32 વર્ષનો યુવાન ખોટા પાસપોર્ટથી દાદા બનીને જવું હતું અમેરિકા. રહી ગઈ આ એક ભૂલ, એટલે પકડાઈ ગયો.

આજના સમયમાં ભારતના લોકો વિદેશમાં પૈસા કમાવવા જવાની ખુબ જ ઈચ્છા ધરાવતા હોય છે. કેમ કે વિદેશમાં રોજગારી મેળવીને ખુબ જ પૈસા કમાઈ શકીએ છીએ. આ વિચારધારાને લઈને આજે ઘણા બધા ભારતીય આખા વિશ્વમાં જોવા મળે છે. પરંતુ હાલ વિદેશોમાં ઘણા એવા ભારતીય છે ત્યાં જઈને સ્થાઈ બની ગયા હોય. તો આજે અમે તમને વિદેશ જવાની તલબ વાળા એક એવા વ્યક્તિ વિશે જેને જાણીને તમે પણ હેરાન રહી જશો. તો ચાલો જાણીએ આખી ઘટના.

મિત્રો હાલમાં એક એવી ખબર સામે આવી હતી કે એક યુવાન વિદેશ જવા માટે ખોટા પાસપોર્ટ અને વિઝા દ્વારા વિદેશ જઈ રહ્યો હતો. પરંતુ તે જે રીતે જઈ રહ્યો હતો તે જાણીને તમે પણ હેરાન રહી જશો. કેમ કે આ બનાવ કંઈક એ રીતનો હતો કે લગભગ કોઈ આવું સાહસ ન કરી શકે. તો ચાલો જાણીએ તે યુવાને વિદેશ જવા માટે શું કર્યું.

હાલમાં ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટથી એક યુવાન અમેરિકા જવાનો તૈયારી કરી રહ્યો હતો. તે વ્યક્તિની ઉંમર હતી માત્ર 32 વર્ષની. પરંતુ તે જઈ રહ્યો હતો એક 81 વર્ષના વૃદ્ધ વ્યક્તિના વિઝા પર. પરંતુ તમને જણાવી દઈએ કે તે યુવાન આબેહુબ વૃદ્ધ જેવો જ દેખાવ બનાવીને અમેરિકા જવાની તૈયારી કરી રહ્યો હતો. પરંતુ તે ઝડપાય ગયો હતો. આ યુવાને અમેરિકા જવા માટે પોતાનો આખો હુલીયો વૃદ્ધ જેવો જ બનાવી લીધો હતો. જેમાં તેણે વાળ, દાઢી અને વૃદ્ધ પહેરે તેવા ચશ્માં, વૃદ્ધ જેવા કપડા અને પાઘડી પણ ફેરી હતી. તેનાથી પણ વધારે જો આ યુવકે કોઈ તરકીબ કરી હોય તો એ છે કે આ વ્યક્તિ વ્હીલચેરમાં એરપોર્ટ ગયો હતો. જેના કારણે કોઈ તેના પર શક ન કરે.

આ યુવકે ખોટા પાસપોર્ટ અને વિઝા પર જેવો હોવો જોઈએ એવો હુલીયો બનાવી લીધો પરંતુ તે યુવાન પોતાના ચહેરા પર વૃદ્ધના ચહેરા જેવી કરચલી ન બનાવી શક્યો. આ વ્યક્તિને જોઇને કોઈ પણ ગમ ખાઈ જાય. પરંતુ આ યુવકને પકડી લેવામાં આવ્યો હતો. કેમ કે તે યુવક નકલી કરચલી ન બનાવી શક્યો. અને તેના પરથી તેની ઓળખ થઇ ગઈ હતી.

આ વ્યક્તિ લગભગ રવિવારના રાત્રે 8 વાગ્યા આસપાસ ટર્મિનલ 3 પર વૃદ્ધ બની ગયો હતો અને રાત્રે 10 વાગ્યે એક ફ્લાઈટ ન્યૂયોર્ક જવાની હતી તેમાં આ યુવક જવાનો હતો. પરંતુ એરપોર્ટમાં તેની પૂછપરછ કરવામાં આવી. તે દરમિયાન સિક્યોરિટી ઇન્સ્પેકટર દ્વારા મેટલ ડીરેકટર ક્રોસ કરવા માટે કહ્યું. પરંતુ મિત્રો તે યુવાન ચાલી પણ શકતો ન હતો. તેની સાથે સાથે તે સીધો ઉભો પણ ન રહી શકતો. ત્યાર બાદ તેણે વાતમાં અવાજ ભારે કરવાની કોશિશ કરતો હતો. વાતચીત દરમિયાન આ યુવાન પોતાની નજર પણ બચાવવા લાગ્યો હતો. પરંતુ યોગ્ય નિરીક્ષણ કર્યા બાદ સિક્યોરિટી ઇન્સ્પેકટરને થોડી શંકા ગઈ કે આટલા બધા વૃદ્ધ વ્યક્તિની ચામડી કેમ યુવાન વ્યક્તિ જેવી છે. ત્યાર બાદ તેના પાસપોર્ટને પણ તપાસવામાં આવ્યો હતો. પરંતુ પાસપોર્ટમાં બધું જ બરાબર જોવા મળ્યું હતું. પાસપોર્ટમાં તેનું નામ અમરિક સિંહ હતું અને તેની જન્મ તારીખ 1,ફેબ્રુઆરી 1938 હતી. એટલે કે હાલ તેની ઉંમર 81 વર્ષની થઇ ગણાય. પરંતુ આ વ્યક્તિની ચામડી સંપૂર્ણ યુવાનીની વય જેવી હતી. જેના કારણે તેના પર શંકા થઇ હતી.

પરંતુ વધારે પુછપરછ કરતા તેની પર કડકાઈ કરવામાં આવી હતી. ત્યાર જાણવા મળ્યું હતું કે આ વ્યક્તિ વૃદ્ધ નથી. કડક પૂછપરછ બાદ તેણે પોતાનું નામ પણ જણાવ્યું હતું. તેનું નામ જયેશ પટેલ છે અને તે અમદાવાદનો છે. જેની સાચી ઉંમર છે 32 વર્ષ. સાચી માહિતી મળ્યા બાદ આ યુવકને ઈમિગ્રેશન અધિકારીઓને સોંપી દેવામાં આવ્યો હતો.

આ યુવક અમેરિકા જવા માંગતો હતો. માટે એક દલાલ પાસેથી તેણે 81 વર્ષના વૃદ્ધનો પાસપોર્ટ લીધો હતો. જેના પાસપોર્ટમાં વિઝાના સિક્કા લાગેલા હતા. જયેશ પટેલ કોઈ પણ રીતે અમેરિકા જવા માંગતો હતો. તેના માટે તેણે 81 વર્ષના વૃદ્ધના પાસપોર્ટની અંદર રહેલા ફોટાના આધારે  વેશ પલટો કર્યો હતો. પરંતુ તે જઈ ન શક્યો તેને એરપોર્ટ પર જ પકડી લેવામાં આવ્યો હતો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment