આ ચાર વસ્તુનું સેવન ડાયાબિટીસ દર્દીઓ માટે છે વરદાનરૂપ, ગમે એટલું ખાય ક્યારેય નહિ વધે બ્લડ શુગર…

ઘણા બધા અધ્યયનમાં એ વાત સામે આવી છે કે, આપણે નાસ્તો કરીએ છીએ ત્યારે આપણા શુગર લેવલને નિયંત્રિત કરવામાં અને ઈન્સ્યૂલિન પ્રતિરોધક શક્તિને ઘટાડવામાં મદદ મળે છે. પરંતુ ખાવાના યોગ્ય સમય જાણવા સિવાય આપણને એ પણ જાણકારી હોવી જોઈએ કે, બ્લડ શુગર લેવલને ઓછું કરવા માટે આપણે નાસ્તામાં શું ખાવું જોઈએ.

ડાયાબિટીસ એક એવી પરિસ્થિતિ છે, જેનો આજે પણ કોઈ જ ઇલાજ નથી. જો આપણું બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં ન રહે તો તે સમય જતાં વધુ ગંભીર થઈ શકે છે. જ્યારે પણ ડાયાબિટીસના નિદાનની વાત આવે છે ત્યારે ટાઈપ ટૂ ડાયાબિટીસ એક એવી સ્થિતિ છે તેને વિશ્વ સ્તર ઉપર લોકોને પ્રભાવિત કર્યા છે. અને જો તેને સમય જતાં મેનેજ ન કરવામાં આવે તો તે આપણા જીવન માટે જોખમકારક થઈ શકે છે.

ઘણા અધ્યયનમાં સામે આવ્યું છે કે, નાસ્તો કરવાથી બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં અને ઇન્સ્યુલિનની પ્રતિરોધ શક્તિને ઓછી કરવામાં મદદ મળે છે પરંતુ આપણને જો નાસ્તામાં શું ખાવું જોઈએ તેની જાણકારી ન હોય તો આપણે કંઈ જ કરી શકતા નથી. આજે અમે તમને નાસ્તામાં લેવાતા એવા ચાર સ્વસ્થ વિકલ્પો વિશે જણાવશું. જે ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ શુગર લેવલને ઓછું કરવામાં મદદ કરી શકે છે.

ટાઈપ 2 ડાયાબિટીસ વાળા વ્યક્તિએ લેવું જોઈએ લો કાર્બ ડાયેટ : વિશેષજ્ઞ જણાવે છે કે, ટાઈપ ટૂ ડાયાબિટીસની સ્થિતિમાં દર્દીનું શરીર ગ્લુકોઝની ઊર્જા તોડવા માટેની ક્ષમતા લગભગ ખલાસ થઈ જાય છે. અને બ્લડ શુગરનું લેવલ વધી જાય છે વિશેષજ્ઞ શરૂઆતથી જ ટાઇપ 2 ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા માટે ઓછા કાર્બોહાઈડ્રેટ વાળા આહારનું સેવન કરવાની સલાહ આપે છે. એવા પ્રકારના આહાર જે ખાસ કરીને પ્રોટીન હેલ્ધી ફેટ વિટામિન્સ અને બીજા માઇક્રોન્યુટ્રિએન્ટથી ભરપુર હોય. આ પ્રકારના આહાર લેવાથી આપણને ટાઈપ 2 ડાયાબિટીસમાંથી છુટકારો મળે છે.

મલ્ટીગ્રેઈન ટોસ્ટનો વિકલ્પ પસંદ કરો : ઘણા બધા દેશો અને સંસ્કૃતિમાં લોકો નાસ્તામાં ટોસ્ટ ખાવાનું ખૂબ જ પસંદ કરે છે. જ્યારે તેમાં ખાંડની માત્રા ખૂબ જ વધુ હોય છે તેથી જ વિશેષજ્ઞ મલ્ટીગ્રેઇનની વેરાઈટીથી બનતા ટોસ્ટની પસંદગી કરવાની સલાહ આપે છે, જેમાં અલગ-અલગ પ્રકારના લોટમાંથી ટોસ્ટ તૈયાર થાય છે. તે અનુસાર તમે તેની ઉપર પીનટ બટર જામના ટોપીંગ કરીને તેને ખાઈ શકો છો.

ઈંડા ખાવા : પ્રોટીન અને સારી ચરબીનો ખૂબ જ સારો સ્ત્રોત હોવાને કારણે ટાઇપ ટુ ડાયાબિટીસના દર્દીઓ માટે ઈંડા ખૂબ જ સારો બ્રેકફાસ્ટ છે. અને ઈંડાને તમારા ડાયટમાં સામેલ કરી શકાય છે. ધ બ્રિટીશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત એક અધ્યયન અનુસાર હાઈ પ્રોટીન બ્રેકફાસ્ટ ખાવાથી ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ સુગર લેવલમાં ખૂબ જ સારો સુધારો આવે છે.

ઓટ્સનું સેવન કરો : ઓટ્સ ટાઇપ ટુ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ સ્વસ્થ અને ડોક્ટર દ્વારા ભલામણ કરેલ સૌથી સારો નાસ્તો છે. હાઈ ફાઈબરથી ભરપૂર આ ભોજનથી લાંબા સમય સુધી તમારું પેટ ભરાયેલું રહેશે. ખાસ કરીને તેમાં ઓછું ગ્લાયસેમીક સ્કોર ડાયાબિટીસના દર્દીઓ માટે એક બોનસની જેમ છે. તેનો અર્થ એ છે કે, દાળિયા ખાવાથી કેલેરીની માત્રા નિયંત્રણમાં રહે છે અને આપણુ બ્લડ શુગર લેવલ પણ થતું નથી.

સુગર ફ્રી અનાજની પસંદગી કરો : જો સમજદારીપૂર્વક અનાજની પસંદગી કરવામાં આવે તો અનાજ એક ઇન્સ્ટન્ટ અને ખૂબ જ સ્વસ્થ નાસ્તો છે. વધુ સુંદર અને વધુ કાર્બને પસંદ કરવાની જગ્યાએ તેમાં આપેલા લેબલને ધ્યાનથી વાંચો અને એવા વિકલ્પની પસંદગી કરો જે બ્લડ સુગરના લેવલને તીવ્રતાથી વધતા રોકવામાં મદદરૂપ સાબિત થાય અને તેને રોકવા માટે મલ્ટીગ્રેઇન બેઝ, પ્રિઝર્વેટિવ્સ, અને ખાદ્ય પદાર્થમાં છુપાયેલી શર્કરાથી મુક્ત હોય.

ડાયાબિટીસથી ઝઝૂમી રહેલા લોકો માટે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ નાસ્તાનો વિકલ્પ પસંદ કરવો થોડો મુશ્કેલ હોય શકે છે. પરંતુ અહીં જણાવેલા સ્વસ્થ વિકલ્પ ડાયાબિટીસના લેવલને અવરોધિત કરવામાં તમારી મદદ કરી શકે છે. અને બપોરના ભોજનના સમય સુધી તમને ખૂબ જ સારી ઊર્જા પણ આપી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment