હવે નાની નાની કંપનીઓ રોકાણકારોને કરી દે છે માલામાલ, ફક્ત 3 મહિનામાં 80% ઉપર આવ્યો આ શેર… હવે મળશે 1000% નું ડિવિડન્ડ….

માર્કેટ ખુલતાની સાથે જ બેન્કો પ્રોડક્ટના શેર 229 રૂપિયા પર ઓપન થયા હતા. ત્યારબાદ તેની ગતિ પકડાઈ અને 52 સપ્તાહના સૌથી ઉચ્ચ સ્તર પર પહોંચી ગયો. પાછલા ત્રણ મહિનામાં બેંકો પ્રોડક્ટસના શેરને રોકાણકારોને 80%નું વળતર આપ્યું છે, તેના શેર 125 રૂપિયાના 231 રૂપિયાના સ્તર સુધી પહોંચી ગયા છે.

ઓટો એન્સિલરી કંપની બેંકો પ્રોડક્ટ્સનો સ્ટોક સતત ધમધમી રહ્યો છે. કંપનીના શેરે રોકાણકારોને મજબૂત વળતર આપ્યું છે. આ પછી, કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તેના રોકાણકારોને ડિવિડન્ડનું વિતરણ કરવાની ભલામણ કરી છે. રોકાણકારોને ઇક્વિટી શેર દીઠ રૂ. 20 અથવા 1000 ટકાના અંતિમ ડિવિડન્ડની ભલામણ કરવામાં આવી છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ડિવિડન્ડની ચુકવણી માટે રેકોર્ડ તારીખ 7 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. જો કે, આ અંગેનો નિર્ણય આગામી એજીએમમાં ​​મંજૂરી મળ્યા બાદ જ લેવામાં આવશે.ત્રણ મહિનામાં 80% વળતર:- પાછલા ત્રણ મહિનામાં બેંકો પ્રોડક્ટસના શેર રોકાણકારોને 80% નું રિટર્ન આપ્યું છે. બેંકો પ્રોડક્ટ્સના શેર પાછલા ત્રણ મહિનામાં 126 રૂપિયા 231 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો છે. આજે તેના શેર 0.95 ટકાના વધારા સાથે 227.50 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. અને આજે તેનો સૌથી હાઈ રેટ 231 રૂપિયા રહ્યો છે. ગયા શુક્રવારે કારોબારના અંતમાં શેરનો ભાવ 224.70 રૂપિયા હતો, જે એક દિવસ પહેલાની તુલનામાં 2.98% ના વધારા પર બંધ થયો હતો.

ઓલ ટાઈમ હાઈ પર રહ્યો શેર:- બેંકો પ્રોડક્ટસના માર્કેટ કેપની વાત કરીએ તો આ 1602 કરોડ રૂપિયાની આસપાસ છે, બીએસસી પર આજે બેંકો પ્રોડક્ટ્સના શેર 52 વીકના સૌથી હાઈ સ્તર 231 ને પાર પહોંચી ગયો. તેનાથી પહેલા તેના 52 સપ્તાહ સૌથી હાઈ લેવલ 229 રૂપિયા રહ્યો હતો, જ્યારે 52 સપ્તાહના નીચલા સ્તર પર 118 રૂપિયા છે. આજે  શેર માર્કેટ ખુલતાની સાથે જ બેંકો પ્રોડક્ટના શેર 219 રૂપિયા પર ઓપન થયું હતું, ત્યારબાદ ગતિ પકડી અને 52 સપ્તાહના સૌથી ઊંચા સ્તર પર પહોંચી ગયો.ઈક્વિટી શેર દીઠ કેટલી ચુકવણી ?:- બેંકો પ્રોડક્ટ્સના વાર્ષિક સામાન્ય બેઠકમાં શેર ધારકોએ ડિવિડન્ડ આપવાની નિર્ણય કર્યો હતો. કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું કે, 12 ઓક્ટોબર 2022 કે તેના પછી ઈક્વિટી શેર દીઠ 20 રૂપિયાની ચુકવણી કરવામાં આવશે. ડિવિડન્ડની ચુકવણી માટે રેકોર્ડ તિથિના રૂપમાં સાત સપ્ટેમ્બર 2022 નક્કી કરવામાં આવી છે.

AGM માં થશે નિર્ણય:- જો કે ડિવિડેન્ડના ચુકવણી માટે 7 સપ્ટેમ્બરને રેકોર્ડ તારીખ નક્કી કરવામાં આવી છે. એવામાં જેની પાસે 6 સપ્ટેમ્બરની પહેલા આનો સ્ટોક હશે તેને જ અંતિમ લાભની ચુકવણી કરવામાં આવશે. અને જો થવા વાળી AGM માં ડિવિડન્ડ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી જાય છે, તો તેની ચુકવણી 12 ઓક્ટોબર બાદ કરવામાં આવશે.

(નોંધ : શેર બજારમાં રોકાણ કરતા પહેલા કોઈ જાણકાર કે સલાહકારની મદદ અવશ્ય લેવી )

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

 

Leave a Comment