મોટાભાગના લોકો નથી જાણતા ઝડપથી વજન ઘટાડવા ક્યું પાણી પીવું જોઈએ… જાણો અ બંનેમાંથી ક્યું પાણી છે વધુ અસરકારક..

મિત્રો તમે જાણતા જ હશો કે વજન ઓછું કરવા માટે ગરમ પાણી ખુબ સારું છે. તેમજ વધુ ઝડપથી વજન ઓછું કરવા માટે લીંબુ વાળું ગરમ પાણી વધુ અસરકારક છે. આ સિવાય તમે વજન ઓછું કરવા માટે અનેક ઘરેલું ઉપચાર કરતા હશો. આવો જ એક ઉપાય મેથી જીરાનું પાણીનો પણ છે. પરંતુ પ્રશ્ન એ છે કે, આ બંને માંથી કયું પાણી વધુ અસરકારક છે ?

ઘણા બધા અલગ અલગ ડ્રિંક વિશે તમે આજ સુધી સાંભળ્યુ હશે. પરંતુ સૌથી બેસ્ટ ડ્રિંક કયું છે અને ક્યાં ડ્રિંકથી તમારે તમારા દિવસની શરૂઆત કરવી જોઈએ, તે હંમેશા મુશ્કેલી ભર્યો સવાલ રહે છે. આ ડ્રિંક્સનું સેવન કરવાથી આપણું વજન તો નથી ઘટાડી શકાતું. પરંતુ જો તમે હેલ્થી લાઈફ સ્ટાઈલ સાથે તમારી ખાણીપીણી પણ સુધારો છો અને એકસરસાઈઝ કરો છો, તો તેનાથી તમને ઘણી મદદ મળી શકે છે.

આ ડ્રિંક્સ તમને ડીટોક્ટ્સ કરવામાં અને તમારા પેટનું સ્વાસ્થ્ય સારું કરવામાં એક મહત્વની ભૂમિકા ભજવે છે. હેલ્થકેર સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલની ડોક્ટરના મત મુજબ, લીંબુમાં વિટામીન સી મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ સિવાય પણ તેમાં બીજા ઘણા પોષકતત્વો જોવા મળે છે. તેના પાણીના સેવનથી કબજિયાત, કિડની વગેરેની સમસ્યામાં છૂટકારો મળે છે. જ્યારે મેથીને અઘુલનશીલ ફાઇબરનો સ્ત્રોત ગણવામાં આવે છે. તે પાચન તંત્રને સ્વસ્થ રાખે છે. વજન ઘટાડવા માટે લીંબુ પાણીનું સેવન કરવું કે મેથી જીરાના પાણીનું આ વાતને લઈને તમારા મનમાં મુશ્કેલી હોય તો આવો જાણીએ વિસ્તારથી.

મેથી જીરાના પાણીના ફાયદા અને નુકશાન : મેથીને રાત્રે પાણીમાં પલાળીને રાખો અને સવારે આ પાણીને ગાળીને થોડું ગરમ કરીને પીવું સ્વાસ્થ્ય માટે સારું ગણવામાં આવે છે. ગયા વર્ષે અમુક સેલિબ્રિટિઓએ પણ આ ડ્રિંક બનાવી હતી અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. ત્યારથી આ ડ્રિંકનું મહત્વ ઘણું વધી ગયું છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આ ડ્રિંક સારો એવો વિકલ્પ છે. માની લઈએ કે મેથી જીરાનું પાણી હેલ્થી ડ્રિંક છે પરંતુ, જીરાનું ગરમીના દિવસોમાં વધારે સેવન નુકશાન કરી શકે છે.

ગરમ લીંબુ પાણીના ફાયદા અને નુકશાન : ગરમ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવું એ વજન ઘટાડવામાં મદદગાર થઈ શકે છે. લીંબુ વિટામિન સી નો સારો સ્ત્રોત છે અને આ ડ્રિંક તમારા હાઈડ્રેશન માટે પણ ઘણું સારું છે. જો તમને પાચનની સમસ્યા જેમ કે કબજિયાત વગેરે હોય તો આ ડ્રિંક તમારી ઘણી મદદ કરી શકે છે. એક્સપર્ટના મત મુજબ તેને એક પ્રાકૃતિક ડાયરેટીક ગણવામાં આવે છે. માટે તેના સેવનથી તમને વારંવાર બાથરૂમ જવાની તકલીફ થઈ શકે છે જે ઘણું ડિસ્ટર્બ કરી શકે છે.

તો કયું ડ્રિંક વધારે સારું છે ? : આમ તો બંને ડ્રિંકના પોતપોતાના લાભ અને નુકશાન છે. પરંતુ બંનેમાંથી કોઈ એકને પસંદ કરવાનું થાય તો લીંબુ પાણી તમારા માટે વધુ ફાયદાકારક રહે છે. કારણ કે તમે તેને આખું વર્ષ પિય શકો છો. તેના વધારે સાઈડ ઇફેક્ટ્સ પણ નથી. મેથી અને જીરાના પાણીનું સેવન ગરમીમાં કરી શકાતું નથી. માટે ઠંડીમાં મેથી જીરાના પાણીનું ડ્રિંક ટ્રાય કરી શકાય છે જ્યારે લીંબુ પાણી ઉનાળા માટે બેસ્ટ છે. તો આમ અલગ અલગ ઋતુમાં તેને બદલીને પીવામાં આવે તો તેના વધારે લાભ મળી શકે છે.

તેનો મતલબ એ નથી કે આ ડ્રિંક તમને વજન ઘટાડવામાં મદદ કરશે એ માટે તમારે સાથે સાથે તમારી એકસરસાઈઝ અને ખાણીપીણીનું પણ ધ્યાન રાખવું પડશે. નહિ તો આ પ્રકારના ડ્રિંકથી કોઈ ફાયદો મળશે નહીં.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment