બાળકોની આંખમાં આંજણ કરતા પહેલા જાણી લો માહિતી, નહિ તો આંખોને થશે નુકશાન… જાણો કેવું આંજણ લગાવવું અને કેવું નહિ…

મિત્રો તમે ઘણી જગ્યાએ જોયું હશે કે માતા પોતાના બાળકને નજર ન લાગે એ માટે આંખમાં કાજલ લગાવે છે. પણ આજકાલ એવું શુદ્ધ કાજલ ક્યાં મળે છે. આજે તો બજારમાં જે ડબ્બીમાં પેક કાજલ મળે છે તેને આપણે ઉપયોગ કરીએ છીએ. પણ આ કાજલ માં કેમિકલ પણ હોઈ શકે છે. તેનાથી બાળકની આંખને નુકશાન પણ થઇ શકે છે. આથી આવા કેમિકલ વાળ કાજળથી સાવધાન થવું ખુબ જ જરૂરી છે. 

ભારતમાં લગભગ દરેક ઘરમાં નાના બાળકોને આંખમાં કાજલ લગાવવામાં આવે છે. આંખમાં કાજલ લગાવવાની સાથે માથા અને હાથમાં પણ લગાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કાજલનો કાળો ટીકો બાળકોને ખરાબ નજરથી બચાવે છે. શું તમે જાણો છો કે કાજલ લગાવવાથી બાળકની આંખને ગંભીર નુકશાન થઇ શકે છે.પહેલાના લોકોનું માનવું છે કે કાજલ બાળકને ખરાબ નજરથી બચાવે છે.

આ સિવાય આ બાળકને ઘણા પ્રકારના ફાયદાઓ પહોચાડે છે. જ્યાં પહેલા સમયમાં ઘરે બનેલ કાજલનો ઉપયોગ કરવામાં આવતો હતો,જયારે આજે માર્કેટમાં કેમિકલ યુક્ત કાજલનો ઉપયોગ કરવામાં આવે છે. તેનું જોખમ મોટાઓની આંખ પર પડે છે જ તેનાથી પણ વધુ નુકશાન બાળકની આંખ પર પડે છે. વાસ્તવમાં નાના બાળકની આંખ સેન્સીટીવ અને નાજુક હોય છે, આથી તેની આંખ પર કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા તેના વિશે જાણકારી મેળવી લેવી જોઈએ. 

નાના બાળકોની આંખમાં કાજલ લગાવવાથી થતા નુકશાન:- જાણકારી અનુસાર કાજળમાં રહેલ કેમિકલ્સથી માત્ર બાળકની આંખમાં ઇન્ફેકશન નથી થતું પરંતુ કાજલ લગાવવાથી નાના બાળકોની નર્વસ સીસ્ટમ પર પણ ખરાબ પ્રભાવ પડી શકે છે. કાજળથી નુકશાન કોઈપણ વ્યક્તિને થઇ શકે છે. બાળક ખુબ જ નાજુક હોય છે, તેનું ગટ અબ્સોપર્શ ખુબ તેજ હોય છે આથી બાળક પર તેની અસર જલ્દી અને ગંભીર થઇ શકે છે.કાજલ લગાવવાથી બાળક પોતાની આંખ ચોળે છે, જેનાથી કાજલના કણ તેની આંખની અંદર જાય છે, જેનાથી ઇન્ફેકશનનું જોખમ વધી જાય છે. જે આગળ જતા બાળકોની આંખમાં સમસ્યાનું કારણ બની શકે છે. કાજળમાં રહેલ લેડ બાળકો માટે ખુબ જ ખતરનાક હોય છે. કાજલનો સતત ઉપયોગ કરવાથી શરીરમાં લેડ એકઠું થઇ શકે છે. લાંબા સમય સુધી કાજલનો ઉપયોગ બાળકના શરીર માં લેડ ની માત્રા વધારી શકે છે. જેનું પરિણામ તેની નર્વસ સીસ્ટમ પર જોવા મળે છે. લેડ શરીર માટે ખુબ જ હાનીકારક હોય છે, તેની નકારાત્મક અસર બોન મેરો પર પણ પડી શકે છે. આ સાથે સાથે માંસપેશીઓના વિકાસ પર તેની અસર પડી શકે છે. તે કીડની ને લગતી સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. 

બાળકોને કાજલ લગાવવા જ માંગતા હો તો ઘરે જ કાજલ બનાવો:- બાળકો માટે કાજલ બનાવવા માટે 4-5 બદામ લઈને તેને કાંટા વાળી ચમચીમાં પકડી લો. તેને જલાવીને પ્લેટમાં રાખો અને આ રીતે બધી જ બદામ બાળીને તેમાંથી નીકળેલી રાખમાં શુદ્ધ ઘી ના થોડા ટીપા નાખીને કાજલ બનાવી લો અને પછી તેને બાળકની આંખમાં લગાવો. આમ બાળકની રોશની વધારવા માટે આંખમાં લગાવવામાં આવતું કાજલ ઘરે જ બનાવો. તેનાથી બાળકને  કોઈપણ પ્રકારનું નુકશાન નથી થતું. જો કે ઘરે બનાવેલ કાજલ લગાવવાથી બાળકની આંખને કોઈ નુકશાન નથી થતું. પણ બહારથી ખરીદેલ કાજળમાં કેમિકલ હોઈ શકે છે. જેનાથી બાળકના સ્વાસ્થ્યને નુકશાન થાય છે. આમ બાળકની આંખનું તેજ વધારવા માટે કાજલ ખુબ જરૂરી છે. પણ તેને કેમિકલ વાળા કાજળથી દુર રાખવું જોઈએ. નહિ તો મોટું જોખમ થઇ શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment