SBI દ્વારા કરવામાં આવી છે આ જાહેરાત… જો બેંક ધારક ધ્યાન નહિ આપે તો થઇ જશે કંગાળ.. એકાઉન્ટ થઈ જશે ખાલી.

SBI દ્વારા કરવામાં આવી છે આ જાહેરાત… જો બેંક ધારક ધ્યાન નહિ આપે તો થઇ જશે કંગાળ.. એકાઉન્ટ થઈ જશે ખાલી.

મિત્રો આજકાલ આપણે જોઈએ છીએ કે સાઈબર ક્રાઈમ ખુબ જ વધી રહ્યો છે. તો તેવા સમયે ઘણા બધા એવા ગુના બની રહ્યા છે જેમાં ગુનેગાર પકડાતા પણ નથી હોતા. તો આજે અમે એક એવા જ વિષયમાં વાત કરવા જઈ રહ્યા છીએ જેના વિશે જાણવું ખુબ જ આવશ્યક છે. કેમ કે આ તમે પણ આ બાબતનો શિકાર બની શકો છો. તો ચાલો જાણીએ કે શું છે એ. જે દરેક લોકો એ જાણવું જોઈએ.

બેંકોમાં આજકાલ ખુબ જ ફ્રોડ થવા લાગ્યું છે. તેમાં કોઈ પણ બેંકનો હાથ નથી હોતો પરંતુ સાઈબર ક્રાઈમના ગુનાખોરોનો હાથ હોય છે. જે આપણી અમુક ડીટેલ પરથી આપણા ખાતામાંથી પૈસા ઉઠાવી લેતા હોય છે અને તેની આપણને જાણ પણ નથી હોતી.

તો મિત્રો ભારતીય સ્ટેટ બેંક ભારતની સૌથી મોટી બેંક માનવામાં આવે છે. જેનો વિશ્વની અમુક મોટી બેંકોમાં પણ તેનો સમાવેશ થાય છે. તો SBI દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેનું દરેક બેંક ધારકે ધ્યાનમાં રાખવું જોઈએ. તો ચાલો જાણીએ કે શું છે એ જાહેરનામું.

SBI દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું કે કોઈ પણ બેંક ધારક એટલે કે કોઈ પણ વ્યક્તિનું બેંકમાં ખાતું હોય તેણે વોટ્સઅપ અને સોશિયલ મીડિયા દ્વારા આવતા બેન્કને લગતા મેસેજથી દુર રહેવું. અને કોઈ બેંકને લાગતો રેન્ડમ કોલ આવે તો પણ ઉઠાવવો નહિ. ઉઠાવો તો કોઈ પણ માહિતી તમારા બેંક ખાતાને લગતી અથવા તો ATMને લગતી આપવી નહિ.

SBI ના જણાવ્યા પ્રમાણે મોબાઈલમાં આવતા મેસેજ અને કોલ તમારી સાથે ફ્રોડ થવાની ફિરાકમાં હોય છે. જેના દ્વારા તે તમારી બેન્કિંગ માહિતી લઈને તમારા ખાતામાંથી પૈસાને ઉઠાવી લે છે. એટલા માટે કોઈ પણ કોલ અથવા મેસેજની જવાબ ક્યારેય બેંકને લાગતો હોય તો ન આપવો. બીજું ક્યારેય પણ પોતાનો OTP ન આપવો જોઈએ.

સ્ટેટ બેંક દ્વારા વોટ્સઅપમાં આવતા મેસેજના રીપ્લાયમાં કોઈ પણ પ્રકારનો OTP ન આપવો અથવા તો શેર ન કરવો. તેનાથી તમારી સાથે છેતરપિંડી થઇ શકે છે.

પહેલા બેંકના દરેક ગ્રાહકને OTP ને લગતી જાણકારી આપે છે અને પછી તેનો વિશ્વાસ જીતીને તે OTP તેની સાથે શેર કરવા માટે કહેતા હોય છે. ઘણી વાર વોટ્સઅપમાં ફ્રોડ લોકો દ્વારા એક લીંક મોકલવામાં આવે છે અને તે લીંક પર આપણે ક્લિક કરીએ તો તરત જ બિનજરૂરી અને જોખમ રૂપ એપ્લીકેશન ડાઉનલોડ થઇ જાય છે. તે એપ્લીકેશન દ્વારા હેકર આપણા મોબાઈલમાં આવતા બધા જ OTP જાણી શકે છે અને તેની ચોરી કરી શકે છે.

તે OTP દ્વારા એ આપણા બેંક ખાતા માંથી તરત જ પૈસાની ઉપાડી લે છે. જેના પગલે આપણને જાણ પણ નથી હોતી. જો તેની ફરિયાદ આપણે બેંકમાં પણ કરીએ તો ત્યાં પણ કોઈ જવાબ એ લોકો પાસે નથી હોતો. કેમ કે તેની પાસે રેકોર્ડમાં આપણું જ નામ બોલાતું હોય છે.

SBI દ્વારા ખાતરી આપવામાં આવે છે કે ક્યારેય કોઈ પણ બેંક કર્મચારીને કોઈ પણ ખાતા ધારકને ફોન કરવાની અનુમતિ હોતી નથી. જો કરવામાં આવે તો તેના પર ગુનો બને છે. SBI ને લાગતું કોઈ પણ કામકાજ હોય તો તેના માટે રૂબરૂ બેંકની મુલાકત લેવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ ફોનમાં ક્યારેય પણ બેંક કર્મચારી છે એવું જણાવે તો ફોનને કટ કરી નાખવો જોઈએ. અને ખાસ વાત તો એક ફોન ઉપાડો તો પણ કોઈ પણ પ્રકારની માહિતી ફોનમાં આપવી નહિ.

બેંકના ગ્રાહકે કોઈ પણ બીજા વ્યક્તિ સાથે ક્યારેય પણ કાર્ડ નંબર કે ખાતા નંબર અથવા અન્ય બેંકના પ્રમાણોને શેર કરવા નહિ. કોઈ પણ સંજોગોમાં આ ભૂલ ક્યારેય ન કરવી જોઈએ.

SBI દ્વારા કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ તમારી સાથે બેંકને લાગતું ફ્રોડ કરે તો તરત તેના 1800-11-1109 નંબર પર ફોન કરવો જોઈએ.  બેંક દ્વારા સાફ જાહેર કરવામાં આવ્યું છે કે કોઈ પણ મેસેજ કે કોલમાં બેંકને લગતી કોઈ માહિતી આપવી નહિ. જો તમે આપશો અને તમારા સાથે ફ્રોડ થશે તો તેની જવાબદાર બેંક નહિ રહે. જેની ખાસ નોંધ બેંકના ધારકોએ લેવી.અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

 

5 thoughts on “SBI દ્વારા કરવામાં આવી છે આ જાહેરાત… જો બેંક ધારક ધ્યાન નહિ આપે તો થઇ જશે કંગાળ.. એકાઉન્ટ થઈ જશે ખાલી.”

  1. હાલ લોન માટે ની એપલીકેશન ઘણી બધી આવે છે. જે બેંક માહિતી માગે છે. તો શું આ સાચું છે. જે બેંક ની એકાઉન્ટ તેમજ પાન કાર્ડ અપલોડ કરાવે છે. તે પછી કાતો લોન આપતાં નથી અથવા મામૂલી લોન આપે છે. જે સાચી છે કે ખોટી તે જણાવશો.

    Reply

Leave a Comment