આ 3 મહિનામાં પ્રેગ્નેન્સી ધારણ કરવી મહિલાઓ માટે છે જોખમી, જાણો આ માહિતી અને મહિના વિશે… નહિ તો આવશે ગંભીર પરિણામ…

માતા બનવું એ એક ભગવાનના આશીર્વાદ છે. જેને દરેક મહિલા મેળવવા માંગે છે. પણ ગર્ભાવસ્થા ના આ નવ મહિના દરેક મહિલા માટે ખુબ જ સુંદર હોય છે. પણ અમુક સમયમાં ગર્ભ ધારણ કરવાથી મહિલાનું જીવન જોખમ રૂપ બની શકે છે. આથી જ આજે અમે તમને આ લેખમાં એવા ત્રણ મહિનાઓ વિશે જણાવીશું જેમાં ગર્ભવતી થવાથી ખતરનાક સાબિત થઇ શકે છે. હાલમાં જ થયેલી એક સ્ટડીમાં સામે આવ્યું છે કે, ગરમી દરમિયાન પ્રેગ્નેન્ટ મહિલાઓમાં મિસકેરેજનું જોખમ સૌથી વધુ હોય છે. અમેરિકી રિસર્ચર્સની એક ટીમે 8 વર્ષ સુધી કરેલી એક સ્ટડી દરમિયાન 6 હજાર મહિલાઓની પ્રેગ્નેન્સીને ટ્રેક કરી. સ્ટડી દરમિયાન મિસકેરેજનો દર જૂન, જુલાઇ અને ઓગસ્ટના મહિનામાં સૌથી વધુ જોવા મળ્યો. સાથે જ ઓગસ્ટના માહિનામાં મિસકેરેજ રેટ ફેબ્રુઆરીની સરખામણીએ 44 ટકા વધુ જોવા મળ્યો.

ગર્ભવતી મહિલાઓમાં મિસકેરેજના મોટા ભાગના કેસ પ્રેગ્નેન્સીના 8 અઠવાડીયા પૂરા થયા પહેલા જોવા મળ્યા. આ દરમિયાન ભ્રૂણની સાઇઝ એક રાસબરી જેટલું હોય છે. વિશેષજ્ઞનું માનવું છે કે, મિસકેરેજનું મુખ્ય કારણ ગરમ રૂતુ દરમિયાન વધુ હિટ અને લાઇફસ્ટાઇલ હોય શકે છે. પરંતુ તેમનું એ પણ કહેવું છે કે, તે માટે હજુ પણ બીજી ઘણી સ્ટડીઝ થવી જરૂરી છે.બોસ્ટન વિશ્વવિદ્યાલયના અધ્યયન લેખક ડો. અમેલિયા વેસેલિંકે કહ્યું કે, સ્ટડીઝ દરમિયાન તેમણે જાણ્યું કે, અર્લી મિસકેરેજનું જોખમ ગરમીની ઋતુમાં સૌથી વધુ હોય છે. તેમણે આગળ કહ્યું કે, ગરમીના કારણે પ્રેગ્નેન્સી દરમિયાન બીજી પણ ઘણી મુશ્કેલીઓનું જોખમ વધી જાય છે. જેમકે- સમય પહેલા બાળકનો જન્મ, જન્મ સમયે બાળકનું ઓછું વજન અને ખાસ કરીને ગર્ભમાં જ બાળકનું મરી જવું.

રિસર્ચર્સે તે મહિલાઓના સર્વે ડેટાનું વિશ્લેષણ કર્યું જેમણે મિસકેરેજ પર ડેટા આપ્યા હતા, તેમાં મહિલાઓએ જણાવ્યુ કે તેમનું મિસકેરેજ ક્યારે થયું અને તેમની ડિલિવરી થવામાં કેટલો સમય બાકી હતો. શોધકર્તાઓએ રિસર્ચમાં એવી મહિલાઓનો સમાવેશ કર્યો જેઓ પ્રેગ્નેન્સી પ્લાન કરવાનો પ્રયત્ન કરી રહી હતી. આ પ્રેગ્નેન્ટ મહિલાઓ પર તેમની ડિલિવરી સુધી નજર રાખવામા આવી. આ રિસર્ચના પરિણામોને જર્નલ એપીડેમિયોલોજીમાં પબ્લીશ કરવામાં આવ્યું. રિસર્ચમાં એ વાત સામે આવી કે, પ્રેગ્નેન્સીના કોઈ પણ અઠવાડીયા દરમિયાન મિસકેરેજનું જોખમ ફેબ્રુઆરીના અંતની તુલનાએ ઓગસ્ટના અંતમાં 31 ટકા વધુ હતું.એક્સ્પર્ટે કહ્યું કે, તે મહિલાઓમાં, મિસકેરેજનું જોખમ વધુ જોવા મળ્યું જેઓ ખૂબ વધારે ગરમી વાળી જગ્યાએ રહેતી હતી. જોકે, એક્સપર્ટને હજુ સુધી આ વાત પર વિશ્વાસ નથી કે ગરમી પ્રેગ્નેન્સીને અસર કરી શકે છે. પરંતુ તેમનું માનવું છે કે, ગરમીના કારણે ગર્ભવતી મહિલાઓમાં પાણીની ઉણપના ચાલતા પ્લેસેંટાના વિકાસ પર ખરાબ અસર થઈ શકે છે. જેના કારણે બાકી ઋતુઓની તુલનાએ ગરમીમાં મિસકેરેજનું જોખમ ઘણું વધારે હોય છે. જોકે, રિસર્ચર્સનું એ પણ કહેવું છે કે, તેના પર હજુ પણ રિસર્ચ કરવાની ખૂબ જરૂર છે. 

ક્યારે અને કઈ રીતે થાય છે મિસકેરેજ:- મિસકેરેજ પ્રેગ્નેન્સીના પહેલા 23 અઠવાડીયા દરમિયાન થાય છે. મિસકેરેજના સામાન્ય લક્ષણોમાં સમાવિષ્ટ છે. વજાઈનલ બ્લીડિંગ, પેટના નીચેના ભાગમાં દુખાવો કે ક્રેપ્સ. ઘણા કેસમાં મહિલાઓને ખબર પણ હોતી નથી કે તેઓ પ્રેગ્નેન્ટ હતી અને તેમનું મિસકેરેજ થયું. 

એકધારા ત્રણ થી વધુ મિસકેરેજને અસામાન્ય ગણવામાં આવે છે અને લગભગ 1 ટકા મહિલાઓ તેનાથી પ્રભાવિત થાય છે. ડોક્ટર્સનું માનવું છે કે, મોટાભાગના મિસકેરેજ બાળકોમાં અસામાન્ય ક્રોમોસોમ્સના કારણે થાય છે.  મિસકેરેજને અટકાવી શકાતું નથી પરંતુ પ્રેગ્નેન્ટ હોય ત્યારે, સ્મોકીંગ, દારૂ અને નશીળી દવાઓના સેવનથી બચવું આ જોખમને ઘટાડી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment