મિત્રો ડિજિટલ અને ઓનલાઇન પેમેન્ટ ગમે તેટલું વધી જાય, રોકડા નાણાં નો લોભ ઓછો થતો જ નથી. નોટબંધી પછી રોકડનું ચલણ વધુ વધી ગયું છે. દરેક લોકો પોતાના ઘરમાં અમુક રકમ રોકડમાં રાખતા જ હશે, પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં રોકડ રાખવાની (Cash Limit at Home) મર્યાદા કેટલી છે.જો આવકવેરા વિભાગ આ અંગે પૂછપરછ કરવા જાય છે અને તમારી પાસે વધુ રોકડ મળી આવે છે, તો તમને ભારે દંડ પણ થઈ શકે છે. આખરે, ઘરમાં રોકડ રાખવા માટે આવકવેરાના નિયમ શું છે?
આમ તો ઘરમાં રોકડ રકમ રાખવાની કોઈ મર્યાદા નક્કી નથી કરવામાં આવી. આવકવેરાના નિયમ પ્રમાણે તમે તમારા ઘરમાં કેટલી પણ કેશ રાખી શકો છો, પરંતુ જો તેને તપાસ એજન્સી પકડી લે છે તો તમારે તેનો સ્ત્રોત જણાવવો પડશે. જો તમે તે પૈસા કાયદેસર રીતે કમાયા હશે અને તેના માટે બધા જ ડોક્યુમેન્ટ્સ હશે કે ઇન્કમટેક્સ રિટર્ન ભર્યું હશે તો ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ જો તમે સ્ત્રોત ન જણાવી શક્યા તો આ એજન્સી પોતાની કાર્યવાહી કરશે જ.જાણો ક્યારે અને કેટલો થઈ શકે છે દંડ:- જો તમે કેશ નો હિસાબ નથી આપી શકતા તો તમારી મુશ્કેલી વધી શકે છે. જો આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવે છે અને મોટી માત્રામાં રોકડ મળી આવે છે. આ સાથે, જો તમે તે રોકડ વિશે પણ સાચી માહિતી આપી શકતા નથી, તો તમારે ભારે દંડ ભરવો પડી શકે છે. તમારી પાસેથી વસૂલ કરાયેલી રોકડ રકમ પર તે રકમના 137% સુધી ટેક્સ લગાવી શકાય છે. આનો અર્થ એ છે કે તમારી પાસે રાખેલી રોકડ રકમ ચોક્કસપણે જશે જ અને તમારે તેના ઉપર 37% વધારે ચૂકવવા પડશે.આટલી વાતોનું પણ રાખો ધ્યાન:- તમને જણાવી દઈએ કે બેંકમાં એકવાર 50,000 રૂપિયાથી વધારે ઉપાડવા અથવા જમા કરાવવા પર તમારે પાનકાર્ડ બતાવવું પડશે. ખરીદી કરતી વખતે બે લાખથી વધારે નું પેમેન્ટ કેશ માં નથી કરી શકતા. તેના માટે પણ તમારે પાન અને આધાર બતાવવું પડશે. એક વર્ષમાં તમે તમારા બેંક ખાતામાં 20 લાખ રૂપિયાથી વધારે કેશ ડિપોઝિટ કરી શકો છો ત્યારે પણ તમારે પાન અને આધાર બેંકમાં દેખાડવું પડશે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી