આપણા બાળકના ભવિષ્ય માટે આપણે હંમેશાં કંઈક ને કંઈક વિચારતા જ રહીએ છીએ. અને તેમાં પણ બાળક ભવિષ્યમાં જઈને શું કરશે અને તેની વ્યવસ્થા આપણે કંઈ રીતે કરીશું તેનો પણ પ્લાન આપણે કરતા જ રહીએ છીએ. તો પોતાના બાળકના ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આપણે યોજના શરૂ કરી શકીએ છીએ.
જેમાં ઘણા બધા વિકલ્પો હોય છે જેની મદદથી તમે તમારા બાળકના ભવિષ્યના ખર્ચાના હિસાબથી બચત કરી શકો છો. તમે બાળકો માટે અથવા તેમના નામ પર બચત શરૂ કરી શકો છો. કયા વિકલ્પને પસંદ કરવામાં આવે તે એ વાત પર નિર્ભર કરે છે કે, તમે તમારા બાળકોને કેવી જરૂરિયાત માટે રૂપિયા રોકી રહ્યા છો. અહી અમે તમને જણાવી રહ્યા છીએ એવા જ ચાર વિકલ્પો વિશે જ્યાં તમે તમારા બાળક માટે બચત શરૂ કરી શકો છો.
FD ફિક્સ ડિપોઝિટ : રોકાણ માટે ફિક્સ ડિપોઝીટ એક સામાન્ય અને ખુબ જ લોકપ્રિય વિકલ્પ છે. તમે બાળકોના નામ ઉપર ડિપોઝિટ કરી શકો છો ડિપોઝિટની સૌથી સારી વાત એ છે કે, આપણે જરૂરિયાતના સમયે તેમાંથી પૈસા આસાનીથી ઉઠાવી શકીએ છીએ. બાળકોના માતા-પિતા અથવા કાનૂની માતા પિતા જો ઇચ્છે તો ઓછામાં ઓછા 1000 રૂપિયાથી FD શરૂ કરાવી શકે છે. અલગ અલગ બેંકમાં FD નું વ્યાજ દર અલગ અલગ જોવા મળે છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના : જો તમે બાળકીના માતા પિતા છો તો તેની માટે સુકન્યા સમૃદ્ધિ યોજના ખૂબ જ સારા રોકાણ વિકલ્પોમાંથી એક છે. આ યોજનામાં 0 થી 10 વર્ષની ઉંમર સુધીની છોકરીઓના નામ માતા-પિતા અથવા કાનૂની વાલી ખાતું ખોલાવી શકે છે. હવે તેની ઉપર 7.6 ટકા વ્યાજ મળી રહ્યું છે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વર્ષના 250 રુપીયાથી લઈને 1.50 લાખ રૂપિયા સુધી તમે જમા કરાવી શકો છો. આ યોજનામાં રોકાણ કરવા માટે ઇન્કમટેક્સના સેક્શન 80સી ઉપર આપણને તેમાં કપાત પણ મળે છે. તો તમે આ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ જરૂરથી કરી શકો છો.
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ 15 વર્ષ માટે જ હોય છે બાળકીના 21 વર્ષ પૂરા થાય અથવા તો બાળકીના લગ્ન થાય ત્યારે આ સ્કીમ પૂરી થઈ જાય છે. તેમાં આપણું રોકાણ 15 વર્ષ સુધી જ હોય છે 15 વર્ષથી લઈને 21 વર્ષની વચ્ચેના આ સમયગાળામાં તે સમયનો વ્યાજદરના હિસાબથી પૈસા ઉમેરાતા રહે છે.
પી પી એફ PPF : બાળકના સારા ભવિષ્ય માટે પીપીએફ પણ એક સારો વિકલ્પ છે. તેને બાળકોના નામ ઉપર અથવા તો માતા-પિતા તથા કાનૂની વાલી ખોલાવી શકે છે. પીપીએફ ઉપર ઉપસ્થિત વ્યાજ દર 7.1 ટકા છે તેનું મેચ્યોરિટી પિરિયડ 15 વર્ષનો છે. અને તેમાં વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા રોકાણ કરી શકાય છે. પણ 500 રુપિયાથી પીએફનું ખાતું ખોલાવી શકાય છે પંદર વર્ષ પુરા થયા બાદ એકાઉન્ટને પાંચ-પાંચ વર્ષ અનુસાર આગળ વધારી શકાય છે પી પી એફ માં જમા કરાવતા રૂપિયા આપણને મળતા વ્યાજ અને મેચ્યોરિટી ઉપર મળતી રકમ આ ત્રણેય ટેક્સ ફ્રી છે.
મ્યુચ્યુઅલ ફંડ્સ : તમે ઇચ્છો તો તમારા બાળક માટે મ્યુચ્યુઅલ ફંડ પણ ખરીદી શકો છો. તેમાં એસઆઈપીના દ્વારા આપણે હપ્તાઓમાં રોકાણ કરી શકાય છે. પરંતુ ધ્યાન રાખવું કે મ્યુચ્યુઅલ ફંડ બજાર જોખમોથી ભરેલું હોય છે. કોઈની પણ દેખાદેખીમાં તમારે રોકાણ કરવું જોઇએ નહીં. પરંતુ તે વિશે સંપૂર્ણ જાણકારી મેળવ્યા બાદ જ તમારે રૂપિયાનું રોકાણ કરવું જોઈએ પોતાની જરૂરીયાતના હિસાબથી તમે કયા ફંડમાં રોકાણ કરવાનું છે તે પ્રમાણે તમે કરો. જો તમે જાતે નિર્ણય કરી શકતા નથી તો કોઈ પણ નાણાકીય સલાહકારની મદદ લઈ શકો છો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી