ધ્યાન રાખજો આ સાત વસ્તુને ભૂલથી પણ તમારો પગ ન અડે, નહિ તો બનશે તમારી બરબાદીની કારણ. મોટાભાગના છે અજાણ…

આચાર્ય ચાણક્યની અનુસાર મનુષ્યને આ 7 વસ્તુઓ પર ભૂલીને પણ પગ ન મૂકવો જોઈએ. જો કદાચ ભૂલથી પણ પગ લાગી જાય, તો તરત જ ક્ષમા માંગી લેવી જોઈએ. નહિ તો તમે સમસ્યામાં પડી શકો છો અને તમારી બરબાદી થઈ શકે છે. તો ચાલો જાણીએ તેની પાછળને તથ્યો અને હકીકત.

મુખ્ય વાત : કુંવારી કન્યા હોય છે દેવીનું સ્વરૂપ તેથી તેને પણ પગ ન સ્પર્શવો જોઈએ. તેમજ ભારતીય સંસ્કૃતિમાં ગાયને પણ માતા સમાન માનવામાં આવે છે. વૃદ્ધ લોકોને સમ્માનીય માનવામાં આવે છે, તેથી તેનું અપમાન કરવામાં આવે તો તમારી બરબાદી થઈ શકે છે.તબીબી સાયન્સની વાત કરવામાં આવે અથવા તો અર્થશાસ્ત્રનો ઉલ્લેખ કરીએ અથવા ગણિતના મુશ્કેલ પ્રશ્નોનો હલ કરવામાં, ભારતીયોએ તમામ ક્ષેત્રોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. વિશિષ્ટ રૂપથી અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્રની વાત કરીએ તો આચાર્ય ચાણક્યને તેના જનક કહેવામાં આવે છે. ચાણક્ય નીતિના બળ પર કેટલાક રાજા મહારાજાઓએ પોતાનું શાસનકાળ ચલાવ્યું છે અને આજ નીતિઓના બળ પર જ ચાણક્યએ ચંદ્રગુપ્ત મૌર્યને સમ્રાટ ઘોષિત કરી દીધા હતા.

આચાર્ય ચાણક્યએ પોતાની નીતિ શાસ્ત્રમાં જીવનને સરળ અને સુગમ બતાવવાની રીતો તો આપી જ છે, પરંતુ સાથે જ જીવનમાં આવવા વાળી મુશ્કેલીઓનો સંકેત પણ આપ્યો છે. ચાણક્યનું કહેવું છે કે, મનુષ્યએ ભૂલથી પણ આ વસ્તુઓ પર પગ ન મૂકવો જોઈએ. જો ભૂલથી આપણો પગ લાગી જાય તો, તરત જ ક્ષમા માંગી લેવી જોઈએ. નહિ તો, તમે સંકટમાં આવી શકો છો, જો તમે આમ કરશો તો તમને ભગવાન પણ ક્ષમા નહિ કરી શકે, તેવામાં આપણે જાણીએ કે કંઈ કે 7 વસ્તુઓ.અગ્નિ : ચાણક્ય અનુસાર સમસ્ત હિંદુ ધર્મમાં અગ્નિને પૂજનીય માનવામાં આવે છે. અગ્નિને દેવતા માનવામાં આવે છે અને દેવતાનું અપમાન ન કરવું જોઈએ. આ જ કારણ છે કે, દરેક મહત્વપૂર્ણ કાર્યમાં અગ્નિને સાક્ષી માનીને વચનને પૂરું કરવામાં આવે છે. તેથી અગ્નિને પગથી સ્પર્શ કરવામાં આવતો નથી અને જો તમે અગ્નિનો સ્પર્શ પણ કરી લો તો તમે નિશ્ચિત રૂપથી બળી જાવ છો.

કૂવારી કન્યા :

આચાર્ય ચાણક્યના એક શ્ર્લોક દ્વારા કુંવારી કન્યાને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી જ કુંવારી કન્યાને પગથી સ્પર્શ ન કરવો જોઈએ. અથવા ક્યારેય પણ કુંવારી કન્યાને પોતાના પગને ન અડવા દો. જો ભૂલથી પણ પગ અડી જાય અથવા તો કુંવારી કન્યા તમારા પગને સ્પર્શે તો તરત જ તમે તેની ક્ષમા માંગી લો, નહિ તો તમે સમસ્યામાં પડી શકો છો.અધ્યાત્મિક ગુરુ : ગુરુનું સ્થાન માતા-પિતા અને ભગવાનથી ઊંચું હોય છે, તેવામાં ગુરુ હંમેશા વંદનીય હોય છે. તેથી ગુરુના પગને સૌથી પહેલા સ્પર્શવા જોઈએ. અને ગુરુને ક્યારેય પણ પોતાના પગ ન અડકવા દેવા. નહિ તો તમારો સર્વનાશ થઈ શકે છે. જો ભૂલથી પણ પગ અડી જાય તો તરત જ ક્ષમા માંગી લો.

બ્રાહ્મણ : સનાતન હિંદુ ધર્મમાં બ્રાહ્મણને કોઈ પણ દેવી-દેવતાથી ઓછા માનવામાં આવતા નથી. સમાજમાં બ્રાહ્મણનું સ્થાન સૌથી ઊંચું માનવામાં આવે છે, તેથી જ બ્રાહ્મણને કોઈ પણ દિવસ પગ ન અડકવા દેવા જોઈએ અને જો ભૂલથી પગ અડી પણ જાય તો તરત જ ક્ષમા માંગી લેવી જોઈએ. જો તમે આમ ન કરો તો તમે સમસ્યામાં પડી શકો છો.મોટી વયના વૃદ્ધો : ઉંમરમાં મોટા એટલે કે વૃદ્ધ સમાજને સદા સમ્માનિત માનવામાં આવે છે. તેથી જ દરેક શુભકાર્યની શરૂઆત પહેલા વૃદ્ધ લોકોનો આશીર્વાદ જરૂરથી લેવો જોઈએ. તથા તેને ભૂલથી પણ પગ ન અડકવા જોઈએ અને ન તો તેનો નિરાદર કરો. ચાણક્ય કહે છે કે, જે પણ ઘરમાં મોટા વડીલોનો નિરાદર થાય છે, ત્યાં સુખ-સમૃદ્ધીનો વાસ થતો નથી.

બાળકો :

ચાણક્યએ પોતાની નીતિ શાસ્ત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, હિંદુ ધર્મમાં બાળકને ભગવાનનું રૂપ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, બાળકમાં ભગવાન સાક્ષાત વાસ કરે છે. તેથી જ બાળકને કોઈ દિવસ પગથી સ્પર્શ ન કરવો.ગાય : આપણી ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતા સમાન માનવામાં આવે છે. ગાયના દૂધથી બનાવવામાં આવેલ મીઠાઈને શુભ માનવામાં આવે છે. ત્યાં સુધી કે ગાયના ગોબરથી છાણાં બનાવીને તેના દ્વારા રસોઈ બનાવવામાં આવે છે. સનાતન ધર્મમાં ગાયને માતાનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી જ ગાયને ક્યારેય પણ પગથી ન અડકો. જો ક્યારેય પણ ભૂલથી તમારો પગ અડી પણ જાય તો તરત જ ક્ષમા માંગી લો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment