શરીરમાં સોજા, પથરી, ઇન્ફેકશન, વજનની સમસ્યા સહિત બ્લડ શુગર કંટ્રોલ કરવાનો જોરદાર મફત ઘરેલું ઉપચાર…

ભારતીય રસોડામાં ઉપયોગમાં લેવાતા મસાલા આપણા ભોજનને સ્વાદ આપે છે અને તેની સાથે જ તે મસાલા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. આપણા ભોજનમાં અમુક મસાલા એવા હોય છે ગંભીરમાં ગંભીર બીમારીને પણ યોગ્ય કરવા માટે અસરદાર સાબિત થાય છે અને આ મસાલાઓમાં ઘણા બધા મસાલા સામેલ છે જેમ કે મરી, લવિંગ, તમાલપત્ર, જાવંત્રી, બાદિયા, સ્ટાર ફુલ વગેરે. 

આજે આપણે વાત કરીશું તમાલપત્રની જેનો ઉપયોગ કરવાથી ઘણી બધી વાનગીનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. તમાલ પત્રમાં કોપર, એન્ટિઓક્સિડન્ટ, કેલ્શિયમ અને આયર્ન ભરપૂર માત્રામાં જોવા મળે છે. ત્યારે તમાલપત્રનું પાણી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદાચાર્ય જણાવે છે કે તમાલપત્રના પાણીથી બનાવેલ ચાનું સેવન કરવાથી આપણા શરીરની વધારાની ચરબી દૂર થાય છે, તેની સાથે આપણને ઘણા બધા સ્વાસ્થ્યવર્ધક ફાયદા પણ થાય છે. આજે આપણે આ લેખમાં તમાલપત્રના પાણીથી તમારા સ્વાસ્થ્યને થતા લાભ વિશે જાણીશું.

1) વજન ઓછું કરે : તમાલપત્રના પાણીનું સેવન આપણા શરીરની ચરબીને દૂર કરવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. તમાલપત્રનું પાણી તમે ઈચ્છો તો સવારે જમતા પહેલા બપોરે જમ્યા બાદ અને રાત્રે જમવાના એક બે કલાક પહેલા લઈ શકો છો. તમાલપત્રના પાણીનું સેવન કરવાથી તમારી ચરબી ઘણા હદ સુધી ઓછી થઇ શકે છે. પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમાલ પત્રનું પાણી સામાન્ય ગરમ હોય. તેનાથી આપણા શરીરની ચરબી ઓછી થઇ શકે છે.

2) ઇન્ફેક્શન દૂર કરે : તમાલપત્ર વિટામિન સી ભરપૂર હોય છે અને તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ પણ જોવા મળે છે. જે ઈન્ફેક્શનથી બચાવવામાં આપણી મદદ કરે છે. શિયાળામાં નિયમિત રૂપથી તમાલપત્રના પાણીનું સેવન કરવાથી શરદી ઉધરસ જેવી તકલીફ દૂર થઈ જાય છે.

3) બ્લડશુગરને નિયંત્રિત કરે : તમાલપત્રના પાણીનું સેવન કરવાથી તમે બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખી શકો છો. તમાલપત્રમાં ફાઈટોકેમિકલ્સ જોવા મળે છે, જે ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં તમારી મદદ કરે છે. શિયાળામાં તમાલપત્રનો સામાન્ય ગરમ પાણી પીવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.

4) શરીરના સોજાને ઓછો કરે : તમાલપત્રમાં સિનેઓલ ઉપસ્થિત હોય છે જે સોજા સામે લડવામાં તમારી મદદ કરી શકે છે. જો તમે નિયમિત રૂપે તમાલપત્રનું પાણી પીવો છો તો તમારા શરીરમાં સોજો દૂર કરી શકાય છે. તેની માટે તમારે દરરોજ બે વખત તમાલપત્ર સામાન્ય ગરમ પાણી પીવું જોઇએ તેનાથી તમને ખૂબ જ લાભ થાય છે.

5) પથરીની તકલીફમાં લાભ મળે : તમાલ પત્રનું પાણી પથરીની તકલીફમાં બચાવ કરી શકાય છે. પથરીની તકલીફ થાય ત્યારે તમાલપત્ર અને પાણીમાં ઉકાળો ત્યારબાદ તેને ઠંડુ થવા દો, હવે તેનું દિવસમાં બેથી ત્રણ વખત સેવન કરો. આમ કરવાથી પથરીની તકલીફમાં ઘણો બધો લાભ મળે છે.

6) ઊંઘ સારી આવે : જે વ્યક્તિને અનિદ્રાની તકલીફ હોય તેમને તમાલપત્રના પાણીનું સેવન કરવું જોઇએ. તેની માટે રાત્રે ભોજન કર્યાના અમુક કલાક પછી તમાલપત્રનું પાણી પીવું તેનાથી ખૂબ લાભ થશે.

તમાલપત્રનુ પાણી તૈયાર કરવાની સામગ્રી અને રીત : પાણી બે કપ, તમાલપત્ર બે થી ત્રણ, તજ પાવડર અડધી ચમચી.
સૌપ્રથમ એક પેનમાં પાણી નાખો અને તેને સારી રીતે ઉકળવા દો ત્યારબાદ તેમાં તમાલપત્રના પાન નાખો. જ્યારે પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે ગેસ બંધ કરીને તેમાં તજનો પાવડર નાખવો. જ્યારે આ પાણી થોડા સમય પછી ઠંડુ થઈ જાય ત્યારે તેને કપમાં ગાળીને કોફીની જેમ પીવો.

તમાલ પત્રનું પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી સાબિત થઇ શકે છે પરંતુ જો તમને કોઈ પણ પ્રકારની તકલીફ છે તો તેનું સેવન કરતા પહેલા એક વખત ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ તથા કોઈ પણ વસ્તુનુ અધિક માત્રામાં સેવન કરવાથી દૂર રહો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment