મિત્રો જો બાળકને નાનપણથી જ દરેક પ્રકારના પોષક તત્વો યુક્ત આહાર આપવામાં આવે તો તેનો શારીરિક અને માનસિક વિકાસ થવામાં મદદ મળે છે. માતાનું દૂધ છોડાવ્યા બાદ બાળકને નક્કર આહારમાં દરેક પ્રકારના મુખ્ય નક્કર આહાર જૂથમાં સામેલ કરવામાં આવે છે. આમ તો છ મહિનાના બાળકને કઠણ આહાર ખવડાવવાનું શરૂ કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ તમે પાંચ મહિનાના બાળકને પણ કેટલાક ફૂડ ખવડાવવાનું શરૂ કરીને તેના વિકાસમાં વધારો કરી શકો છો અને પૂરતું પોષણ આપી શકો છો.
પીડીયાટ્રિશિયન પ્રમાણે હેલ્દી બાળકોને પાંચથી છ મહિનાની વચ્ચે સોલિડ ફૂડ ડાયટ આપવાનું શરૂ કરી દેવું જોઈએ. તેના આહારમાં તમારે અલગ અલગ પ્રકારની વસ્તુઓને સામેલ કરવાની છે. તેનાથી બાળકને જરૂરી પોષણ પણ મળશે અને તેને અલગ અલગ સ્વાદની આદત પણ પડશે. કારણ કે બાળકનું ઇમ્યુનિટી સિસ્ટમ આ સમયગાળા દરમિયાન જ વિકસિત થઈ રહ્યું હોય છે તેથી તેને હેલ્ધી ગ્રોથ માટે યોગ્ય પોષક તત્વોની જરૂરત હોય છે.આ લેખમાં અમે તમને જણાવીશું કે પાંચ મહિનાના બાળક માટે કેવા પ્રકારના ફૂડનું સેવન કરાવવું જોઈએ. જો તમે પણ તમારા પાંચથી છ મહિનાના બાળકને નક્કર આહાર ખવડાવવાનું શરૂ કરવા ઈચ્છતા હોવ તો અહીંયા જણાવેલા ફૂડ આઈડિયા જોઈ શકો છો. અને તમે તમારા બાળકના આહારમાં તેને સામેલ કરી શકો છો.
1) સીરીયલ:- જ્યારે તમારું બાળક પાંચ મહિનાનું થઈ જાય છે તો તેને ઓટ્સ અને ચોખામાંથી બનેલી સીરીયલ આપવાનું શરૂ કરો. તેમાં માતાનું દૂધ પણ જરૂરથી મેળવો. જો તમે ઈચ્છો તો તેમાં ફોર્મ્યુલા અથવા પાણી પણ ઉમેરી શકો છો. જ્યારે તમે પ્રથમ વખત ખવડાવો ત્યારે ફ્લેવર્ડ વાળા સીરીયલ ન લેવા.2) ફળ:- ફળમાં અનેક પ્રકારના વિટામિન હોય છે અને પાંચ મહિનાના બાળક માટે આ વિટામિન આવશ્યક છે. શરૂઆતમાં બાળકને ફળ પકાવીને કે મેશ કરીને ખવડાવો. તમે બાળકને કેળું પણ મેશ કરીને આપી શકો છો પરંતુ બાળકને પકાવેલું કેળું જ ખવડાવવું.
3) શાકભાજી:- તમે બાળકને બટાકા, ગાજરને પકાવીને ખવડાવી શકો છો. શાકભાજીને પકાવ્યા બાદ મેશ કરીને બાળકને ખવડાવો. તેમાં કોઈપણ વસ્તુ ન નાખવી જોઈએ. એક વર્ષનું થયા સુધી બાળકને કોઈ પણ પ્રકારનું કાચું શાક ન આપવું. ફાઇબર વાળા શાક પણ ન ખવડાવવા. કેટલીક શાકભાજીઓમાં ફાઇબર હોય છે.4) દાળ રાઈસ:- તમે છ મહિનાના બાળકને હળદર મીઠા વાળી મોળી દાળ અને ભાત મેશ કરીને આપી શકો છો. તેના સિવાય મગની દાળ વાળી ઢીલી ખીચડી પણ મેશ કરીને ખવડાવી શકાય છે.તેનાથી બાળકનો શારીરિક અને માનસિક વિકાસ ઝડપથી થાય છે. તેમજ બાળપણથી જ બાળકનું હેલ્થ સ્વસ્થ રહે છે.
(નોંધ : પાંચ મહિનાના બાળકોની હરકત કેવી છે તે જાણવા માટે ડોક્ટર નો સંપર્ક કર્યા બાદ તેમની સલાહ લીધા બાદ જ તેને કંઈ પણ ફૂડ આપવું જોઈએ.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી