કપિલ શર્માના કોમેડી શો માં ક્યારેક પલક, ક્યારેક સંતોષ તો ક્યારેક બચ્ચા યાદવના કેરેક્ટરમાં જોવામાં આવવા વાળા એક્ટર કિકુ શારદા વિશે તો લોકો ઘણું જાણતા જ હશે. પરંતુ તેની પત્ની અને તેની ફેમેલી વિશે લગભગ લોકો નહિ જાણતા હોય. તો આજે આ લેખમાં અમે તમને 45 વર્ષીય કિકુ તેના ડાન્સ એક્ટિંગથી દર્શકોનું મનોરંજન કરે છે તો ક્યારેક તેની કોમેડી ટાઈમિંગ લોકોને હસવા માટે વિવશ કરી દે છે. પરંતુ શું તમે જાણો છો કે કિકુ ટી.વી. પર હાઈલી એજ્યુકેટેડ સેલેબ્સના એક છે. કિકુએ 2003 માં પ્રિયંકાની સાથે લગ્ન કર્યા અને તે 2 બાળકોના પિતા છે.
કિકુ શારદાનો જન્મ 14 જાન્યુઆરી 1975 માં રાજસ્થાનમાં જોધપુરમાં એક મારવાડી પરિવારમાં થયો હતો. તેના પિતાનું નામ અમરનાથ શારદા હતું. કિકુના બે ભાઈઓ છે, સિદ્ધાર્થ અને સુદર્શન શારદા. કિકુનું સાચું નામ રાઘવેન્દ્ર શારદા છે.કિકુના પિતા રોજગારની તલાશમાં રાજસ્થાનથી મુંબઈ શિફ્ટ થયા હતા. કિકુએ MBA ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. MBA પછી તેને એક્ટિંગની માટે ટીવી ઇન્ડસ્ટ્રીની દુનિયામાં પગ મૂક્યો ત્યારે તેના મિત્રોએ કહ્યું કે, તે તારી ડિગ્રી ખરાબ કરી લીધી.
કિકુના જણાવ્યા મુજબ, હું એક પરિવારિક પૃષ્ટભૂમિ સાથે છું, જ્યાં વ્યવસાય ક્ષેત્રમાં મોટાભાગના લોકો બિઝનેસ ફિલ્ડમાં છે. પણ હું હંમેશાથી એક્ટર બનવા માંગતો હતો. સ્કૂલના દિવસોમાં હું અનેક ડ્રામા કોમ્પિટિશનમાં ભાગ લેતો હતો અને પ્રાઈઝ પણ જીતતો હતો. આ કારણે જ મને એક્ટિંગના ફિલ્ડમાં આગળ વધવા માટે મોટીવેશન મળ્યું.કિકુએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, પિતાજી વિચારતા હતા કે હું કોઈ પણ પ્રોજેક્ટ હાથમાં લઉં તે પહેલા હું મારો અભ્યાસ પૂરો કરું. મેં એ જ કર્યું. એમ.એન. કોલેજ, મુંબઈથી ગ્રેજ્યુએશન અને તેના પછી માર્કેટિંગમાં MBA કર્યું. મને એવું લાગ્યું કે આગળ વધવા માટે અને સફળ થવા માટે આ અભ્યાસ ખુબ જ જરૂરી છે.
2003 માં જ્યારે કિકુએ એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો, તે પહેલા એક વર્ષ પહેલા એટલે કે 2002 માં તેના પ્રિયંકા સાથે લગ્ન થઈ ગયા. કિકુ હંમેશા તેની પત્ની અને છોકરા સાથે ફેમિલી ફોટો અને મસ્તી વાળા વિડીયો શેર કરતા રહે છે.કિકુની પત્ની પ્રિયંકા આમ તો લાઈમલાઈટમાં ઓછી જ રહે છે. જો કે તે એકવાર નચબલિયેમાં જોવા મળી હતી. બંનેએ નચબલિયે સિઝન 6 માં ભાગ લીધો હતો અને પોતાનું ડાન્સિંગ ટેલેન્ટ બતાવ્યુ હતું. આ સિવાય પ્રિયંકા એકવાર કપિલ શર્મા શો માં પણ આવી હતી. ખરેખર, શો ના કપલ સ્પેશિયલ એપિસોડમાં પ્રિયંકા તેના પતિ કિકુ શારદાની સાથે જોવા મળી હતી. કિકુની પત્ની જાહેરમાં ઓછી આવતી હોવા છતાં, તે તેની પત્ની અને પરિવારના ફોટોને શેર કરતો રહે છે.
વર્ક ફ્રંડની વાત કરીએ તો કિકુ શારદા નાના પડદા પર ‘દ કપિલ શર્મા શો’ માં કામ કરી રહ્યા છે. આ સિવાય તે કેટલીક ફિલ્મોમાં પણ જોવા મળ્યા છે. છેલ્લી વાર તે અંગ્રેજી મીડિયમમાં ઇરફાન ખાન અને રાધિકા મદનની સાથે જોવા મળ્યા હતા. આ મૂવીમાં તેણે ગજજુનો અભિનય કર્યો હતો.ફિલ્મોની વાત કરીએ તો કિકુ ‘ડરના મના હે, ફીર હેરાફેરી, ધમાલ, રેસ, રોડસાઈડ રોમિયો, નો પ્રોબ્લેમ, હેપ્પી ન્યુ ઇયર, બુ સબકી ફટેંગી, જવાની જાનેમન અને અંગ્રેજી મીડિયમમાં જોવા મળ્યા હતા. આ સિવાય તે હાતિમ, દ ગ્રેટ ઇન્ડિયન કોમેડી શો, ભાગો કે કે આયા, ભૂતવાલા સિરિયલ અને જલક દિખલાજા સિઝન 7 માં પણ જોવા મળ્યા હતા. આમ કોમેડી દ્વારા દરેક લોકોનું દિલ જીતનાર કિકુ શારદા પોતાના અભિનય માટે ખુબ જ જાણીતા છે અને લોકોને હસાવવા માટે તેઓ ઘણી મહેનત પણ કરે છે.
આવી જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી