આ છે ભારતના સૌથી ધનવાન મંદિરો, એટલું દાન મળે છે કે લોકો પૈસા ગણતા પરસેવો વળી જાય, પ્રથમ નંબરે છે આ મંદિર…

ભારતમાં હિંદુઓની આસ્થા મંદિરોમાં બિરાજમાન ભગવાન સાથે એ રીતે જોડાયેલ છે કે દરેક હિંદુ ભગવાન માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. આ જ કારણ છે કે, ભક્ત પોતાની શ્રદ્ધા અને ભક્તિ માટે મંદિરોમાં લાખો રૂપિયા, સોનું, ચાંદી વગેરેનું દાન કરે છે.

તો આજે અમે તમને આ લેખમાં એવા જ 5 સૌથી અમીર મંદિરો વિશે જણાવશું, જ્યાં આ મંદિરોમાં કરોડોનું દાન આવે છે. ચાલો તો આ મંદિરો વિશેની સંપત્તિ અને દાન વિશે જાણીએ, જેના અમીરી વિશે જાણીને તમને પણ વિશ્વાસ નહિ આવે.

પદ્મનાભસ્વામી મંદિર : કેરળમાં તિરુવનંતપુરમ શહેરની વચ્ચે સ્થિત પદ્મનાભ સ્વામી મંદિર ભારતનું સૌથી અમીર મંદિર માનવામાં આવે છે. દ્રવિડ શૈલીમાં બનાવેલ આ પ્રાચીન મંદિરની વ્યવસ્થા, તેમજ દેખભાળ શ્રાવણકોરના પૂર્વ શાહી પરિવાર દ્વારા કરવામાં આવે છે.રિપોર્ટ અનુસાર મંદિરની 6 ત્રીજોરીમાં કુલ 20 અરબ ડોલરની સંપત્તિ છે. એટલું જ નહિ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન વિષ્ણુની વિશાલ સોનાની મૂર્તિ બિરાજમાન છે. જેને જોવા માટે હજારો ભક્તો દુર દુરથી અહીં આવે છે. મૂર્તિની અનુમાનિત કિંમત 500 કરોડ રૂપિયા છે.

તિરુપતિ બાલાજી મંદિર : આંધ્રપ્રદેશના ચિત્તૂર જીલ્લામાં 7 પર્વત મળીને બનેલ તિરુપતિ બાલાજીનું નામ પણ દેશના સૌથી અમીર અને પ્રતિષ્ઠિત મંદિરોના લીસ્ટમાં આવે છે. વાસ્તુકલાનો અદભુત નમુનો કહેવાતું આ મંદિર સમુદ્ર સપાટીથી 2800 ફૂટની ઉંચાઈ પર સ્થિત છે. જેને તમિલ રાજા થોડઈમાનને એ બનાવ્યું હતું.કોરોના વાયરસ મહામારી આવ્યા પહેલા અહીં આ મંદિરમાં દરરોજ લગભગ 60,૦૦૦ શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવતા હતા. એવું કહેવામાં આવે છે કે, આ મંદિરમાં સ્વયં ભગવાન વેંકટેશ્વર નિવાસ કરે છે. જે વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. રિપોર્ટ અનુસાર મંદિરની કુલ સંપત્તિ લગભગ 50,૦૦૦ કરોડ છે.

સાંઈ બાબા મંદિર શિરડી : મહારાષ્ટ્રના અહમદનગરમાં સ્થિત શિરડી સાંઈ બાબા મંદિરની ખુબ જ લોકપ્રિયતા છે. દર વર્ષે લાખો લોકો ત્યાં દર્શન કરવા માટે દેશ વિદેશથી આવે છે. શિરડી સાંઈ સંસ્થાનની રિપોર્ટ અનુસાર 480 કરોડ રૂપિયા દર વર્ષે દાન દક્ષિણા પહેલા આવતી હતી.પરંતુ હાલના આંકડા 360 કરોડ રૂપિયા દર વર્ષના બતાવવામાં આવે છે. કહેવામાં આવે છે કે, મંદિરની પાસે લગભગ 32 કરોડ રૂપિયાના ચાંદીના દાગીના છે, અને 6 લાખ કિંમતી ચાંદીના સિક્કાઓ છે. સાથે જ દર વર્ષે લગભગ 350 કરોડનું દાન આવે છે.

વૈષ્ણો દેવી મંદિર : હિંદુ ધર્મમાં માતા વૈષ્ણો દેવી મંદિરની ખુબ જ માન્યતા છે. આ મંદિર ત્રીકુટા પર્વત પર કટરા નામની જગ્યા પર 1700 મીટરની ઉંચાઈ પર સ્થિત છે. આખી દુનિયામાંથી દર વર્ષે કરોડો લોકો માતાના દર્શન માટે અહીં આવે છે. મંદિરનું મુખ્ય આકર્ષણ ગુફામાં રાખેલ ત્રણ પીંડ છે.આ ગુફાની લંબાઈ 30 મીટર અને ઉંચાઈ 1.5 મીટર છે. આખા વર્ષ દરમિયાન લાખો ભક્તો માતાના દર્શન કરવા માટે અહીં આવે છે. એક રિપોર્ટ અનુસાર 500 કરોડ રૂપિયા દર વર્ષે ત્યાંના શાઈન બોર્ડમાં ભક્તોનું દાન આવે છે.

સિદ્ધિવિનાયક મંદિર :  ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં ભગવાન ગણેશનું સૌથી પ્રસિદ્ધ મંદિર આવેલ છે. જેને લોકો સિદ્ધિવિનાયક મંદિરના નામથી ઓળખે છે. ગણેશજી ની જે પ્રતિમાઓમાં તેમની સુંઢ જમણી બાજુ વળેલી હોય છે, તે સિદ્ધપીઠથી જોડાયેલ હોય છે અને તેમના મંદિર સિદ્ધિવિનાયક મંદિર કહેવાય છે. એવી માન્યતા છે કે, આ મંદિરમાં દર્શન કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થઈ જાય છે.આ જ કારણ છે કે, મોટા મોટા નેતા, અભિનેતા અને સેલિબ્રિટીથી લઈને સામાન્ય લોકો પણ ત્યાં દર્શન કરવા આવે છે અને મન્નત માંગે છે.

રિપોર્ટ અનુસાર દર વર્ષે આ મંદિરને કુલ દાન 75 થી 125 કરોડ રૂપિયા મળે છે. આ મંદિરને 3.7 કિલોગ્રામ સોનાથી કોટ કરવામાં આવેલ છે. જે કોલકતાના એક વેપારીએ દાનમાં આપ્યું છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment