અમાસની રાત્રે ન નીકળવું જોઈએ ઘરની બહાર…… નીકળો તો શું થાય તમારી સાથે……. જાણો આ લેખમાં…
આપણા હિંદુધર્મમાં અનેક વિવિધ માન્યતાઓ રહેલી છે. જેમાં અને તે બધી જ માન્યતાઓ કોઈ સારા અને શુભ સંકેતોનો હેતુ જણાવતી હોય છે. તો આજે અમે એક એવી જ માન્યતા વિશે તમને જણાવશું. જેના વિશે આદિકાળ આપણા વડીલો પાલન કરતા આવ્યા હતા. જેનું રહસ્ય ખુબ રોચક અને મહત્વ પૂર્ણ છે. તો જાણો શું છે એ માન્યતા અને તેનું મહત્વ જાણો આ લેખમાં. તેના વિશે જાણીને દરેક લોકોને અવશ્ય ફાયદો થશે એટલા માટે આ લેખને અંત સુધી વાંચો અને બને એટલો શેર પણ કરો.
મિત્રો હિંદુધર્મમાં એવું કહેવાય છે કે અમાસની રાત્રે ઘરની બહાર નીકળવું જોઈએ નહિ. તેનું કારણ છે કે અમાસના દિવસે પિતૃગણ અને ભૂત પ્રેત, ચુડેલ અને અલગ અલગ પ્રકારની અદ્રશ્ય શક્તિઓ રાત્રીના સમયે ભોજન વગેરેની ખોજમાં નીકળે છે. એવી માન્યતા આપણા ધર્મમાં રહેલી છે.
તેમાં ઘણી બધી દુષ્ટ આત્માઓ પણ હોય છે. જે રાક્ષસી આત્મા જ કહેવાય, અને તે નિર્દોષ પ્રાણી કે કોઈ પણ જીવને કારણ વગર પણ પરેશાન કરતી હોય છે અથવા તેના પર હાવી થઇ જતી હોય છે. કેમ કે આ બધી આત્માઓને યમલોકથી ભૂતપ્રેત યોનીમાં જન્મ મળ્યો હોય છે અને તેને દંડ સ્વરૂપે ફરી પૃથ્વી પર જન્મ મળ્યો હોય છે. જે પાપ સ્વરૂપે ભોગવતા હોય છે. જો અમાસબી રાત્રીના સમયે આપણે બહાર નીકળીએ તો તેની અસર આપણને પણ થઇ શકે છે.
હિંદુધર્મમાં અમાસના દિવસે જ પિતૃઓને ભોજન જળ વગેરે અર્પણ કરવામાં આવે છે જે તેને પરલોકમાં પણ મળી જાય છે. તે જીવ આત્માઓનું મૃત્યુ હાલ એટલે કે પાંચ સાત વર્ષ પહેલા મૃત્યુ થયું હોય તે આત્માઓ દંડ અથવા તો અતૃપ્ત હોય છે. એટલા માટે પિતૃઓ સંપૂર્ણ સંતોષી ન હોય અને અમાસના દિવસે તેના માટે ભોજન વગેરે કરવામાં આવે છે.
એટલા માટે અમાસના દિવસે પિતૃઓ માટે ભોજન, જળ વગેરે અર્પણ કરવાનું વિધાન ભગવાને બનાવ્યું છે. આ બધી આત્માઓને જો ભોજન વગેરે મળી જાય તો તે ખુબ જ પ્રસન્ન થાય છે અને તે તેના પરિવારના સદ્સ્યને આશીર્વાદ આપે છે. અમાસ દર મહીને એક વાર આવે છે અને આ દિવસે પિતૃઓને ભોજન અને જળની આશા હોય છે પોતાની તૃપ્તિ માટે. પિતૃઓની આત્માઓ સાથે ઘણી બધી દુષ્ટ આત્માઓ પણ આવતી હોય છે. જે જીવનકાળ જ કુકર્મ સાથે જોડાયેલ હોય છે.
એટલા માટે અમાસના દિવસે આપણા પિતૃઓની આત્મા પણ આવતી હોય છે પરંતુ સાથે સાથે દુષ્ટ આત્માઓ પણ આવતી હોય છે. જે ઘણી વાર આપનામાં પ્રવેશી જતી હોય છે. તેના કારણે આપણા મગજની સ્થિતિ બેકાબુ થઇ જતી હોય છે. અમાસની રાત્રે બધી જગ્યાઓ પણ માત્ર રાક્ષસી આત્માઓ જ ભ્રમણ કરતી હોય છે. એટલા માટે જ અમાસની રાત્રે ઘરની બહાર નીકળવાની મનાઈ કહેવામાં આવી છે.
તો મિત્રો તમારું આ બાબતમાં શું કહેવું છે તે અમને કોમેન્ટ કરીને ખાસ જણાવો.
નોંધ : આ એક માન્યતા છે આ લેખ દ્વારા અમે કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા ફેલાવવા નથી ઈચ્છતા, જેની ખાસ વાચકમિત્રો એ નોંધ લેવી..