વૃદ્ધ થતી જાય છે આ સુંદર બોલીવુડ અભિનેત્રીઓ…. છતાં હજુ લગ્ન કરવાનું નામ નથી લેતી

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

વૃદ્ધ થતી જાય છે આ સુંદર બોલીવુડ અભિનેત્રીઓ…. છતાં હજુ લગ્ન કરવાનું નામ નથી લેતા….

મિત્રો આપણા હિંદુ સમાજમાં લગ્ન એક ઉત્સવની સાથે સાથે એક રીવાજ છે જે નાના મોટા, ગરીબ ધનવાન કોઈ પણ હોય તે દરેક નિભાવતા હોય છે. એક વાર તે પોતાના જીવનમાં લગ્ન કરીને પોતાની જિંદગી વસાવતા હોય છે અને તેવી જ રીતે બોલીવુડમાં અભિનેતાઓ અને અભિનેત્રીઓ વગેરે પણ અમુક સમયે લગ્ન કરીને પોતાની લાઈફ સેટ કરતા હોય છે.

મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે કે બોલીવુડમાં એવી ઘણ સુંદર અને પ્રખ્યાત અભિનેત્રીઓ છે જેમણે હજુ સુધી લગ્ન કર્યા જ નથી. એટલું જ નહિ પરંતુ મિત્રો તેની ઉંમર પણ 40 ની ઉપર થઇ ગઈ છે પરંતુ હજુ સુધી તેમણે લગ્ન કરવા ઉપર કંઈ વિચાર્યું પણ નથી. આજે અમે તમને એવી જ બોલીવુડ અભિનેત્રીઓ વિશે વાત કરવા જઇ રહ્યા છીએ.

તેમાં સૌથી પહેલા આવે છે ચાર્મિંગ, સુંદર અને માસુમ ચહેરો ધરાવતી અભિનેત્રી અમીશા પટેલ. મિત્રો તમે બધા સુંદર અભિનેત્રી અમીશા પટેલને તો ઓળખતા જ હશો. જેણે ગદર ફિલ્મમાં પોતાની સુંદર અને અદ્દભુત અદાકારીનો નમુનો બતાવ્યો હતો. ત્યાર બાદ તેણે ફિલ્મ કહો ના પ્યારથી બોલીવુડ અને દર્શકોના દિલમાં પોતાની જગ્યા બનાવી હતી. આ સમયે તેની પાસે કોઈ ફિલ્મ નથી પરંતુ તે તેના અફેરના કારણે ક્યારેક ચર્ચામાં રહે છે. આજે તેની ઉંમર આજે 45 વર્ષની થઇ ગઈ છે પરંતુ હજુ સુધી તેમનો લગ્નનો કોઈ વિચાર નથી.

ત્યાર બાદ છે પોતાના દમદાર અભિનયથી લોકોની આકર્ષિત કરતી અભિનેત્રી તબ્બુ. તબ્બુને લગભગ બધા જ ઓળખતા હોય છે. તેમની ઉંમર 47 વર્ષની થઇ ગઈ છે. જે ઉમરે સામાન્ય વ્યક્તિના ઘરે પોતાના બાળકો રમતા થઇ ગયા હોય પરંતુ તબ્બુએ હજુ સુધી લગ્ન નથી કર્યા. મિત્રો આજે તબ્બુ 47 વર્ષની થઇ ગઈ છે. પરંતુ સુંદરતા અને ફિટનેસમાં તે આજની નવી હિરોઈનથી કમ નથી. તબ્બુએ અજય દેવગન સાથે ઘણી સુપર હીટ ફિલ્મો આપી છે અને એવું પણ ચર્ચામાં રહ્યું હતું કે તબ્બુ અજય દેવગનને એક પ્રેમ કરતી હતી. તેમની ફિલ્મો દર્શકો દ્વારા ખુબ પસંદ કરાઈ છે અને આજે પણ તે બોલીવુડમાં સારી અને સુપર હીટ ફિલ્મો આપી રહી છે.

આ લીસ્ટમાં ત્રીજું નામ આવે છે મિસ ઇન્ડિયા રહી ચૂકેલ સુંદર અભિનેત્રી સુષ્મિતા સેન. તે 1994 માં પહેલી વાર મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો અને તે જ કારણથી તે ચર્ચામાં રહી. ખાસ વાત તો એ છે કે મિસ ઇન્ડીયાના ખિતાબમાં તેની સાથે ટક્કર આપતી અભિનેત્રી હતી ઐશ્વર્યા રાઈ. પરંતુ તેમણે ઐશ્વર્યાને પાછળ છોડતા આ ખિતાબ જીત્યો હતો. ફિલ્મ સિર્ફ તુમ ના દિલબર દિલબર હીટ સોંગ બાદ તેને સફળતા મળી હતી. તેમણે સલમાનની એક ફિલ્મ બીવી નંબર વનમાં બીજી પત્નીનો રોલ નિભાવ્યો હતો અને તે તેમની પહેલી સફળ ફિલ્મ રહી હતી. ત્યાર બાદ તેમણે ઘણી હીટ ફિલ્મો આપેલી છે. આજે સુષ્મિતા સેનની ઉંમર 43 વર્ષની થઇ ચુકી છે પરંતુ હજુ સુધી તેણે લગ્ન કર્યા નથી.

તો મિત્રો આ હતી એવી ત્રણ અભિનેત્રી કે જે છે તો ખુબ સુંદર અને સફળ પરંતુ ઉમરના હિસાબથી જોઈએ તો તેમના લગ્ન થઇ જવા જોઈએ પરંતુ હજુ સુધી તેમણે લગ્ન કર્યા નથી. તો મિત્રો કોમેન્ટ દ્વારા જણાવો કે તમારા મત મુજબ લગ્નની સાચી ઉંમર કંઈ છે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment