ભારતમાં બેઠા બેઠા અમેરિકી શેરમાં કરો રોકાણ, થશે તગડી અને મોટી કમાણી…. જાણો રોકાણ કરવાની સંપૂર્ણ માહિતી….

મિત્રો ઓછા સમયમાં પોતાની મૂડીને અનેક ઘણી વધારવા માટે લોકો શેર માર્કેટમાં રોકાણ કરે છે. જોકે તેના માટે તમારે માર્કેટને સારી રીતે સમજવું જરૂરી છે કારણ કે તેમાં તમારો ફાયદો પણ થઈ શકે છે અને નુકસાન પણ. જો તમે શેર માર્કેટમાં રોકાણ કરો છો તો વધારે રિટર્ન મેળવવાનો પ્રયત્ન તો કરતા જ હશો. જણાવી દઈએ કે વધારે રિટર્ન માટે તમે ભારત સિવાય દુનિયાના મોટા સ્ટોક માર્કેટમાં અહીંયા બેઠા પણ રોકાણ કરી શકો છો 

ભારતમાં રોકાણકારોને હંમેશા એવી સલાહ આપવામાં આવે છે કે તમારે લોંગ ટર્મ માટે રોકાણ કરવું જોઈએ. તેનાથી તમારા પૈસા ડૂબવાનું જોખમ ઓછું રહે છે અને રિટર્ન પર સારું મળે છે. પરંતુ માર્કેટને સારી રીતે સમજી લીધા બાદ તમે શોર્ટ ટર્મ માટે પણ રમત રમી શકો છો. તેનાથી તમને ઘણી વાર તગડો ફાયદો પણ મળે છે. આજે અમે તમને ભારતમાં બેઠા અમેરિકન સ્ટોકમાં રોકાણ કરવાની રીત જણાવીશું.👉 અમેરિકન સ્ટોકમાં કરી શકો છો રોકાણ:- સ્ટોક માર્કેટની ઇનોવેટિવ સર્વિસના કારણે ભારતીય રોકાણકાર પણ ઇન્ટરનેશનલ બ્રોકરેજ એકાઉન્ટ ઓપન કરાવી શકે છે અને ત્યારબાદ વિદેશી સ્ટોકમાં રોકાણ કરી શકે છે. વિદેશમાં બ્રોકરેજ એકાઉન્ટ હોવા પર તમે ગ્લોબલ સ્ટોક, ઇટીએફ કે ફંડ ખરીદી શકો છો. જણાવી દઈએ કે તમે ભારતીય બ્રોકરેજ હાઉસ નો ઉપયોગ કરીને સરળતાથી અમેરિકન બ્રોકરની સાથે એકાઉન્ટ ઓપન કરાવી શકો છો. 

👉 સ્કેન ડોક્યુમેન્ટ અપલોડ કરીને ઓપન કરો એકાઉન્ટ:- અમેરિકન બ્રોકરની સાથે એકાઉન્ટ ઓપન કરવા માટે તમારે માત્ર સ્કેન કરવામાં આવેલા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે. આને તમે સરળતાથી ઓનલાઇન ઓપન કરી શકો છો. તમે અમેરિકન સ્ટોક માર્કેટમાં શેર ખરીદવા માટે નાની રકમનું રોકાણ કરીને શરૂઆત કરી શકો છો. આમાં તમે મિનિમમ બેલેન્સ ની ચિંતા કર્યા વગર મુક્તપણે  રોકાણ કરી શકો છો. જણાવીએ કે આમાં ઝીરો સબસ્ક્રીપ્શન પ્લાન અને જીરો બ્રોકરેજ પ્લાન પણ ઉપલબ્ધ છે.👉 તમારા એકાઉન્ટને મળશે સંપૂર્ણ સિક્યુરિટી:- અમેરિકન સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાવાળા કસ્ટમર ને ઈન્વેસ્ટમેન્ટ પ્રોટેક્શન કાઉન્સિલ ઈન્સ્યોરન્સ (SIPC ઈન્સ્યોરન્સ)ની સુરક્ષા ઉપલબ્ધ છે. જણાવીએ કે  કે ગ્રાહકોની સંમતિ વિના, તેમના ખાતામાં રાખવામાં આવેલી સિક્યોરિટીઝનો કોઈપણ ઉદ્દેશ્ય માટે ઉપયોગ કરી શકાતો નથી.

આમાં તમારે પાંચ લાખ અમેરિકન ડોલર સુધીના ઇન્સ્યોરન્સ પણ મળે છે. જોકે આમાં શેર માર્કેટમાં થતા નુકસાન સામેલ નથી. જણાવીએ કે અહીંયા પણ રોકાણ કરવામાં બાકી સ્ટોક માર્કેટની જેમ જ જોખમ હોય છે. આમાં રોકાણ કરવું કે ન કરવું તેનો સંપૂર્ણ નિર્ણય તમારો રહે છે.

( નોંધ : શેર બજારમાં રોકાણ કરતા પહેલા કોઈ જાણકાર કે સલાહકારની મદદ અવશ્ય લેવી )

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment