ભારતની આ 10 જગ્યાઓ વિદેશ કરતા પણ છે વધુ રળિયામણી, ફરવામાં ખર્ચ ઓછો થશે ને મજા વધુ આવશે. જાણો આ જગ્યા ક્યાં આવેલી છે..

ઉનાળાની ઋતુ શરૂ થતા જ લોકોને પ્રકૃતિની અદ્ભુત દ્રશ્યોની યાદ આવવા લાગે છે, જાણે કે પર્વત પરની ઠંડી હવા, નદી, ઝરણાઓ અને ગાઢ જંગલનું શાંત વાતાવરણ તેને બોલાવે છે તેવો અનુભવ થાય છે. જો તમારા મનમાં પણ આવો જ કંઈક વિચાર આવી રહ્યો છે તો આપણા દેશમાં આવા સ્થળોની કમી નથી, જે તમારા શાંતિ આપે. તો આજે આ લેખમાં અમે તમને એના શાનદાર અને ફરવા માટેના 10 સ્થળો વિશે જણાવશું. માટે આ લેખને અંત સુધી વાંચો.

ધર્મશાળા : આ હિમાલય નગરીમાં આવેલ ઊંચા પર્વત અને સ્થળ જોયા પછી ત્યાં આખું વર્ષ લોકોનો જાણે મેળો ભરાઈ છે. ધર્મશાળાથી લગભગ 5 કિલોમીટર દુર મેકલોડ ગંજ પણ આ સિઝનમાં ફરવા માટે સારી જગ્યા છે. સોલો ટ્રાવેલ અથવા બેકપેકર્સ માટે આ જગ્યા કોઈ જન્નતથી કમ નથી. તમે ખુબ ઓછા બજેટમાં પણ ત્યાંની મુસાફરીનો લાભ ઉઠાવી શકો છો.

કુફરી : પર્વત પર બર્ફિલા ઢાળને કારણે સ્કાઈંગ માટે આ કુફરીને એક જબરદસ્ત જગ્યા માનવામાં આવે છે. તમે મહાસુ પર્વતની ટોચ પર સ્કાઈંગનો લાભ લઇ શકો છો. ત્યાં તમે હિમાલયન નેશનલ પાર્કમાં ઘણા પ્રાણીઓની વિચિત્ર પ્રજાતિઓ જોઈ શકશો. તેમાં પહાડી બકરો, બ્રાઉન રીંછ અને બરફમાં રહેતા ચિત્તા જેવા ખાસ પ્રાણીઓ છે.

લદ્દાખ :

ભારતમાં પ્રમુખ ટ્રાવેલિંગ સ્થળોમાંથી એક લદ્દાખ યાત્રાળુ માટે એક આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. લદ્દાખ જવા માટે બેસ્ટ સિઝન એપ્રિલથી ઓગસ્ટ છે. મૌસમનું તાપમાન ઓછું હોવાના કારણે લોકો ઉનાળામાં લદ્દાખ ફરવાનું વધુ પસંદ કરે છે. ઘણા લોકો શિયાળામાં પણ લદ્દાખ જાય છે. શિયાળામાં ત્યાંની નદીઓ ચાદર ટ્રેકમાં બદલાઈ જાય છે.

કુન્નુર : જો તમે દક્ષીણ ભારતમાં કંઈક નવું જોવાની આશા સાથે નીલગીરીના પર્વતનો લાભ લેવા માંગતા હો તો ઉટીની જગર કુન્નુર જવાનો પ્લાન બનાવો. ઉનાળામાં થોડા દિવસો પસાર કરવા માટે આ એક ખુબ સારી જગ્યા છે. શાંત વાતાવરણ અને પર્વતની ઉંચી ટોચ ત્યાં આકર્ષણનું કેન્દ્ર બને છે. ત્યાં આવેલ ચાના બગીચા અને રહસ્યમયી ઘાટ તમને એક ખાસ અનુભવ કરાવશે.

રૂપકુંડ :

જો તમે દિલ્હી એનસીઆર અથવા તેની આસપાસ રહો છો અને ખુબ ઓછા સમયમાં એક સારી જગ્યાએ ફરવા જવાનું વિચારી રહ્યા છો તો રૂપકુંડ જઈ શકો છો. રૂપકુંડ જુન મહિનામાં ફરવા માટે ખુબ સારી જગ્યા છે, જો તમે કંઈક નવું કરવા માંગતા હો તો અને નવું જોવા માંગતા હો તો રૂપકુંડ જઈ શકો છો. રૂપકુંડની રહસ્યમયી ઝીલ અને તેની આસપાસ કૈપીંગનો સુંદર નજારો તમને પાછા નહિ આવવા દે.

સિક્કિમ :  દરેક યાત્રાળુઓ જીવનમાં એક વખત ઉત્તર-પૂર્વી ભાગમાં જવાનું જરૂર ઈચ્છે છે. જો કે ઉત્તર-પૂર્વના બધા રાજ્યોમાંથી સિક્કિમ સૌથી વધુ લોકપ્રિય છે. ત્યાં તમે નાથુ લા, ઇન્ડો-ચાઈના બોર્ડર અને રૂમટેક મોનેસ્ટ્રીનો અદભુત નજારો જોઈ શકો છો. જુન મહિનામાં ફરવા માટે આ જગ્યા પણ ખુબ સારી છે. ત્યાંની લાચુંઘ અને યુમથાંગ ઘાટ સિવાય તીસ્તા નદી પર રાફટીંગનો લાભ લઈ શકો છો.

તવાંગ : તવાંગ હેન્ડીક્રાફ્ટનું સેન્ટર છે. તે આકર્ષણનું મોટું કેન્દ્ર છે. તવાંગ મોનેસ્ટ્રી જે ભારતમાં સૌથી મોટું બૌદ્ધ મોનેસ્ટ્રી છે. આ સાથે જ તવાંગમાં પર્વત અને ઝીલની સુંદરતાનો લાભ પણ લઈ શકો છો. ત્યાં તમે ભારતની સૌથી વિશાળ મોનેસ્ટ્રી ગોલ્ડેન નામગે  લ્હેત્સે પણ જોવા જઈ શકો છો.

મેઘાલય : પોતાના પ્રાકૃતિક સૌંદર્યમાં મેઘાલય સદીઓથી યાત્રાળુઓનું ધ્યાન પોતાની તરફ ખેચે છે. આમ તો ઉત્તર-પૂર્વના દરેક રાજ્યોનું વાતાવરણ ઘણું મનમોહક છે. પણ મેઘાલયની વાત જ અલગ છે. મેઘાલયનો સુંદર વરસાદ જોવા માટે ત્યાં ખાસકરીને યાત્રાળુઓ આવે છે. એશિયાનું સૌથી સાફ સ્વચ્છ ગામ મોલીન્નોન્ગ અને પૃથ્વીનો સૌથી ભીનો રહેતો ભાગ મોસીનરામ પણ આ જગ્યાએ જ સ્થિત છે.

સોનમર્ગ :

સોનમર્ગનો અર્થ ‘સોનાનું મેદાન’ એવો થાય છે. સમુદ્ર સપાટીથી 2740 મીટરની ઉંચાઈ પર સ્થિત સોનમર્ગ જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં સ્થિત એક લોકપ્રિય પર્યટન સ્થળ છે. બરફથી પર્વતથી ઘેરાયેલ સોનમર્ગ શહેર જોજી-લા દર્રેના પહેલા સ્થિત છે. સોનમર્ગને એક બેસ્ટ હનીમુન સ્થળ માનવામાં આવે છે. જ્યાં દર વર્ષે પ્રેમી યુગલો ફરવા જાય છે. ત્યાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે ખુબ જ ઠંડી પડે છે. પણ ઉનાળામાં ત્યાંનું વાતાવરણ ખુબ જ ખુશનુમા હોય છે.કેરલ : કેરળમાં જુન મહિનામાં ચોમાસું લગભગ શરૂ થઈ જાય છે. અને ચોમાસું આ જગ્યાની સુંદરતામાં વધારો કરે છે. મુન્નારના લીલા પર્વત યાત્રાળુઓનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે. અલેપ્પીમાં ઝરમર વરસાદ વચ્ચે આખું શહેર રોમાન્સના રંગમાં રંગાઈ જાય છે. નૌકા દોડથી લઈને હાઉસ બોટની સફર ખુબ આનંદ આપે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment