શેર માર્કેટ એક એવી જગ્યા છે જ્યાં ટૂંકા સમયમાં તમે વધુ પૈસા બનાવી શકો છો. જેને ઓછા સમયમાં વધુ પૈસા બનાવવાનું સાધન માનવામાં આવે છે. પરંતુ શેર માર્કેટમાં પૈસા બનાવવા એ બધાના હાથની વાત નથી હોતી. તરત પૈસા બનાવવાના ચક્કરમાં ઘણા લોકો તો કંગાળ પણ થઈ જાય છે. પરંતુ તેમાં લાંબી અવધીના શેરમાં રિસ્ક ઓછું અને નફો વધુ મળવાની સંભાવના વધી જાય છે.
તો આજે આ વાતને સાબિત કરતી એક કંપનીના શેર વિશે જણાવશું. આ વાતને સાબિત કરે છે સ્પેશિયલી કેમિકલ્સ બનાવતી ખુબ જ દિગ્ગજ કંપની કોચિન મિનરલ્સ એન્ડ રુટીલનો શેર. તમને જાણીને કદાચ નવાઈ પણ લાગશે કેમ કે આ કંપનીનો શેર 3 રૂપિયાથી પણ ઓછી કિંમતનો હતો. તે આજે ચડીને 10764% ચડીને 304 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. મતલબ કે હજુ કંપનીના શેરની કિંમત વધી રહી છે.
જો કે આ શેરમાં વધુ વળતર માટે લોકોએ થોડી રાહ જોવી પડી શકે, પરંતુ 10000% નો નફો એટલે કોઈ મામુલી નફો ન કહેવાય. કોઈ પણ પેની સ્ટોકમાં તમે 1 થી 2 લાખ રૂપિયાનું રોકાણ કરીને હજારો શેર ખરીદી શકો છો. તેવી જ રીતે આ શેર 2001 માં 30 માર્ચના રોજ 2.80 રૂપિયામાં વેચાઈ રહ્યો હતો. જયારે આજે તેની કિંમત છે 304.20 રૂપિયા. જે કોઈ રોકાણકારોએ આ શેરમાં પૈસા લગાવીને છોડી દીધા, એ રોકાણકારો આજે માલામાલ બની ગયા છે. કેમ કર જબરજસ્ત રિટર્ન મળ્યું છે.
1 લાખ પર કેટલું રિટર્ન : જો માર્ચ 2001 માં કોઈ રોકાણકારે આ સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો તેને 35714 શેર અલોટ કરવામાં આવ્યા હોય. આજે 314 રૂપિયાના ભાવ પર આ શેરની કિંમત 1.085 કરોડ રૂપિયા થઈ ગઈ છે. વળી એવું પણ નથી કે આ શેરે લાંબા સમયે જ પોતાનો જલવો બતાવ્યો, કેમ કે ટૂંકા સમયગાળા માટે કરેલ રોકાણકારો માટે પણ આ શેર ખુબ જ લાભદાયક રહ્યો છે. ટૂંકી અવધી માટે રોકાણ કરેલ રોકાણકારોને પણ નિરાશ નથી કર્યા.
ગયા વર્ષે 4 જુલાઈના રોજ આ શેરની કિંમત 103 રૂપિયા હતી. આજે લગભગ 11 મહિના થયા, ત્યાર બાદ આ શેર 201 રૂપિયામાં આ વેચાઈ રહ્યો હતો. તેમજ મેં મહિનામાં આ શેર 405 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. એ સમયે આ શેરનો રેકોર્ડ હાઈ હતો. આ શેર તેમાંથી લગભગ 25% નીચે આવી ગયો છે. પરંતુ હજુ એ માર્કેટમાં ધૂમ મચાવતો શેર જ માનવામાં આવે છે.
જાણો શું કરે છે આ કંપની : કોચિન મિનરલ્સ એન્ડ રુટીલ લિમિટેડનું કામ સિન્થેટિક રુટીલ બનાવવાનું છે. તે પોતાના ક્ષેત્રમાં ખુબ જ બેસ્ટ ક્વોલિટી માટે જાણીતી કંપની માનવામાં આવે છે. જો કંપનીના નફામાં થોડી પડતી આવી છે. જાન્યુઆરી-માર્ચના ત્રિમાસિક સમયગાળામાં આ કંપનીના શુદ્ધ નફો 16.81 કરડો રૂપિયા માંથી 23% નીચે આવીને 13 કરોડ રૂપિયા પર આવી ગયો હતો. પરંતુ હજુ આ શેર ઉપર જઈ શકે છે. પરંતુ રોકાણ કરતા પહેલા આ શેરની શરૂઆતથી લઈને આજ સુધીની A TO Z માહિતી તમારે જાણી લેવી જોઈએ.
(નોંધ : અહીં આપેલ જાણકારી બ્રેકરેજ હાઉસેઝની સલાહ પર આધારિત છે, જો તમે રોકાણ કરો તો કોઈ સલાહકાર પાસેથી યોગ્ય માર્ગદર્શન મેળવીને રોકાણ કરવું, નફો નુકશાન થાય તેની જવાબદારી અમે લેતા નથી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી