ટોઇલેટ સીટ પર જામી ગયેલા પેશાબના પીળા દાગ 2 મીનીટમાં થઇ જશે સાફ અજમાવો આ સરળ રીત ગંદામાં ગંદુ ટોયલેટ બની જશે ચોખ્ખું ને ચમકદાર.

મિત્રો આપણા ઘરની સ્વચ્છતા જાળવવી એ આપણી ફરજ છે. આ માટે આપણે દરરોજ ઘરને સાફ રાખવા માટે અનેક પ્રોડક્ટનો ઉપયોગ કરીએ છીએ. જો કે ઘરની સફાઈ એ આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. કારણ કે જો ઘર ગંદુ હશે તો બીમારી તરત જ ફેલાઈ જશે. આથી જ તમારે ઘરના ટોઇલેટ અને બાથરૂમ સાફ રાખવા જોઈએ. નહિ તો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. આમ જો તમારા ટોઇલેટમાં પીળા નિશાન થઇ ગયાં છે તો તમારે તેને તરત જ દુર કરવા જોઈએ. આજે અમે તમને આ લેખમાં આ પીળા નિશાન દુર કરવાના કેટલાક પ્રયોગો વિશે જણાવીશું. 

સેલ્ફ હાઇજિન સૌથી વધારે જરૂરી હોય છે અને કહેવામા આવે છે કે, સૌથી વધારે વાઇરસ અને ઇન્ફેક્શન આપણા બાથરૂમ અને ટોઇલેટથી જ થાય છે. જેનું સાફ-સૂથરું રહેવું ખૂબ જરૂરી હોય છે. પરંતુ સામાન્ય રીતે એવું થાય છે કે, ટોઇલેટની સીટ પર યુરીનના પીળા નિશાન એવી રીતે પડી જાય છે કે તેને દૂર કરવામાં પરસેવો વળી જાય છે. એસિડ, ફિનાઇલ, હારપિક બધુ ઉપયોગમાં લીધા છતાં પણ તે નિશાન દૂર થતાં નથી. એવામાં આજે અમે તમને જણાવીશું અમુક એવી ટિપ્સ જેનાથી તમે ટોઇલેટ સીટ પર પડેલા ગંદા નિશાનોથી છુટકારો મેળવી શકો છો.સિરકા:- રસોડામાં ઉપયોગમાં આવતું સિરકા માત્ર રસોઈનો સ્વાદ જ નથી વધારતું, પરંતુ તે સારા ક્લીનિંગ એજંટના રૂપમાં પણ કાર્ય કરે છે. તેનો ઉપયોગ તમે ટોઇલેટ સીટ પર પડેલા ડાઘ દૂર કરવા માટે કરી શકો છો. તે માટે સિરકાને એક સ્પ્રે બોટલમાં ભરી લો અને સીધા ટોઇલેટ સીટ પર ગંદા જિદ્દી ડાઘ પર છાંટી લો. તેને એક-બે કલાક માટે એમ જ છોડી દો પછી નોર્મલ ક્લીનરથી ટોઇલેટ સીટ સાફ કરી લો. 

નાના બ્રશનો ઉપયોગ કરવો:- ટોઇલેટ સાફ કરવા માટે મોટા ભાગના લોકો મોટા બ્રશનો ઉપયોગ કરતાં હોય છે. જેનાથી મોટા-મોટા ડાઘ તો દૂર થઈ જાય છે પરંતુ જે નાના જિદ્દી ડાઘ હોય છે તે દૂર થતાં નથી. તે માટે તમે ટોઇલેટ સીટ સાફ કરવા માટે જૂના ટૂથબ્રશનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તે સરળતાથી સાફ થઈ જાય છે. સોડા:- હા, સોડા પણ સારા એવા ક્લીનિંગ એજંટના રૂપમાં કાર્ય કરે છે. તે માટે થોડો સોડા પાણીમાં મિક્સ કરીને તેની પેસ્ટ તૈયાર કરો. પછી તેને ટોઇલેટ સીટ પર પડેલા જિદ્દી ડાઘ પર લગાડીને 1 થી 2 કલાક માટે છોડી દો. તેને બ્રશની મદદથી સાફ કરો અને જુઓ કેવી રીતે ટોઇલેટ સીટ ચમકી જાય છે. 

બોરેક્સ અને લીંબુનો રસ:- જો તમારી ટોઇલેટ સીટ પર કઠોર પાણીના ડાઘ, પેશાબના ડાઘ, કાટના નિશાન પડી ગયા હોય તો, તમે બોરેક્સ અને લીંબુના રસનો ઉપયોગ કરીને તેને સાફ કરી શકો છો. તે માટે એક ભાગ લીંબુનો રસ લો અને તેમાં બે ભાગ બોરેક્સ પાવડર મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. ટોઇલેટના કોઈ પણ ડાઘ પર પેસ્ટ લગાવો અને તેને લગભગ 2 કલાક માટે છોડી દો. ત્યાર બાદ તેને સાફ કરી લો. 

ડિસઇન્ફેક્ટ કરવાનું ન ભૂલવું:- તમે અઠવાડિયામાં એક થી બે વખત ટોઇલેટની સફાઈ તો કરતાં જ હશો. પરંતુ તેને ડિસઇન્ફેક્ટ કરવાનું ક્યારેય ન ભૂલવું જોઈએ. તે માટે તમે એક સારા ડિસઇન્ફેક્ટરનો ઉપયોગ કરી શકો છો અથવા તમે ચાહો તો, અઠવાડીયામાં એક વખત ટોઇલેટને ડેટોલથી પણ સાફ કરી શકો છો. આમ ઘરમાં ટોઇલેટનું સાફ રહેવું ખુબ જરૂરી છે. નહિ ઘરમાં બીમારી ફેલાઈ શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment