વાત્ત, પિત્ત, કફ, સોજાના દુખાવા અને લોહીની શુદ્ધિ કરી મટાડી દેશે પેટની તમામ સમસ્યા, જાણો આ ચમત્કારિક ફળના અઢળક ફાયદા…

મિત્રો તમે પપૈયું તો ખાધું જ હશે. અને તમે તેના લાભો વિશે પણ જાણતા હશો. તેના સેવનથી તમારા સ્વાસ્થ્યને અનેક ફાયદાઓ થાય છે. ખાસ કરીને પેટની બીમારી માટે પપૈયું ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. પપૈયાં ફળનું નામતો તમે સાંભળ્યુ જ હશે. આ એક એવું ફળ છે જેને કાચું અને પાકું બંને અવસ્થાઓમાં ખાઈ શકાય છે. બંનેમાં ગુણો ભરપૂર છે. પેટ માટે પપૈયું સૌથી લાભદાયી છે. તે સિવાય તેમાં બીજા પણ ગુણ છે. વિશેષ વાત એ છે કે પપૈયું ભારતીય ફળ નથી અને ભારતમાં તેનો પ્રવેશ 16મી સદીમાં થયો હતો. પરંતુ આજે વિશ્વમાં સૌથી વધુ પપૈયાં ભારતમાં ઉગાડવામાં આવે છે.

ન તો આયુર્વેદ ગ્રંથોમાં કે ન તો સાહિત્યોમાં છે પપૈયાંનું વર્ણન:- ભારતના પ્રાચીન ધર્મગ્રંથો અને આયુર્વેદગ્રંથોમાં ન તો પપૈયાંની જાણકારી છે ન તો તેના ગુણ-અવગુણને લઈને કોઈ વાત કરેલી છે. સંસ્કૃતના મહાન કવિ કાલિદાસે ત્રીજી-ચોથી શતાબ્દીમાં ‘મેઘદૂત’ મહાકાવ્યની રચના કરી હતી. આ રચનામાં વાદળોના માધ્યમથી કેરી, જાંબુદા અને વનો સિવાય અનેક પ્રકારના પુષ્પો અને જડી-બુટ્ટીની જાણકારી આપવામાં આવી છે. પરંતુ પપૈયાં વિષે કોઈ વર્ણન કરેલ નથી. તેનાથી સ્પષ્ટ થાય છે કે ભારત માટે આ ફળ ખૂબ જૂનું નથી. આમતો પપૈયો જે વૃક્ષ પર થાય છે તે વૃક્ષ નહીં પરંતુ એક વિશાળ છોડ છે અને તેમાં લાકડાની ડાળી પણ હોતી નથી. તેની વિશેષતા એ છે કે તે ખૂબ જલ્દી વધે છે. અમેરિકા અને મેક્સિકોથી જોડાયેલી છે આ ફળની જડ:- તમને જણાવી દઈએ કે આખરે આ ગુણકારી ફળની ઉત્પતિ ક્યાં થઈ. શોધખોળમાં અમે જાણ્યું કે, તેના ઇતિહાસ અને ઉત્પતિનું અધ્યયન સીમિત છે અને ફૂલપ્રૂફ જાણકારી નથી કે આ ફળ કઈ શતાબ્દીમાં ઉત્પન્ન થયું. પરંતુ એટલું સ્પષ્ટ છે કે, પપૈયાંનું મૂળ ઘર ઉષ્ણકટિબંધીય અમેરિકા અને મેક્સિકો છે. ત્યાં ક્યારે ઉત્પન્ન થયું તેની સ્પષ્ટ જાણકારીનો અભાવ છે. પરંતુ 14-15મી શતાબ્દી સુધી તે આખા દક્ષિણ અને મધ્ય અમેરીકામાં ફેલાઈ ગયું હતું. 

ભારતમાં 16મી સદીમાં આવ્યું પપૈયું:- મળેલી જાણકારી મુજબ 16મી શતાબ્દી આસપાસ સ્પેનિશ તેના બીજ એશિયામાં લઈને આવ્યા હતા, ત્યાંથી તે ભારત પહોંચ્યા. અહીંથી તે ચીન અને ઈટાલી મોકલવામાં આવ્યા. હવે પપૈયું આખી દુનિયામાં લગભગ બધા જ ક્ષેત્રોમાં જાણીતું ફળ બની ચૂક્યું હતું. આ વાતને વાંચીને તમને નવાઈ લાગશે કે, હવે ભારત પપૈયાંનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. વિશ્વના લગભગ 35 ટકા પપૈયાંનું ઉત્પાદન ભારતમાં જ થાય છે. રાષ્ટ્રીય બાગવાની બોર્ડ મુજબ, આંધ્રપ્રદેશ પપૈયાંનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ત્યારબાદ, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, આસામ, તામિલનાડું અને કેરલમાં સૌથી વધુ પપૈયાં ઉગાડવામાં આવે છે. મિનરલ્સ અને એનર્જીથી ભરપૂર છે આ વિદેશી ફળ:- પપૈયાંના ગુણોની વાત કરીએ તો, તેને કાચું તેમજ પાકું બંને અવસ્થામાં ખાઈ શકાય છે અને તેના બંને રૂપ લાભદાયી તેમ જ બીમારીઓથી બચાવ કરનારા છે. પપૈયાંમાં મિનરલ્સ, વિટામિન, પ્રોટીન, એનર્જી વગેરે છે જે ઘણા રોગોથી લડવામાં ફાયદાકારક છે. પપૈયું પ્રકૃતિથી કડવું, તીખું, ગરમ અને કફ તેમજ વાત દૂર કરનારું અને જલ્દી પચી શકે તેવું ફળ છે. સાથે સાથે તે લોહીને પણ શુદ્ધ કરે છે. 

પાચન સિસ્ટમ માટે રામબાણ પરંતુ વધારે ન ખાવું:- પપૈયું પેટ અને પાચન સિસ્ટમ માટે રામબાણ છે. તે કબજિયાત થવા દેતું નથી અને પાઇલ્સની સમસ્યામાં પણ લાભ આપે છે. તે ભોજનને પણ સરળતાથી પચાવે છે. પપૈયાંનો રસ પેટની જીવાત મટાડે છે. પપૈયું આંતરડાને પણ ગંભીર બીમારીઓથી બચાવે છે. જો નુકસાનની વાત કરીએ તો, પપૈયું વધારે કેમિકલથી પકવવામાં આવે છે. જે કારણે તેના મોટાભાગના ગુણો અસરકારક હોય છે. માટે એવા પપૈયાંના સેવનથી બચવું જોઈએ. જો વધારે પપૈયું ખવાઇ જાય તો એલર્જીની સમસ્યા પણ થઈ શકે છે અને ડાયાબિટીસ વાળાનું શુગર ગડબડી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment