સ્મશાનથી આવ્યા બાદ ફરજીયાત સ્નાન કેમ કરવામાં આવે છે ?.. અને વાતાવરણ માં એવી તો શું વસ્તુ છે જે નહાવા મજબુર કરે છે

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

જાણો શા માટે સ્મશાનથી આવ્યા બાદ સ્નાન કરવામાં આવે છે ..

મિત્રો જન્મ અને મૃત્યુ બંને જીવનના અટલ સત્ય છે. જીવન મરણના ચક્રમાં વ્યક્તિ ત્યારથી બંધાઈ જાય છે જ્યારથી ભગવાન વ્યક્તિની  રચના કરે છે. મિત્રો આપણા હિંદુ ધર્મમાં ઘણા સંસ્કારો આવે છે તેમાંથી એક છે અંતિમ સંસ્કાર. તો મિત્રો અંતિમ સંસ્કારને પણ અન્ય સંસ્કારો જેટલું જ મહત્વ આપવામાં આવે છે.

હિંદુધર્મની વાત કરીએ તો આ એક એવો ધર્મ છે જેમાં રીતી રીવાજોને ભલે પરંપરા અને સંસ્કાર માનવામાં આવે છે. પરંતુ હકીકતમાં તે કોઈને કોઈ રીતે વિજ્ઞાન સાથે સંબંધ ધરાવે છે. જેને ધર્મ અને ભાવનાઓથી જોડવામાં આવ્યા છે. તેવી જ રીતે એક પરંપરા છે જે અંતિમ સંસ્કાર સાથે જોડાયેલી છે અને તે છે કે સ્મશાનેથી આવ્યા બાદ સ્નાન કરી લેવામાં આવે છે. તો આવું શા માટે કરવામાં આવે છે તમે ક્યારેય વિચાર્યું છે ? ચાલો જાણીએ તેની પાછળનું કારણ.

હિંદુધર્મમાં શબયાત્રા એટલે કે સ્મશાન યાત્રામાં ભાગ લેવો અથવા તો શબને કાંધ આપવો તે ખુબ જ પૂણ્યનું કાર્ય ગણવામાં આવે છે. શાસ્ત્રોનું માનીએ તો તેમાં કહેવાયું છે કે સ્મશાન યાત્રામાં ભાગ લેનાર વ્યક્તિના મનમાં થોડી વાર માટે જીવનની વાસ્તવિકતાનો આભાસ થાય છે. સમશાન યાત્રા દરમિયાન તેમનામાં આધ્યાત્મિકતા નો વિકાસ થાય છે. આ પૂણ્ય કર્મ છે તો પછી ત્યાંથી આવ્યા બાદ સ્નાન કરવું કેમ જરૂરી મનાય છે.

મિત્રો માણસ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેના શરીરમાં રહેલો જીવ એટલે કે આત્મા નીકળી જાય છે. જ્યારે આત્મા શરીર છોડીને જતી રહી છે ત્યારે શબની આસપાસના વાતાવરણમાં સૂક્ષ્મ કીટાણુંઓ ફેલાઈ છે. અને આજ કીટાણું શબની આસપાસ રહેલા લોકોને પોતાના પ્રભાવમાં લઇ લે છે. તો પછી એવી પણ શક્યતાઓ હોય છે કે જે વ્યક્તિનું મૃત્યુ થઇ ગયું છે તે કોઈ સંક્રામક રોગથી ગ્રસિત હોય અને તેના શરીરમાં રહેલા બેક્ટેરિયાને શબની આસપાસ રહેલા લોકોના શરીરમાં ઘર કરવાની તક મળી જાય છે.

હવે ઉપર જણાવેલી સ્થિતિમાં શબને અગ્નિદાહ આપ્યા બાદ અથવા તો અંતિમ સંસ્કારની વિધિ પત્યા બાદ સ્નાન કરવું ખુબ જ જરૂરી બની જાય છે. કારણ કે આવીને તરત જ સ્નાન કરી લેવામાં આવે તો શરીરમાં લાગેલા કીટાણું પણ પાણી સાથે વહી જાય છે અને દૂર રહે છે. આમ પણ મિત્રો પહેલાના જમાનામાં કોઈ ઓરી કે અન્ય રોગો માટે કોઈ રસીકરણ થતું નહિ તેથી કીટાણું દ્વારા બીમારી થવાના મોકાઓ વધી જતા હોય છે માટે પહેલાના સમયથી જ આ પરંપરા બનાવવામાં આવી છે કે સ્મશાનેથી અગ્નિદાહ આપ્યા બાદ સ્નાન કાર્ય બાદ જ ઘરમાં પ્રવેશ કરવો.

વિજ્ઞાન ઉપરાંત તંત્ર શાસ્ત્રમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં જણાવ્યું છે કે સ્મશાન ભૂમિ પર સતત એવી ક્રિયાઓ થતી રહી છે જેના કારણે વાતાવરણમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ત્યાં અમુક એવી શક્તિઓ પણ ઉપસ્થિત હોય છે જે નબળા મનોબળના લોકો પર પોતાનો દુષ્પ્રભાવ પાડી શકે છે. માટે સ્મશાનેથી આવ્યા બાદ વ્યક્તિએ સ્વચ્છ પાણી વડે સ્નાન અવશ્ય કરવું જોઈએ  જેથી જો કોઈ પણ નકારાત્મક પ્રભાવ જો તેના પર અસર કરવા લાગ્યો હોય તો તે નિષ્ક્રિય થઇ જાય.

આ ઉપરાંત અમુક માન્યતાઓ અનુસાર એવું મનાય છે કે સ્નાન કર્યા બાદ મૃત વ્યક્તિની આત્માને શાંતિ મળે છે. તેમજ ઘરમાં સુખ અને શાંતિ બની રહે છે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment