બિલીપત્રના 9 સ્વાસ્થ્ય લાભો… આજ સુધી ક્યારેય નહિ સાંભળ્યા હોય.. જાણો આ લેખમાં..

કુદરતે આપણને અનેક રીતે વિવિધ સગવડો આપી છે અને આપણે તેનો ઉપયોગ પણ કરી રહ્યા છીએ. કુદરતે આપણને જ્યાં વિવિધ ફળો, અનાજ તેમજ રહેવા માટે જગ્યા આપી છે, તો આપણા સ્વાસ્થયને સારું રહે તે માટે અનેક ઔષધીઓ પણ આપી છે. તો આવી જ એક ઔષધિ અથવા તો કહીએ એક છોડ જેના ઉપયોગો વિશે જાણીને તમને આશ્ચર્ય થશે.

આમ જોઈએ તો પ્રકૃતિએ આપણને એવા ઘણા છોડ આપ્યા છે, જેને આપણે વરદાન પણ કહી શકીએ છીએ. તેમાંથી બિલી પણ એક એવું જ વૃક્ષ છે. આ બિલી ઘણા અન્ય નામોથી પણ ઓળખાય છે. જેમ કે બેલફળ, બેલપત્ર, બિલ્વ અથવા બેલપથ્થર વગેરે જેવા ઘણા નામોથી ઓળખાય છે. તેમાં ઘણાં પોષકતત્વો રહેલા છે. બેલફળ ખુબ જ પોષક છે અને અનેક રોગો માટે સારી દવા પણ સાબિત થાય છે.

બિલીપત્રની એક વિશેષતા એ પણ છે કે તે માત્ર એક ફળ જ નહીં, પરંતુ તે એક મહાન દવા પણ છે અને તેનો મીઠો સ્વાદ બધાને આનંદદાયક પણ લાગે છે. તો ચાલો જાણીએ બિલીપત્રના કેટલાક ફાયદાઓ વિશે.

બિલીપત્રના ફાયદાઓ :

1- જો તમે એક ચમચી બિલીના રસમાં એક ચપટી કાળું મીઠું અને કાળા મરી ઉમેરીને નિયમિત સેવન કરો છો, તો જલ્દીથી તમને અપચાની સમસ્યાથી મુક્તિ મળશે.

2- બિલીપત્રના રસમાં એક ચમચી મધ મિક્સ કરો. ઉધરસ, શરદીની સમસ્યાથી રાહત મેળવવાનો આ એક સારો ઉપાય છે.

3- જો કોઈ કીડો, કીડી કે ભમરી તમને કરડે છે, તો પછી તમે ઘાના વિસ્તારમાં બિલીપત્રના પાનનો રસ લગાવો તો તે ઘા ને જલ્દીથી મટાડશે અને દુઃખાવામાં પણ રાહત આપે છે.

4- બિલીના પાંદડાને પહેલા પીસી લો અને પછી તેની ગોળીઓ બનાવો. આ ઉપાય તમારા વાયરલ તાવને શક્ય તેટલી વહેલી તકે સુધારવામાં મદદ કરશે.

5- જો તમને આંખ આવી હોય તો તે સમયે આંખોમાં બિલીપત્રનું જ્યુસ લગાવશો તો તમને ઘણા ફાયદા થશે.

6- બિલીપત્રના પાન અને સૌફને પાણીમાં ઉકાળો અને પછી તેને પીવાથી દમ અને શ્વાસની તકલીફ દૂર થાય છે.

7- બિલીપત્રના એક ચમચી રસમાં અજવાઈલ નાખીને પીવાથી પેટના કીડા દૂર થાય છે.

8- બિલીપત્રના પાન અને આદુનો એક નાનો ટુકડો પાણીમાં ઉકાળો અને પછી તેને પીવો તે લૂજમોશન સમસ્યાથી રાહત આપે છે.

9- બિલીપત્રના પાન, કોથમીર અને વરિયાળીની ચટણી ખાવાથી શરીરની ગરમી દૂર થાય છે. તેનાથી મોંના છાલ પણ મટે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment