આ ધાતુના વાસણમાં બાળકને જમાડવાથી બીમાર ઓછું પડશે સ્વાસ્થ્ય અને ઇમ્યુનીટી પણ સારી રહેશે..

તમે પોતાના દાદી કે નાની પાસે સાંભળ્યું હશે કે, બાળકોને ચાંદીના વાસણમાં ભોજન કરાવવું જોઈએ. પણ આજકાલ ચાંદીના વાસણોમાં ભોજન કરાવવાની પરંપરા લગભગ ખતમ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે બાળકોને ચાંદીના વાસણમાં ભોજન કરાવવું સ્વાસ્થ્ય માટે ખુબ સારું હોય છે. જો તમે તેના ફાયદા જાણી લેશો તો હવે તમે પોતાના નવજાત શિશુને આ વાસણમાં ભોજન જરૂર કરાવશો. અહીં અમે તમને બાળકોને ચાંદીના વાસણમાં ભોજન કરવાના કેટલાક ફાયદાઓ વિશે જાણકારી આપીશું. જેના વિશે જાણીને તમને વિશ્વાસ નહિ આવે.

ચાંદીમાં છે બીમારીઓ સામે લડવા ક્ષમતા : નાના બાળકો અથવા શિશુઓને ભોજન કરાવવા માટે ચાંદીના વાસણ વિશે તમે સાંભળ્યું હશે. વાસ્તવમાં ઘણી સંસ્કૃતિઓમાં આજે પણ ચાંદીની ચમચીનો ઉપયોગ કરીને પહેલું ભોજન કરાવવાનો રીવાજ છે. આવું એટલા માટે કારણ કે, ચાંદીના વાસણનો ઉપયોગ શુદ્ધતાના કારણે કરવામાં આવે છે. આ સિવાય માનવામાં આવે છે કે, ચાંદીમાં મૌસમી બીમારીઓ સામે લડવાની ક્ષમતા પણ હોય છે. જેના કારણે બાળકો ઓછા બીમાર પડે છે.મસ્તિષ્ક શક્તિ : નાની ઉંમરે જ બાળકોમાં મસ્તિષ્કનો વિકાસ કરવા માટે ચાંદીના વાસણમાં ભોજન કરાવવું ખુબ જ લાભકારી માનવામાં આવે છે. તમે કદાચ નહિ જાણતા હો કે, પણ ચાંદીનો અર્ક ઘણી આયુર્વેદિક દવાઓમાં ઉપયોગમાં લેવાય છે. આ માત્ર તમારા સ્વાસ્થ્યને સારું કરે છે પરંતુ વધતી ઉંમરની સાથે મસ્તિષ્કની શક્તિ પણ વધારે છે. આ રીતે બાળકોને સંપૂર્ણ રૂપે સ્વસ્થ રાખવા માટે ચાંદીના વાસણોમાં ભોજન કરાવવું સારું છે.

પાણી શુદ્ધ : સાધારણ ગ્લાસમાં પાણી પીવાથી તમે ઘણી વખત અજાણતા જ તમે બીમાર પડી જાવ છો. આવું થવા પાછળનું કારણ પાણી શુદ્ધ ન હોય એ પણ છે. આ સ્થિતિમાં ચાંદીના ગ્લાસમાં પાણી પીવું તમને ઘણો ફાયદો કરે છે. વાસ્તવમાં ચાંદી એન્ટી બેક્ટેરિયલ છે. અશુદ્ધ પાણીમાં રહેલ બેક્ટેરિયા જો ચાંદીના સંપર્કમાં આવે તો તેનો નાશ થઈ જાય છે. આ સિવાય ચાંદીના વાસણમાં રહેલ મિનરલ્સ પાણીને શુદ્ધ કરે છે. એટલું જ નહિ ચાંદી પાણીમાં કરેલ કોઈ પણ ભેળસેળને ખતમ કરી શકે છે.ઇમ્યુનિટી : એવું માનવામાં આવે છે કે, ચાંદીના વાસણમાં ભોજન કરવાથી મેટાબોલિઝ્મનું નિર્માણ થાય છે અને પ્રતિરક્ષાને મજબુતી મળે છે. આ પહેલા પણ અધ્યયનોમાં સાબિત થયું છે કે, ચાંદીના વાસણમાં ભોજન કરવાથી તમે ઘણી બીમારીઓથી પોતાની રક્ષા કરી શકો છો.

મૌસમી બીમારી : ચાંદી એક ઠંડી ધાતુ છે. તેમ છતાં તે મૌસમી બીમારીઓથી લડવામાં ખુબ જ અસરકારક સાબિત થાય છે. ચાંદીના વાસણમાં પાણી પીવાથી બાળકોને મૌસમી બીમારીઓ જેવી કે વાયરલ, શરદી તાવનો ખતરો ઓછો રહે છે.બેક્ટેરિયા ફ્રી : ચાંદીના વાસણ બેકટરિયા ફ્રી હોય છે. તેની અંદર કોઈ પણ બેક્ટેરિયા રહી નથી શકતા. તેનો મતલબ છે કે બેક્ટેરિયા ચાંદીની ધાતુમાં જીવી નથી શકતા. માટે બને ત્યાં સુધી બાળકોને દવાઓ પણ ચાંદીની કટોરી અથવા ટ્રે માં આપવાની કોશિશ કરવી જોઈએ.

કેમિકલ ફ્રી હોય છે ચાંદીના વાસણ : તમે જે પણ વાસણનો ઉપયોગ કરતા હો તે બીપીએ ફ્રી હોવા જોઈએ. પ્લાસ્ટિકને લાંબા સમય સુધી ટકાવવા માટે તેમાં બીપીએ નામનું તત્વ મિક્સ કરવામાં આવે છે. જ્યારે આપણે પ્લાસ્ટિકના વાસણમાં ભોજન કરીએ છીએ ત્યારે વાસણમાં રહેલ બીપીએ પણ ભોજનમાં આવી જાય છે. આ કારણે હાર્મોનલ અસંતુલન, વજન વધારો, અથવા આગળ જતા કેન્સર થવાની પણ શક્યતા વધી જાય છે. જ્યારે ચાંદીના વાસણમાં કોઈ પણ બીપીએ નથી હોતું અને તેનાથી શરીરને નુકશાન નથી થતું.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment