાની સાથે તમને અનેક રોગો સામે પણ રક્ષણ પૂરું પાડે છે. ચાલો તો આપણે આ લેખમાં લવિંગના ઉકાળાના કેટલાક ફાયદાઓ વિશેજાણી લઈએ. 

લવિંગનો ઉપયોગ ભારતીય આયુર્વેદમાં સદીઓથી કરવામાં આવી રહ્યો છે. બદલાતી રૂતુ દરમિયાન થતાં શરદી, ઉધરસ, પેટની સમસ્યા અથવા કોઈ પણ પ્રકારના સંક્રમણને દૂર કરવા માટે લવિંગ ખૂબ જ ફાયદાકારક રહે છે. એક જાણકારી મુજબ, લવિંગમાં એન્ટિઇમ્ફ્લેમેટરી, એન્ટિ માઈક્રોબિયલ અને એન્ટિસેપ્ટિક ગુણ રહેલા હોય છે. જે ગળાની ખરાશ દૂર કરવામાં અસરકારક સાબિત થાય છે. તે સિવાય લીવર હેલ્થને ઇમ્પ્રૂવ કરવા, બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા અને ડાઇઝેશનને સારું કરવાનું કામ પણ કરે છે. એંટીઓક્સિડેંટ ગુણોની સાથે સાથે તેમાં એન્ટિ-વાઇરલ અને એનાલ્જેસિક ગુણ પણ હોય છે. જો તમે લવિંગની ચા કે ઉકાળો પીઓ, તો તેનાથી તમે ઋતુગત બીમારીથી પણ પોતાને બચાવી શકો છો. લવિંગનો ઉકાળો પીવાના ફાયદા:-

1) મેટાબોલીજ્મ બુસ્ટ કરે છે:- જો તમારું મેટાબોલીજ્મ કમજોર હશે તો તમે જલદી બીમાર પાડો છો. આથી લવિંગનો ઉકાળો પીવાથી મેટાબોલીજ્મ બુસ્ટ થાય છે. જો તમે દરરોજ સવારના સમયે લવિંગનો ઉકાળો પીઓ તો તમારું વજન પણ ઘટે છે અને ડાઇઝેશન પણ સારું થાય છે. 

2) શરદી-ઉધરસ દૂર કરે છે:- જો તમે ઋતુ અનુસાર શરદી કે ઉધરસ રહે છે તો તમે લવિંગના ઉકાળાનું સેવન કરી શકો છો. લવિંગમાં એન્ટિ-વાઇરલ અને એંટીઓક્સિડેંટ ગુણ હોય છે જે શરદી-ઉધરસ અને વાઇરલ ઇન્ફેક્શનથી બચવામાં મદદ કરે છે. ઉધરસ થાય ત્યારે જો લવિંગનો ઉકાળો પીવામાં આવે તો, તેનાથી ખરાશની સમસ્યા પણ દૂર થાય છે. 3) દાંતના દુખાવામાં આરામ આપે:- જો તમને દાંતને લગતી તકલીફ છે તો તમે લવિંગનો ઉકાળો પી શકો છો. જો તમારા દાંતમાં ખૂબ જ દુખાવો થતો હોય તો, તમે લવિંગની ચા કે ઉકાળો પીઓ. આમ કરવાથી તમારો દુખાવો ઓછો થાય છે અને તમને સારો અનુભવ થાય છે. લવિંગમાં રહેલ એન્ટિઇમ્ફ્લેમેટરી ગુણ પણ પેઢાનો સોજો દૂર કરવામાં ફાયદાકારક હોય છે. 

4) ઇમ્યુનિટી બુસ્ટ કરે છે:- લવિંગના ઉકાળામાં રોગપ્રતિકારક ક્ષમતા અથવા ઇમ્યુનિટીને સારી કરવાની શક્તિ હોય છે, જે આપણને ઇન્ફેક્શન ના જોખમથી બચાવે છે. 5) પાચન સારું કરે છે:- લવિંગનો ઉકાળો પાચનતંત્ર સારું કરવા માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. કબજિયાત, ગેસ અને અપચાની સમસ્યાને દૂર કરવા માટે તમે લવિંગના ઉકાલાનું સેવન કરી શકો છો. 

6) સાઇનસની સમસ્યા:- સાઇનસના દુખાવામાં રાહત મેળવવા માટે તમે લવિંગના ઉકાળાનું સેવન કરો. તેને પીવાથી તમને સાઇનસ જેવી ગંભીર સમસ્યામાં ફાયદો મળે છે. વાસ્તવમાં, લવિંગમાં ઇજેનોલ નામનું તત્વ જોવા મળે છે. જે શરીરમાંથી બલગમ દૂર કરવાનુ કાર્ય કરે છે. 

7) લવિંગનો ઉકાળો બનાવવાની રીત:- લગભગ 2 કપ પાણી એક પેનમાં રાખીને ઉકાળો. જ્યારે પાણી ઉકળવા લાગે તો તેમાં 5 થી 6 લવિંગ નાખો. તમે તેમાં થોડી ચા પણ મિક્સ કરી શકો છો. સરખી રીતે ઉકાળીને તેને ગળીને કપમાં લઈ લો. તો તૈયાર છે તમારો લવિંગનો ઉકાળો. જે તમને સંક્રમણ તેમજ ઋતુગત બીમારીથી બચવામાં મદદ કરી શકે છે. તો આ લવિંગના ઉકાળાનું તમારે પણ જરૂરથી સેવન કરવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment