નાસ્તામાં ખાવાનું શરૂ કરીદો આ વસ્તુ, આસપાસ પણ નહીં ભટકે બીમારી. કમજોરી, કબજિયાત ક્યારેય નહીં થાય….

જેમ કે તમે જાણો છો તેમ આપણા દિવસની શરૂઆતમાં જ નાસ્તો કરવામાં આવે તો શરીરને આખો દિવસ ફીટ રહે છે અને એનર્જી અનુભવે છે. આથી જ સવારના નાસ્તાનું વિશેષ મહત્વ છે. તેમજ સવારનો નાસ્તો તમને આખો દિવસ એક્ટીવ રાખે છે. આથી નાસ્તામાં તમારા માટે ઓટ્સ ખુબ જ સારો એવો વિકલ્પ છે.

આજે અમે તમારા માટે ઓટ્સના ફાયદાઓ વિશે માહિતી લઈને આવ્યા છીએ. એકદમ સાચું, ઓટ્સ શરીર માટે ખુબ ગુણકારી છે. તેમાંથી મળતું વિશેષ પ્રકારનું ફાઈબર ‘બીટા ગ્લુકેન’ શરીરને ખુબ જ ફાયદો આપે છે. ડાયટ એક્સપર્ટના જણાવ્યા અનુસાર સવારનો હેલ્દી નાસ્તો તમને આખો દિવસ એક્ટીવ રાખે છે. આથી નાસ્તામાં તમારા માટે ઓટ્સ એક સારો એવો વિકલ્પ છે. દરરોજ જો તમે 30 થી 40 ગ્રામ ઓટ્સનું સેવન કરો છો તો તેનાથી તમારું શરીર ઘણી રીતે ફીટ રહી શકે છે.એક્સપર્ટના જણાવ્યા અનુસાર ઓટ્સ એક પ્રકારનું કઠોળ છે. જેનું વૈજ્ઞાનિક નામ એવના સટાઈવા છે અને તે પોએસી પરિવારથી સંબંધિત છે. જો તેનું સેવન સવારના નાસ્તના રૂપમાં કરવામાં આવે તો તમને તેનાથી ઘણા સ્વાસ્થ્ય લાભ મળી શકે છે અને તમે ઘણા રોગોથી દુર રહેશે. ચાલો તો ઓટ્સના ફાયદાઓ વિશે જાણી લઈએ.

ઓટ્સની વિશેષતાઓ : ઓટ્સમાં ભરપુર માત્રામાં ફાઈબર હોય છે. તેના બીટા ગ્લુકેનની માત્રા પણ વધુ રહેલી છે. જે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. ઓટ્સ પેટ અને દિલ બંને માટે ખુબ જ ફાયદાકારક છે.ઓટ્સના ફાયદાઓ : 1 ) ઓટ્સ ખાવાથી મેટાબોલીઝ્મમાં વધારો થાય છે અને કેલેરી ઝડપથી બર્ન થાય છે. નાસ્તામાં ઓટ્સ ખાવાથી તમને લાંબા સમય સુધી ભૂખ નથી લગતી અને પેટ ભરેલું રહે છે. આ રીતે તમારો વજન ઓછો કરવમાં મદદ મળે છે.

2 ) ઓટ્સ લો ગ્લાસેમીક ઇન્ડેક્સ વાળું ફૂડ છે. જેનાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. ફાઈબર હાર્ટ માટે ખુબ સારું છે અને તેનાથી કોલેસ્ટ્રોલ પણ ઓછું થાય છે.

3 ) ઓટ્સમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, અને વિટામીન બી-કોમ્પ્લેક્સ વધુ પ્રમાણમાં રહેલ છે. તે નર્વસ સિસ્ટમને વ્યવસ્થિત બનાવવાનું કામ કરે છે. આ સિવાય તેમાં તેમાંથી મળતું ફાઈબર કબજિયાતની સમસ્યાને દુર કરે છે.4 ) ઓટ્સનું સેવન શરીરની સાથે ત્વચા માટે પણ ખુબ જ ફાયદાકારક છે. એક ચમચી ઓટ્સને દુધમાં પલાળીને તેની પેસ્ટ બનાવી લો. હવે તે પેસ્ટને મોં અને હાથ-પગ પર લગાવો. તેનાથી ત્વચામાં ચમક આવે છે.

5 ) ઓટ્સનું સેવન કરવાથી તણાવ ઓછો કરવામાં પણ મદદ કરે છે. તેમાં મેગ્નેશિયમ મળી આવે છે. જે તણાવ ઓછો કરવામાં મદદરૂપ થાય છે. કારણ કે તે સેરોટોનીન હાર્મોન રિલીઝ કરે છે. તેનું સેવન તમે રાત્રે પણ કરી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment