પ્રદુષણ થી બચવા અને શુદ્ધ હવા લેવા માટે આજે ઘરે લઈ આવો આ મશીન | કીમત છે આટલા રૂપિયા

મિત્રો આજે અમે તમને જણાવશું કે MI કંપની દ્વારા એક નવું ગેઝેટ લોંચ કરવામાં આવ્યું છે. જે દરેક લોકો પોતાના ઘરે લાવીને આનંદ મેળવી શકે છે. જેની કિંમત પણ ખુબ જ ઓછી છે. પરંતુ આ ટેકનોલોજીનું કામ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે. માટે આ લેખને અંત સુધી વાંચો. કેમ કે આં વસ્તુ દરેકના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે. માટે જાણો શું છે એ વસ્તુ.

મિત્રો ચીનની કંપની Xiaomi એ ભારતીય માર્કેટમાં સ્માર્ટ ફોન, સ્માર્ટ વોચ અને ટીવી સેગ્મેન્ટમાં ખુદને બેસ્ટ સાબિત કર્યા બાદ હવે તે Air Purifier કેટેગરીમાં પણ ખુદને પહેલા સ્થાન પણ જોવા માંગે છે. તે જ કારણે આ કંપનીએ ભારતીય માર્કેટમાં Mi Air Purifier 3 લોંચ કર્યું છે. આ Mi Air Purifier 2S નું અપગ્રેડ વર્જન છે. તેની કિંમત 9,999 રૂપિયા છે. આ Mi Air Purifier 3 ને કંપનીની પોતાની વેબસાઈટ Mi.com પર  પણ ઉપલબ્ધ કરી દેવામાં આવ્યું છે. ત્યાર બાદ 7 નવેમ્બરથી તેને ઈ-કોમર્સ વેબસાઈટ Amazon અને Flipkart પર ઉપલબ્ધ કરી દેવામાં આવ્યું છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ Mi Air Purifier 3 ને ત્રિપલ લેયર ફિલ્ટ્રેશન ટેકનોલોજીથી બનાવવામાં આવ્યું છે. તો મિત્રો હવે તમને એ સવાલ થાય કે શું છે ત્રિપલ લેયર ફિલ્ટ્રેશન ? : જેવી રીતે અમે તમને જણાવ્યું કે આ પ્યુરીફાયરને ત્રિપલ લેયર ફિલ્ટ્રેશન ટેકનોલોજીથી બનાવેલું છે. તેમાં ત્રણ ફિલ્ટર્સ રહેલા છે. સૌથી પહેલું પ્રાઈમરી ફિલ્ટર છે, બીજું HEPA ફિલ્ટર છે અને ત્રીજું એક્ટીવેટેડ કાર્બન ફિલ્ટર છે. આ બધા ફિલ્ટર્સની મદદથી હવાની શુદ્ધ થવાની કેપીસીટી ખુબ જ વધી જાય છે અને હવાને વધારે શુદ્ધ બનાવે છે.

આ ટેકનોલોજીની વિશેષતા એ છે કે, એક મિનીટમાં 6333 લીટર હવા શુદ્ધ બની જાય છે. આ મશીનની ટેકનોલોજી પ્રમાણે અંદર ત્રણ ફિલ્ટર્સ રહેલા છે. તેમાં ત્રણ માંથી પહેલું ફિલ્ટર હવામાં રહેલા કણોને ફિલ્ટર કરે છે. આ કણ PM 10 અને તેના કરતા ઉપરના હોય છે. તેના બાદ ત્યાર બાદ HEPA ફિલ્ટર 99.97 % નાના એટલે કે PM 2.5 ને ફિલ્ટર કરવાનું કામ કરે છે. ત્રીજું ફિલ્ટરની વાત કરીએ તો હવામાં રહેલા ઝેરી કણોને અને દુર્ગંધને હટાવવા માટે મદદગાર રહે છે. Mi Air Purifier 3 ને 360 ડીગ્રી સિલિંડ્રિકલ  ફિલ્ટર ડીઝાઇન સાથે બનાવવામાં આવ્યું છે. Mi Air Purifier ઘરના દરેક ખૂણા અને દરેક દિશાને પ્યોરીફાઈ કરે છે.

Mi Air Purifier 3 માં CADR ફીચર પણ લગાવવામાં આવ્યું છે. જેમાં CADR નો મતલબ ક્લીન એર ડીલીવરી  રેટ સાથે હોય છે. તેના દ્વારા 484 સ્ક્વેર ફૂટથી 1 મિનીટ માં 6333 લીટર હવાને પ્યોરીફાઈ કરે છે. આ Mi Air Purifier 3 માં ટચ સ્ક્રીન સાથે OLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. તેમાં તમને રીયલ સમયમાં એર ક્વોલિટી  ઇન્ડેક્સ (AQI) ની જાણકારી મળશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment