દરેક પુરુષને પોતાની પત્ની પાસે હોય છે આ આશા.. મોટા ભાગની મહિલાઓ ને આ ખ્યાલ નથી એટલે પતિ થઈ જાય છે કહ્યા બાર અને થાય છે ઝઘડા

મિત્રો આપણે ત્યાં પતિ અને પત્નીનો સંબંધ ખુબ જ પવિત્ર માનવામાં આવ્યો છે. તેમજ કોઈ પણ સંબંધમાં નાની મોટી પરેશાની તો આવતી જ હોય છે. તેમજ પતિ-પત્ની વચ્ચે મીઠા ઝગડાઓ પણ થતા હોય છે. પણ આ ઝાગડઓ વધે નહિ તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, જો કે દરેક પત્ની એવું ઈચ્છે છે કે, તેનો પતિ તેનું જ કહ્યું કરે, પણ આવું બહુ ઓછું બને છે. જો તમે પણ પોતાના પતિને વશ કરવા માંગતા હો તો આજે જ આ લેખ વાંચી જુઓ.

પતિ-પત્નીના સંબંધમાં ઝગડો થવો એ સામાન્ય વાત છે. પત્નીઓને હંમેશા આ શિકાયત રહે છે કે, એમના પતિ એમની વાત નથી માનતા. તે હંમેશા પોતાના મનની જ કરે છે. આવામાં દરેક પત્ની પોતાના પતિને કાબુમાં રાખવા માંગે છે. જો તમારી પણ આ  ઈચ્છા હોય તો તમે એકદમ રાઈટ છો. આજે અમે તમને થોડી એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે તમારા પતિને સરળ રીતે કાબુમાં રાખી શકો છો.1 ) પતિને કાબુમાં રાખવા માટે પહેલા તમારે એમનું દિલ જીતવું પડશે. તે તમારી દરેક વાત ત્યારે જ માનશે જ્યારે તમે એમની દરેક વાત માનશો. જો તમે એમની વાત માની નહીં શકો તો ખાલી આખી વાત એમની સાંભળો તો ખરી જ. અને એમની  પર નારાજ ન થવું. પરંતુ શાંતિ, પ્યાર અને  લૉજિક સાથે પતિને જણાવવું કે તમે એમની વાત કેમ નથી માની શકતા.

2 ) પત્નીઓને પતિને મહેણાં મારવની ખુબ જ ખરાબ ટેવ હોય છે. આ કારણે ઘરમાં વધારે લડાઈ થાય છે. આ મહેણાં અને કટાક્ષથી પતિને ક્યારેક એવું ખરાબ લાગે છે કે, એમની પોતાની પત્નીથી નફરત કરવા લાગે છે. તે એમની નજરથી ઉતરી જાય છે. પછી તે એમની કોઈ વાત નથી સાંભળતા.  એટલે પતિને પોતાના વશમાં કરવું હોય તો મહેણાં ન મારવા અને પ્રેમ ભરેલી વાતોનો સહારો લો.3 ) વર્ક અને ઓફિસના કામને લઈને પતિઓને  આડે આવવું  પસંદ નથી હોતું. એટલે એમના કામને લઈને કોઈ દલીલ ન કરો અને એમને કામના સમયે ડિસ્ટર્બ ન કરો. બસ ખાલી એ થાકીને ઘરે આવે ત્યારે એમના વિશે એમને હાલચાલ અને દિવસ કેવો ગયો એ પૂછી લેવું.

4 ) કોઈ પત્નીઓને પહેલાની વાતો ફરી યાદ કરવાની આદત હોય છે. તે ખુબ જૂની વાત કેટલા વર્ષો સુધી  કર્યા કરશે. જે વીતી ગયું છે એ ફરીથી યાદ ન કરો. જૂની વાત ભૂલીને નવી શરૂવાત કરો. ભવિષ્યની પ્લાનિંગ કરો. એનાથી પતિ તમને દરેક વાતે ખુશ થઈને સાથ આપશે.

5 ) કેટલીક વખતે ગેરસમજને  લીધે પણ પતિ-પત્નીઓ વચ્ચે સંબંધ બગડી જાય છે. એટલે કે જ્યારે પણ કોઈ લડાઈ થાય તો ડાયરેક્ટ એકબીજાથી વાત કરો. એ વાતને લઈને સમસ્યા છે એમને શાંતિ અને મળીને સમાધાન કાઢો. સંભારેલી વાત પર વિશ્વાસ ન કરો. એક બીજા પર વિશ્વાસ રાખો.6 ) લગ્ન પછી ક્યારેક રોમાન્સ મરી જાય છે. એવામાં પોતાના પતિને પોતાની તરફ આકર્ષિત કરવા માટે ઘરમાં જ રોમેન્ટિક વાતાવરણ બનાવવું. અથવા પછી બહાર ડિનર, વેકેશન પર જવું. તમે તમારા લુક સાથે પણ પ્રયોગ કરી શકો છો. થોડી મોર્ડન અને સ્ટાઇલિશ બનીને પતિને એક વખત ફરી પોતાનો દીવાનો બનાવી શકો છો. એનાથી એ તમારી દરેક વાત માનશે.

7 ) પતિ-પત્નીનો સંબંધ ખુબ સુંદર હોય છે. એમાં બસ એકબીજાને સમજવાની જરૂરત છે પછી તમારી લાઈફ સારી બની જાય છે. અને એમાં થોડી વાતનું ધ્યાન રાખવાની જરૂરત છે.  જેમ કે પત્નીની ઈચ્છાને ધ્યાનમાં રાખવી અને એ પ્રમાણે તેને અનુસરવું. જો એવું કરવામાં આવે તો તમે આસાનીથી પતિને વશમાં કરી શકો છો.

તમને શું લાગે છે? તમારી પાસે કોઈ ઉપાય હોય તો કોમેન્ટ માં જણાવજો.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment