હવે મનગમતી વસ્તુ ખાઈને પણ ઘટાડો સડસડાટ વજન… અજમાવો આ એક ઘરેલું મેથડ, પેટ અને શરીરની તમામ ચરબી ફટાફટ ઓગળી જશે….

મિત્રો દરેક લોકો આજે પોતાના વધતા જતા વજનથી પરેશાન છે. આથી તેઓ નવા નવા નુસ્ખાઓ અપનાવીને વજન ઓછું કરવાનો પ્રયત્ન કરે છે. પણ વજન ઘટવાની જગ્યાએ વધતો જાય છે. જયારે કેટલાક લોકો પોતાના ખોરાક પર ગમે તેમ કરીને કંટ્રોલ કરીને વજન ઓછું કરતા હોય છે. પણ તેમ કરવાથી તમારું સ્વાસ્થ્ય બગડે છે. જેના કારણે તમે બીમાર પડો છે. પણ આજે અમે તમને ખોરાક પર કંટ્રોલ કરવાની કેટલીક રીત વિશે જણાવીશું. 

જો તમે તમારા બેલી ફૈટથી છુટકારો મેળવવા માંગતા હોવ તો તમારે તેને ઘટાડવા માટે પોતાને જિમમાં ધકેલવા પડશે અને સાથે જ એક હેલ્થી ડાયટ પ્લાન ફોલો કરવું પડશે. એકસરસાઈઝ અને ડાયટ બે મહત્વપૂર્ણ પગલાં છે, જે તમને તમારું આદર્શ વજન મેળવવામાં મદદ કરશે. વજન ઘટાડવા માટે પોતાની ડાયટ પર વધુ ધ્યાન આપવું પણ સમયની માંગ છે. ત્યાં સુધી કે જો તમે હેલ્થી ફૂડ પણ ખાઈ રહ્યા હોય તો પણ તેનો મતલબ એ નથી કે, તમે તેને વધૂ માત્રામાં ખાઈ શકો છો. માટે જ ગુણવત્તાની સાથે સાથે ભોજનની માત્રા પર પણ બરાબર ધ્યાન આપવું જરૂરી છે.

હવે તમે એવું ન સમજો કે, અમે તમને અમુક લો કેલરી કે લો ફૂડ ડાયટ લેવાની સલાહ આપવા જઇ રહ્યા છીએ, અમે માત્ર એટલું ઈચ્છીએ છીએ કે, તમે બાઉલ મેથડ વિષે થોડી જાણકારી પ્રાપ્ત કરી લો. કારણ કે તે તમને ખૂબ જ કામ લાગશે.બાઉલ મેથડ વાસ્તવમાં પોતાના પસંદગીના ફૂડને એન્જોય કરવા છતાં પણ વજન ઘટાડવાની એક અસરકારક રીત છે. તમે વિચારી રહ્યા હશો કે આખરે બાઉલ મેથડ શું છે? બાઉલ મેથડમાં મુખ્ય રૂપથી તમારા ભોજનના અંશોને માપવા માટે એક નાની વાટકી પસંદ કરવી સમાવિષ્ટ છે. જેથી તમને વધારે ખાવાથી અટકાવી શકાય. તે તમારા સ્વાદ સાથે સમજોતા કર્યા વગર તમારા વજનને કંટ્રોલમાં રાખવામાં પણ મદદ કરે છે. 

બાઉલ મેથડનો પ્લાન કેવી રીતે કરવો? અહીં તમારે શું કરવાનું છે 

  • દરરોજ તમારા ભોજન માટે 3 નાની વાટકી લેવી. 
  • દરેક વાટકીને પોતાની પસંદગીના ભોજનથી ભરવી. 
  • વધારે કઇ ન ખાવું. 
  • બીજી સર્વિંગ લેવાથી બચવું. 
  • બસ તમારા ભોજન માટે વાટકીમાં રહેલા ભોજનથી ચિપક્યા રહેવું, કોઈ અન્ય વસ્તુ સમાવિષ્ટ ન કરવી. 
  • જો તમારા ભોજનમાં કેલરીની માત્રા ખૂબ વધારે હોય, તો બસ 2 નાની વાટકી લેવી. 
  • બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર માટે બસ આ બાઉલ મેથડને અનુસરવી.
  • તમારા ફૂડ પોર્શન પર કંટ્રોલ રાખવાની એક બીજી રીત છે કે તમે તમારું બધુ ખાવાનું શરૂ કરતાં પહેલા એક ગ્લાસ પાણી પી લો. તે તમને હાઈડ્રેડ રાખશે અને તમારા ભાગના આકારમાં મદદ કરતાં, તે ભૂખ અને ક્રેવિંગ્સને પણ ઘટાડે છે. લોકો જમવાને ધીરે ધીરે ચાવવાની સલાહ પણ આપે છે, કારણ કે તે માત્ર તમારા ભોજનને પચવામાં સરળ નથી બનાવતુ પરંતુ, તમારા ભોજનના કુલ સેવનને ઘટાડવામાં મદદ કરે છે. 

આ પ્રકારે તમે બાઉલ મેથડ અજમાવીને પોતાનો વજન પણ ઘટાડી શકો છો અને તે માટે તમારે કોઈ ડાયટ પ્લાન પણ ફોલો કરવાની જરૂર નથી. તમે તમારી પસંદનું ભોજન પણ લઈ શકો છો બસ માત્ર તમારે વાટકીને ધ્યાનમાં રાખવાની છે. તેનાથી વધુ માત્રામા તમારું ભોજન થવું જોઈએ નહીં.

આમ તમે બાઉલ મેથડ દ્વારા પોતાના વજન પર કાબુ મેળવી શકો છો. આનાથી તમે વધુ કેલરી લેવાથી પણ બચી શકો છો અને તમારો સ્વાદ પણ જળવાઈ રહે છે. જે તમને સ્વાસ્થ્ય રીતે કોઈ નુકશાન નહિ કરે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment