YOU TUBE આ સેટિંગ કરો જે તમારા બાળકોના ફોનમાં ખરાબ વિડીઓ નહિ આવવા દે, તેની દરેક વિધિ પર નજર રાખશે.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁યુટ્યુબના એવા ત્રણ સેટિંગ જે તમારા યુટ્યુબ બનાવશે વધારે સ્માર્ટ અને ફાયદાકારક… 💁

📲 આમ તો મિત્રો આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ. આપણે સોશિયલ મીડિયા પર ફોટોઝ વીડિયોઝ વગેરે જોઈએ છીએ અને આપણે એ વિડિયો માટે મુખ્યત્વે યુટ્યુબનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કેમ કે યુટ્યુબ એ સરળ માધ્યમ છે જેથી વીડિયો જોઈ શકાય છે. પરંતુ તેની સાથે જો યુટ્યુબ આપણા કહેવા પ્રમાણે વીડીયો બતાવે તો અને વિડીયો જોઈએ તો મોબાઈલની બેટરી પણ ખુબ ઓછી વપરાય તો આવા કંઈક સેટીંગ અમે તમને કહેવા જઈ રહ્યા છીએ જે તમને ખુબ ઉપયોગી થશે.

Image Source :

📲 આજે અમે તમને યુટ્યુબના સેટીંગ જણાવવા જઈ રહ્યા છીએ તેમાં મુખ્ય બાબત એ છે કે તમારે સૌપ્રથમ યુટ્યુબને અપડેટ કરવું પડશે જે કેમ કરવું તે અમે જણાવીશું. તેની સાથે તેમાં થતા સેટિંગમાં ફેરફાર કેવી રીતે કરવા તે પણ જણાવીશું.

📲 સૌપ્રથમ યુટ્યુબ અપડેટ કરવા માટે પ્લે સ્ટોરમાં જાવ અને તેમાં અપડેટનો ઓપ્શન આવે તો તેને અપડેટ કરી લો. આમ કરવાથી તમે youtube ના ફીચર્સનો ઉપયોગ કરી શકશો.

Image Source :

📲 ત્યારબાદ યુટ્યુબ ઓપન કરો. યુટ્યુબ ઓપન થયા બાદ તેમાં જમણી બાજુએ એકાઉન્ટ ઇન્ફર્મેશનનો સિમ્બોલ આવશે તેના પર ક્લિક કરો. હવે તેમાં એક ઓપ્શન આવશે કે જેનું નામ છે incognito. આ મોડ ઓન કરવાથી યુટ્યુબમાં બીજું યુટ્યુબ  ખુલશે જેનાથી તમારા વિડિયોની હિસ્ટ્રી રેકોર્ડ થશે નહીં. અને તમે બિન્દાસ કોઈપણ વીડિયો જોઈ શકશો. તમે આ મોડને ઓફ કરશો તો તમારો નોર્મલ યુટ્યુબ ચાલુ થઇ જશે.

Image Source :

📲 ત્યારબાદ બીજું સેટિંગ છે કે જે ખુબ ઉપયોગી છે તેના માટે સૌપ્રથમ યુટ્યુબના સેટિંગમાં જાઓ અને તેમાં સૌથી ઉપર જનરલ એટલે કે સામાન્યનો ઓપ્શન આવશે તેના પર ક્લિક કરો. ત્યારબાદ તેમાં સૌથી નીચે બે ઓપ્શન આવશે કે જેમાં પેલું restricted mode અને બીજું enable stats for nerds છે. આ બંનેને ઓન કરો. તે રીતે કરવાથી તમારા યૂટ્યુબમાં તમે તમારા મનપસંદ વિડિયો જોઈ શકશો. અને મુખ્ય વાત એ છે કે આ મોડ ઓન કરવાથી પોર્ન વીડિયો, બોમ્બ બનાવવાના વિડીયો, વગેરે ખરાબ વિડિયો કે જેને બાળકોથી દૂર રાખવાના હોય તેવા વિડીયો આવશે જ નહીં. અને તમે પરિવારની સાથે યુટ્યુબ જોઈ શકશો. તેમજ તમારા બાળકો પણ હાનીકારક અને અશ્લીલ વિડીઓથી દૂર રહેશે.

Image Source :

📲 ત્યારબાદ ત્રીજું સેટિંગ છે જે ખુબ મહ્ત્વનું છે તે માટે સૌપ્રથમ યુટ્યુબના સેટિંગમાં જનરલ વિકલ્પ પર જાવ તેમાં બીજો જ વિકલ્પ હશે ડાર્ક થીમ તેને ઓન કરો. ડાર્ક થીમ મોડને ઓન કરવાથી તમારું યુટ્યુબ ડાર્ક થઈ જશે. તેનો મતલબ એ કે તમે યુટ્યુબમાં વિડિયો જોશો તો તમારા ફોનનું ચાર્જીંગ ઉતરશે નહિ. બીજી વાત એ કે ડાર્કમોડ ઓન કરવાથી તમારી આંખને નુકશાન કરશે નહિ. તો આથી તમારી આંખને નુકશાન થતું અટકે છે અને અને તે સાથે ચાર્જીંગ પણ બચે છે.

Image Source :

📲 આ ત્રણ સેટિંગ હતા કે જે તમને  ખુબ જ ઉપયોગમાં આવશે. અને અમે આશા કરીએ છીએ કે આ માહિતી તમને ખુબ ઉપયોગી થાય.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Comment