જિંદગીમાં ક્યારેય નહિ થાય શરીરમાં હિમોગ્લોબિનની કમી, ખાવાનું શરૂ કરો તમારા ઘરમાં જ રહેલી આ 10 વસ્તુઓ…

આજના સમયમાં અનિયમિત દિનચર્યા હોવાથી કેટલાક પ્રકારના રોગો શરીરમાં થતાં હોય છે. એમાંથી એક મુખ્ય રોગ છે એનીમિયા. એનીમિયા એ વધારે’ સ્ત્રીઓમાં જોવા મળે છે. તેના કારણે જલ્દી થાક અને નબળાઈ લગાવી એ એક સામાન્ય વાત છે. આ વિષે આયુર્વેદના ડોક્ટરનું કહેવું છે કે, ખરેખર આપણા શરીરમાં 2 પ્રકારની રક્ત કોશિકા હોય છે સફેદ અને લાલ.

લાલ રક્ત કોશિકા શરીરમાં ઓછી થઈ જાય છે, ત્યારે શરીરમાં લોહીની ખામી થઈ જાય છે અને તેને એનીમિયા પણ કહેવામાં આવે છે. તેવામાં આપણે આયરનની માત્રા શરીરમાં વધારીને ઘટેલા હિમોગ્લોબિનને વધારી શકીએ છીએ. શરીરમાં બ્લડ ઓછું થવાથી રોગો સામે લડવાની ક્ષમતા આપણા શરીરની ઘટી જાય છે. જેના કારણે વ્યક્તિને કેટલાક રોગોનો સામનો કરવો પડે છે.નિષ્ણાંતોના કહેવા અનુસાર, જો નાના બાળકોમાં લોહીની ખામી થઈ જાય છે, તો તેનો માનસિક અને શારીરિક વિકાસ બરાબર થતો નથી અને જો સ્ત્રીમાં લોહીની ખામી થઈ જાય છે તો, તેને પીડિયડ્સ સમયસર આવતું નથી. એક શોધ અનુસાર પુરુષોની તુલનામાં સ્ત્રીઓમાં એનીમિયાનો પ્રોબ્લેમ વધારે જોવા મળે છે.

આ છે લોહીની ખામીના કારણ : પેટમાં ઇન્ફેકશન થવું, જમવામાં પોષણની ખામી થઈ જવી, વધારે માત્રામાં શરીરમાંથી લોહીનું વહી જવું, ગંભીર રોગના કારણે શરીરમાં લોહીનું ન બનવું.

લોહીની ખામીના લક્ષણ : જલ્દી થાક લાગવો, શરીરમાં નબળાઈ લાગવી, સ્કીનનો રંગ પીળો થઈ જવો, ભૂખ ઓછી લાગવી અથવા તો ન લાગવી, પગ અને હાથમાં સોજો આવી જવો.લોહીની ખામીને દૂર કરવાનાં ઉપાય : ડોક્ટરનું કહેવું છે કે, શરીરમાં લોહીની ખામી થવા પર આયરન, ફોલિક એસિડ અને વિટામિન-બીની ખામી થવા લાગે છે. તેથી ઘરેલુ ઉપાયો દ્વારા હેલ્દી ડાયટ અને સ્વસ્થ જીવનશૈલીને અપનાવીને લોહીની ખામીથી થતાં રોગોથી બચી શકાય છે. તો ચાલો જાણીએ તેના ઘરેલું અને આસાન ઉપાયો, જે વધુ અસરકારક સાબિત થશે.

1 ) 1 લીંબુને 1 ગ્લાસ પાણીમાં નીચવીને, તેમાં 1 ચમચી મધને ઉમેરો અને તેને પીવો. દરરોજ આમ કરવાથી લોહીની ખામીને દૂર કરી શકાય છે.
2 ) એનીમિયાના રોગમાં પાલક દવાની જેમ જ કામ કરે છે. પાલકમાં વિટામિન-એ, સી, બી 9, આયરન, ફાઈબર અને કેલ્શિયમ વધારે માત્રામાં હોય છે. પાલક એક જ વારમાં 20 ટકા આયરનને વધારે છે. પાલકનું સેવન તમે શાક અથવા તો સૂપના રૂપમાં પણ કરી શકો છો.3 ) લોહીને વધારવા માટે ઘરેલુ ઉપાયમાં ટમેટા ખુબ જ ઉપયોગી છે. તેજીથી લોહીને વધારવા માટે એક ગ્લાસ ટમેટાંનું જ્યુસ પીવું જોઈએ. આ સિવાય તમે ટમેટાનું સૂપ પણ પીય શકો છો અને જો તમે ચાહો તો, ટમેટા અને સફરજનનું જ્યુસ પણ પીય શકો છો.
4 ) શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવા માટે મખાનાનું સેવન પણ ખુબ જ ફાયદાકારક છે. તે ખુબ જ પૌષ્ટિક હોય છે. તેને બાફીને અથવા તો વાટીને સેવન કરી શકાય છે.

5 ) થોડા મધને અને 1 ગ્લાસ બીટના રસમાં મિક્ષ કરીને પીવાથી શરીરમાં આયરનની વધારે માત્રા મળે છે. જેનાથી લોહી બને છે.
6 ) સોયાબીનમાં વિટામિન અને આયરનની માત્રા વધારે હોય છે. એનીમિયાના રોગી માટે તેનું સેવન ખુબ જ ફાયદાકારક છે. સોયાબીનને બાફીને ખાય શકો છો.
7 ) થોડું સિંધાલુણ મીઠું અને થોડા કાળા મરીનો પાવડર દાડમના જ્યુસમાં મિક્ષ કરીને પીવાથી શરીરમાં આયરનની ખામીને દૂર કરી શકાય છે.8 ) ગોળની સાથે સીંગદાણા ખાવાથી શરીરમાં આયરનની માત્રા વધે છે.
9 ) હિમોગ્લોબિનને વધારવા માટે થોડા મીઠાને લસણની સાથે પીસી, તેની ચટણી બનાવી લો. આ ચટણીના સેવનથી હિમોગ્લોબિન વધે છે.
10 ) શરીરમાં લોહીની ખામીને દૂર કરવા માટે દૂધ અને ખજૂરનું સેવન પણ ખુબ જ ઉત્તમ માનવામાં આવે છે. આ ઉપાયને કરવા માટે રાત્રે સૂતાં પહેલા દૂધમાં ખજૂરને નાખો અને તેનું સેવન કરો. દૂધ પીવાની સાથે ખજૂર પણ ખાય લો.

એનીમિયાનો આયુર્વેદિક ઉપચાર : લોહીને વધારવા માટે ગિલોયનો રસ ઉત્તમ આયુર્વેદિક ઉપાય છે. તમે ઘર પર પણ ગિલોયનો રસ બનાવી શકો છો, અથવા તો તમે બજારમાંથી પણ લઈ શકો છો.હિમોગ્લોબિનને આવી રીતે વધારો : આંબળાનો રસ અને જાંબુના રસને એક માત્રામાં મિક્સ કરીને પીવાથી શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધે છે.
કાચા સિંઘોડા ખાવાથી શરીરમાં લોહીની ખામી પૂરી કરી શકાય છે અને તેનાથી શરીરમાં તાકાત પણ આવે છે.
મીઠા દૂધની સાથે પાકેલી કેરીના ગુડાને ખાવાથી પણ શરીરમાં હિમોગ્લોબિન વધે છે.
બે ચમચી તલને પાણીમાં પલાળી દો અને 2 થી 3 કલાક પછી પાણીમાંથી નિકાળીને પીસી લો અને એક પેસ્ટ તૈયાર કરી લો. હવે તેમાં એક ચમચી મધ નાખીને દિવસમાં બે વાર તેનું સેવન કરો. આ રીતથી શરીરમાં લોહી ખુબ જ ઝડપથી બને છે.

શરીરમાં લોહી વધારવા માટે આ ખાવ : શરીરમાં લોહીની ખામીને પૂરી કરવા માટે કેટલાક નિષ્ણાંતો આયરન અને વિટામિનની ટેબલેટ આપે છે અથવા તો સપ્લીમેંટ લેવાની સલાહ આપે છે. મેડિસિન સિવાય આપણે ડાયટમાં કેટલાક હેલ્દી ફૂડને શામિલ કરીને નેચરલ રીતથી લોહીની ખામીને દૂર કરી શકીએ છીએ.આ છે હિમોગ્લોબિન વધારવા માટેના ફૂડ : 1 ) સરસો, પાલક, લીલી કોથમીર અને ફુદીનાને તમારી ડાયટમાં સામેલ કરો.
2 ) ફળોમાં સફરજન, પપૈયું, ચીકુ, લીંબુ અને જમરૂખનું સેવન વધારે કરો.
3 ) પિસ્તા અને અખરોટ જેવા ડ્રાય ફ્રૂટ ખાવાથી પણ આયરનની માત્રા વધે છે.

4 ) મુનક્કા, કિશમિશ, અનાજ, ગાજર અને કઠોળને તમારી ડાયટમાં સામેલ કરો. દરરોજ તેને ખાવાથી લોહી વધે છે.
5 ) મગ, ચણા, મઠ અને ઘઉંને અંકુરિત કરીને તેમાં લીંબુને ઉમેરીને સવારે નાસ્તામાં ખાવો. સવારે ખાલી પેટ ખાવાથી શરીરને જરૂરી તત્વો મળે છે, જેથી એનીમિયાના ઉપચારમાં મદદ મળે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment