આ 8 આયુર્વેદિક જડીબુટ્ટી આંતરડાની ગંદકી સાફ કરવામાં છે 100% અસરકારક… પેટ અને શરીર પણ થઈ જશે એકદમ સાફ અને સ્વસ્થ…

આપણા શરીરમાં આંતરડાને બીજું મસ્તિષ્ક કહેવામાં આવે છે તેમાં હાડકાથી વધુ નેયુરોન્સ હોય છે. આંતરડાનું કાર્ય આપણા સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. તે ભોજન પચાવવાની સાથે સાથે શરીરના બીજા ઘણા બધા કાર્ય પણ કરે છે એવામાં આંતરડાનું હેલ્ધી રહેવું ખૂબ જ જરૂરી છે. તેની સાથે તેની સાફ-સફાઈનું પણ ધ્યાન રાખવાની ખૂબ જ જરૂર પડે છે જેથી આંતરડામાં કોઇ પણ પ્રકારનું ઇન્ફેક્શન થાય નહીં. 

આંતરડાની સફાઈ માટે લોકો અલગ-અલગ પ્રકારના ડિટોક્સ વોટરનું સેવન કરે છે. તેનાથી લોકોને ફાયદા તો ઘણા બધા થાય છે. આયુર્વેદમાં પણ અમુક એવી જડીબુટ્ટીઓ ઉપસ્થિત છે જેનાથી આપણે આપણા આંતરડાની સફાઈ કરી શકીએ છીએ. આયુર્વેદાચાર્ય જણાવે છે કે શરીરમાં મેટાબોલિઝમને વધારો આપવા અને અંદરથી સ્વસ્થ રહેવા માટે આંતરડાની સફાઈ રાખવી ખૂબ જ જરૂરી છે. આંતરડાની સફાઈ માટે આપણે આયુર્વેદિક ઉપાયો પણ અજમાવી શકીએ છીએ. તેનાથી આપણને ઘણા બધા ફાયદા થઈ શકે છે આવો આપણે જાણીએ તે આયુર્વેદિક ઉપચાર વિશે.

1) જીરુ : જીરુંનો ઉપયોગ દરેક મહિલા પોતાના ઘરમાં કરે છે અને તે ખૂબ જ સારી રીતે આપણા શરીરનું કાર્ય પણ કરે છે. જીરાની તાસીર એકદમ ઠંડી માનવામાં આવે છે તે સિવાય તે બીજા ઘણા બધા ઘરેલૂ નુસખામાં પણ કામ લાગે છે અને તેનો ઉપયોગ કરવાની પણ સલાહ આપવામાં આવે છે. જીરુ આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમને ખૂબ જ સારી બનાવે છે અને ભોજનને ખૂબ જ જલ્દી પચાવવામાં મદદ કરે છે. જીરૂમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરીનો ગુણ ઉપસ્થિત હોય છે જે પેટ ફૂલવાનું અને પેટમાં થતા દુખાવા માટે રાહત અપાવી શકે છે. જો તમે તમારા આંતરડાને હેલ્ધી રાખવા માંગો છો તો જીરાનું પાણી પીવો. જીરાનું પાણી પીવાથી આપણું પાચનતંત્ર મજબૂત થાય છે અને તેની સાથે જ આંતરડાની ખૂબ જ સારી રીતે સફાઈ થાય છે. જો તમને આંતરડાને લગતી કોઈપણ તકલીફ છે જેમ કે આંતરડામાં ઇન્ફેકશન, સંક્રમણ તો તમે તમારી સમસ્યાને જીરાનું પાણી પીને દૂર કરી શકો છો.

2) ગિલોય : આયુર્વેદમાં ગિલોયનું ખૂબ જ મહત્વ છે. તેમાં ઉપસ્થિત ગુણ આપણા લોહીને શુદ્ધ કરવામાં ખૂબ જ અસરદાર સાબિત થાય છે. તેની સાથે જ તે શરીરમાં ઉપસ્થિત હાનિકારક બેક્ટેરિયા સામે લડવાનું પણ કામ કરે છે. ગિલોયમાં એન્ટી ઓક્સિડેન્ટ ગુણ ઉપસ્થિત હોય છે. જે આપણી રોગપ્રતિકારક શક્તિને યોગ્ય કરવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. તેની સાથે જ તે આપણા પાચનને પણ મજબૂત બનાવે છે. તેવી પરિસ્થિતિમાં જો તમે આંતરડાની સફાઈ કરવા માંગો છો તો ગિલોયનો કાઢો અથવા તેના અર્કનું સેવન કરી શકો છો. તેનું સેવન કરતા પહેલા એક વખત એક્સપર્ટની સલાહ જરૂર લો.

3) મેથી : ભારતીય મસાલાઓમાં મેથીનું ખૂબ જ મહત્વ છે. તે સ્વાદે ભલે કડવી હોય છે પરંતુ તેના ગુણ ખૂબ જ સારા હોય છે. આયુર્વેદાચાર્ય જણાવે છે કે મેથીને એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબરનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. મેથીમા પ્રાકૃતિક રૂપથી આપણું ભોજન પચાવવાની શક્તિ ઉપસ્થિત હોય છે, મેથીનો ઉપયોગ કરવાથી આપણા શરીરમાં પ્રાકૃતિક રૂપથી શરીરનો ઝેરી કચરો બહાર નીકળી જાય છે તે સિવાય મેથીના બીજમાં સ્નેહ ગુણ પણ હોય છે. જે પેટ અને આંતરડાના પડને શાંત કરે છે. જો તમે આંતરડાની સફાઈ કરવા માંગો છો તો દરરોજ સવારે ખાલી પેટ મેથીનું પાણી પીવો. તેનાથી આંતરડાંની ખૂબ જ સારી રીતે સફાઈ થશે અને આપણું વજન પણ ઓછું થશે તથા પેટમાં થતી કોઈપણ તકલીફને દૂર કરશે.

4) આમળા : શિયાળાની ઋતુમાં આમળાં ખૂબ જ સારા મળે છે અને આમળાને એક સુપર ફ્રૂટ પણ માનવામાં આવે છે. આયુર્વેદમાં હજારો વર્ષથી આમળાનો ઉપયોગ કરવામાં આવે છે. આમળા આપણા શરીરને પ્રાકૃતિક રૂપથી વિટામીન સી આપે છે. જે આપણા પાચન માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. ખાસ કરીને આમળાનું સેવન આપણા શરીરનો ઝેરી કચરો દૂર કરવા માટે કરવામાં આવે છે. તે આંતરડામાં ઉપસ્થિત બેક્ટેરિયા અને સંક્રમણને દૂર કરવામાં આપણી મદદ કરે છે. આમળાનો જ્યુસ તેનો અર્ક પાવડર અથવા કોઈપણ રૂપમાં તેનું સેવન આપણા માટે ખૂબ જ લાભદાયક સાબિત થઇ શકે છે. આમળાથી આપણા શરીરનું પીએચ લેવલ બેલેન્સમાં રહે છે. તેની સાથે જ તે આપણા સ્વાસ્થ્યને પણ સારું રાખે છે તે આંતરડાંની સમસ્યા દૂર કરવામાં અસરકારક સાબિત થઇ શકે છે અને તેનાથી સંપૂર્ણ શરીરને સ્વસ્થ રાખી શકાય છે આંતરડાની સફાઈ માટે તમે દરરોજ એક ચમચી આંબળાનો જ્યુસ પી શકો છો.

5) આદુ : આપણા શરીરના પાચન માટે આદુને ખૂબ જ સારુ માનવામાં આવે છે. તે પેટની સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે. એક્સપર્ટ જણાવે છે કે આદુના ઉપયોગથી પેટમાં થતા દુખાવાને દૂર કરી શકાય છે. આદુમાં ઉપસ્થિત રાસાયણિક પાચક ગુણ હોય છે. તેની સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. જો તમે આંતરડાને યોગ્ય રીતે સફાઇ કરવા માંગો છો તો દરરોજ સવારે આદુની ચાનું સેવન કરો. પરંતુ તેનું સેવન સંતુલિત માત્રામાં કરવું જોઈએ. કોઈ પણ ગંભીર પરિસ્થિતિમાં આદુનું સેવન કરતાં પહેલાં એક્સપર્ટની સલાહ જરૂર લો.

6) હળદર : ભારતીય ઘરમાં જમવાનું તૈયાર કરવા માટે હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને શાકભાજીમાં હળદર જરૂરથી નાખવામાં આવે છે. હળદર ન માત્ર ખાવાના સ્વાદને વધારે છે પરંતુ તેનાથી આપણું શરીર પણ ખૂબ જ સ્વસ્થ રહે છે. હળદરમાં એન્ટી-ફંગલ, એન્ટીવાયરલ અને એન્ટી-ઓક્સિડેન્ટ ગુણ ઉપસ્થિત હોય છે. તેની સાથે જ તેમાં એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણ પણ જોવા મળે છે. જે આંતરડાના સોજાને ઓછો કરી શકે છે. આયુર્વેદમાં હળદરનો ઉપયોગ ઘણી બધી તકલીફોને દૂર કરવા માટે કરી શકાય છે. આંતરડાની સફાઈ કરવા માટે તમે હળદરની ચા અથવા તો હળદરનો કાઢો બનાવીને પી શકો છો.

7) અશ્વગંધા : આંતરડાની સફાઈ માટે આયુર્વેદિક ઔષધિના રૂપમાં અશ્વગંધાનો ઉપયોગ કરી શકાય છે. તેમાં સોજો ઓછો કરવાના ગુણ જોવા મળે છે. જે આપણે શારીરિક સમસ્યાઓને દૂર કરી શકે છે આંતરડાની સફાઈ માટે અશ્વગંધાનો ઉપયોગ કરતા પહેલા એક વખત એક્સપર્ટની સલાહ જરૂર લેવી જોઈએ.

8) લસણ : આંતરડાની સમસ્યા માટે અને તેની સફાઈ કરવા માટે તમે લસણનો ઉપયોગ કરી શકો છો. લસણ લગભગ દરેક ઘરમાં જોવા મળે છે અને તે ખૂબ જ ગુણકારી પણ હોય છે. લસણમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે, જે આપણા શરીરમાં રહેલા બેકટેરિયાને નષ્ટ કરવામાં અને આપણા આંતરડાની સમસ્યાઓને પણ દૂર કરે છે. જો તમે આંતરડાની સફાઈ કરવા માંગો છો તો દરરોજ સવારે ખાલી પેટે એક થી બે લસણની કળીનું સેવન કરો.

આંતરડાની સફાઈ કરવા માટે આયુર્વેદિક જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ તેનો ઉપયોગ કરતા પહેલા એક વખત ડૉક્ટર અથવા આયુર્વેદાચાર્ય પાસેથી જરૂરી સલાહ લો. જેથી તમને યોગ્ય માત્રાની જાણકારી મળે અને કોઈપણ પ્રકારની ગંભીર પરેશાની અને તકલીફ હોય તો તમને સારી સલાહ આપી શકે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment