ન્હાતી વખતે સૌપ્રથમ ક્યાં અંગ પર પાણી નાખવું ? જાણો સ્નાન સાથે જોડાયેલી આ ઉપયોગી ટિપ્સ

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે સવારની શરૂઆત પહેલા સ્નાન સાથે જ થાય છે. વર્ષોથી આપણા વડીલો એવું કહેતા આવ્યા છે કે, સવારે રોજ સ્નાન કરવાથી શરીરમાં થતાં મોટા રોગો અટકી જાય છે. કેમ કે સ્નાન કરવાથી આપણા શરીરની યોગ્ય રીતે સાફ-સફાઈ થઈ જાય છે અને કીટાણુંનો પણ શરીર પરથી નાશ થઈ જાય છે.

સ્નાન કરવાથી શરીરમાંથી મૃતકોષો, પરસેવો અને બેક્ટેરિયા તો દૂર થાય જ છે, સાથે જ મન અને શરીર વચ્ચે સંતુલન પણ બને છે. આયુર્વેદમાં સ્નાનનું મહત્વ જણાવતા કહ્યું છે કે, સ્નાન કરવાથી શરીરની ઉર્જા વધે છે અને આળસ પણ દૂર થાય છે. ન્હાવાની પ્રક્રિયા લોકોને ખુબ જ સામાન્ય લાગે છે, પરંતુ આ બાબત વિશે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જેના વિશે આજે અમે તમને આ લેખમાં જણાવશું.પાણી ક્યાં રેડવું તે જાણો : ઘણા સંશોધનમાં એવું જાણવામાં આવ્યું છે કે, સીધું માથા પર પાણી નાખવાથી મગજની ચેતનાને નુકશાન થાય છે, આથી ન્હાવાની શરૂઆત પગ ઉપર પાણી નાખીને કરવી જોઈએ. આવું કરવાથી તમને પાણી કેટલું ગરમ છે તેનું પણ અનુમાન થઈ જશે. જો તમે સ્વસ્થ છો અને શિયાળાના દિવસો નથી તો પાણીનું ટેમ્પરેચર ઓછું રાખો. ગરમ પાણી આંખ અને માથા માટે સારું નથી.

આ રીતે ન્હાવાથી દૂર થાય છે તણાવ :  ન્હાવાનું શરૂ કરો ત્યારે માથું નમાવીને પહેલા ડોક પર પાણી રેડો. પછી માથું ધોવો અને પછી આખા શરીરને ધોવો. આવું કરવાથી વેગસ નર્વ સ્ટિમ્યુલેટ થાય છે. આ ચેતા મગજને બાકીના શરીર સાથે જોડે છે અને તેની ઉતેજનાને કારણે તાણ અને પીડાને ઘટાડે છે.તેલ લગાવો : સ્નાન પહેલા સરસોના તેલથી અથવા તો તલના તેલથી મસાજ કરવાથી તમારા શરીરને ઘણા ફાયદાઓ થઈ શકે છે. આ સ્નાયુઓને આરામ અને ત્વચાની રચનામાં સુધારવામાં મદદ કરે છે. જો કે સ્નાન કરતાં ઝડપ ન રાખવી જોઈએ, પરંતુ ન્હાવામાં વધારે સમય પણ ન બગાડવો જોઈએ. આ સિવાય વધારે સ્વચ્છતા માટે પણ દિવસમાં બે વાર ન્હાવું એ તો બરાબર છે. તમે ન્હાવાના પાણીમાં થોડો લીમડો ભેળવીને પણ થોડા સમય સુધી રાખી શકો છો. ત્યારબાદ આ પાણીથી ન્હાવાથી પણ ત્વચાના સ્વાસ્થયમાં સુધાર આવી શકે છે.

ક્યારે અને કોને ન ન્હાવું : આયુર્વેદમાં જમ્યા પછી અથવા તો નાસ્તો કર્યા પછી ન્હાવાની મનાઈ કહેવામાં આવી છે. આવું એટલા માટે કે આયુર્વેદ પ્રમાણે શરીરની ગરમી અથવા પાચન અગ્નિ જમવાનું પચાવે છે. ન્હાઈ લેવાથી આ અગ્નિ પ્રભાવિત થાય છે અને ભોજન પચતું નથી. જો તમને શરદી, તાવ, અતિસાર, આંખ અથવા તો કાનથી જોડાયેલી કોઈ પણ બીમારી છે અથવા તો ઉલ્ટીની સમસ્યા છે તો પણ તમારે રોજ ન્હાવું ન જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment