કમર દર્દમાં જલ્દી મળશે આરામ, સૂતા સૂતા કરો આ નાનકડું કામ.. થશે આવા ફાયદા

અત્યારે આપણે જોઈએ છીએ કે લોકોની જીવનશૈલીના કારણે ઘણી શારીરિક પીડાઓનો સામનો કરવો પડે છે. તેમજ મોટાભાગે આજકાલ જે લોકો ઓફિસ વર્ક કરતા હોય છે, તેમને કમરનો દુઃખાવો થવો એ સામાન્ય બાબત બની ગઈ છે. તો આજે અમે તમને કમરનો દુઃખાવો દુર કરવા માટે એક આસન વિશે જણાવશું. જે કોઈ પણ દવા વગર જ તમારા કમરના દુઃખાવામાં રાહત અપાવશે.

યોગનું મહત્વ આપણે બધા જાણીએ છીએ. પણ તે છતાં પણ ઘણી વખત આપણે આપણી વ્યસ્ત લાઈફમાં તેના માટે સમય નથી કાઢી શકતા. જો કે એવા ઘણા યોગાસન છે જેને કરવા માટે તમારે કોઈ ખાસ જગ્યાની જરૂર નથી. પોતાના બેડ પર સુતા સુતા પણ તમે આ આસન કરી શકો છો. તે આરામદાયક આસનોમાં મત્સ્ય ક્રીડાસન પણ સામેલ છે. યોગની દુનિયામાં મત્સ્ય ક્રીડાસનને સૌથી વધુ આરામદાયક યોગાસનોમાંથી એક માનવામાં આવે છે. કારણ કે તેને તમે આરામ કરતા પણ સરળતાથી કરી શકો છો. મત્સ્ય ક્રીડાસનને અંગ્રેજીમાં ‘ફ્લેપીંગ ફીશ પોસ’ પણ કહે છે.મત્સ્ય ક્રીડાસન એક સંસ્કૃત નામ છે. સંસ્કૃતમાં મત્સ્યનો અર્થ થાય છે કે ‘માછલી’ અને ક્રીડાનો અર્થ છે ‘ક્રિયા’. મત્સ્ય ક્રીડાસન કરતી વખતે તમારું શરીર પાણીમાં રમતી માછલી જેવો આકાર લે છે. મત્સ્ય ક્રીડાસન સૌથી વધુ ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને તે મહિલાઓ માટે જેની પ્રેગનેન્સીનો ત્રીજો મહિનો શરૂ હોય. આ આસન કરવાથી ગર્ભવતી મહિલાઓને માનસિક અને શારીરિક રીલીફ મળે છે.

મત્સ્ય ક્રીડાસન તે લોકો માટે પણ લાભકારી છે જે સાટીકાના દર્દથી પીડિત હોય. જો કોઈને વધુ સ્ટ્રેસ અથવા માઈલ્ડ ડીપ્રેશન છે તો તે વ્યક્તિ માટે પણ મત્સ્ય ક્રીડાસન ઘણું ફાયદાકારક છે. મત્સ્ય ક્રીડાસન સ્વાસ્થ્ય માટે અત્યંત લાભકારી છે. પણ શરત છે કે, તેને કરવાની યોગ્ય રીત જાણી લો.

મત્સ્ય ક્રીડાસન કરવાની સાચી રીત : મત્સ્ય ક્રીડાસન કરવા માટે સૌથી પહેલા તમે શવાસનમાં સુઈ જાવ, અને પોતાની જમણી બાજુ ફરો. ત્યાર પછી પોતાના બંને હાથથી પોતાના મસ્તકને સહારો આપો. હવે પોતાનો ડાબો પગ આગળની તરફ ‘ઊંધો L’ બનાવતા એમ રાખો જેમ તેમાં મત્સ્યનો આકાર કર્યો હોય. ત્યાર પછી પોતાના બંને હાથીની આંગળીઓને એકબીજા સાથે ભેગા કરતા પોતાની જમણા ખભાનો સહારો લેતા તેના પર માથું રાખી સુઈ જાવ.મત્સ્ય ક્રીડાસન કરતી વખતે કોશિશ કરો કે તમારા ડાબા હાથની કોણી, ડાબા પગના ગોઠણને સ્પર્શ કરી શકે. જ્યાં સુધી બની શકે ત્યાં સુધી આ આસનમાં રહો, અને લાંબો ઊંડો શ્વાસ લેતા રહો. દરેક વખતે બહાર નીકળતા શ્વાસ સાથે વિશ્રામ લો. આ સ્થિતિમાં 2 થી 3 મિનીટ રહો. ત્યાર પછી આ આસનને ડાબી બાજુ ફરીથી કરો.

મત્સ્ય ક્રીડાસન કરવાના ફાયદાઓ : મત્સ્ય ક્રીડાસન તમારા શરીરની ફ્લેક્સિબિલિટીને પણ વધારે છે. તમારી ઈમ્યુન સિસ્ટમને પણ મજબુત બનાવે છે. તમારા પાચનતંત્રને પણ ઉત્તેજિત કરે છે. તે કબજિયાતની સમસ્યાને પણ ખત્મ કરવામાં તમારી મદદ કરે છે. સતત મત્સ્ય ક્રીડાસન કરવાથી તમને પીઠ દર્દથી મુક્તિ મળી જાય છે. મત્સ્ય ક્રીડાસન તમારી કમરની ચારે બાજુ રહેલ વધારાની ચરબીને ઓછી કરે છે, તમારી કમરને યોગ્ય શેપ આપે છે. મત્સ્ય ક્રીડાસન મગજને સંતુલિત કરવામાં પણ ઘણી મદદ કરે છે. એકાગ્રતાની શક્તિ વધે છે, અને વિચાર પ્રક્રિયા ખુબ સ્પષ્ટ અને સટીક થઈ જાય છે.આ અવસ્થાઓમાં ન કરો મત્સ્ય ક્રીડાસન : જો તમને ગંભીર પીઠ દર્દ છે તો તે સ્થિતિમાં મત્સ્ય ક્રીડાસન ન કરો. માઈગ્રેન અને ઇન્સોમનિયા ગ્રસિત લોકો એ પણ મત્સ્ય ક્રીડાસન ન કરવું જોઈએ. જો તમારા ગોઠણમાં ઈજા થઈ છે, તો તમારે યોગાસન કરતી વખતે કુશનની સહયતા લેવી જોઈએ. જો જરૂરી ન હોય તો મત્સ્ય ક્રીડાસનના અભ્યાસથી બચવું જોઈએ.

જો મત્સ્ય ક્રીડાસન દરમિયાન તમે સહજ મહેસુસ નથી કરતા તો અથવા અભ્યાસ દરમિયાન તમારા શરીરમાં દર્દ મહેસૂસ થાય છે તો તમે આ આસન ન કરો. જો તમને પોતાની શારીરિક સ્થિતિને લઈને કોઈ પણ સંદેહ છે તો મત્સ્ય ક્રીડાસનનો અભ્યાસ કરતા પહેલા પોતાના ડોક્ટરની સલાહ લો અને હંમેશા એક પ્રશિક્ષિત યોગ વિશેષજ્ઞની પાસે આસનનો અભ્યાસ કરો.

ગર્ભવતી મહિલાઓ આ આસનને કરતી વખતે ઉંધા ન સુવો. પીઠના બળે સુઈને જ યોગાસન કરીને તેનો લાભ લઈ શકો છો. આમ તમે કોઈ પણ આસન કરતા પહેલા પોતાના શરીરની ગતિવિધિ તેમજ તંદુરસ્તી વિશે પુરતું જ્ઞાન રાખવું ખુબ જરૂરી છે. જો તમે કોઈ પણ કાળજી રાખ્યા વિના કોઈ પણ આસન કરો છો તો તમને નુકસાન થઈ શકે છે. આથી કોઈ પણ આસન હંમેશા આરામથી અને ધીમે ધીમે કરવું જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment