આ સફેદ વસ્તુને લગાવી દો તમારા ચહેરા પર, ખીલ દાગ સહિત કરચલીઓ કરી દેશે ગાયબ… ચહેરો કરી દેશે એકદમ સુંદર, સાફ અને ચમકદાર…

મિત્રો તમે જાણો છો તેમ દૂધ એ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે તેમાં રહેલ પ્રોટીન, કેલ્શિયમ, તમારા શરીરને મજબુત બનાવવાનું કામ કરે છે. આજે આપણે ત્વચા માટે દૂધનું સેવન કેટલું ફાયદાકારક છે તેના વિશે જાણીશું. 

પ્રત્યેક વર્ષે (1 જૂન) આખી દુનિયામાં વર્લ્ડ મિલ્ક ડે ઉજવવામાં આવે છે. આ દિવસ સારૂ સ્વાસ્થ્ય મેળવવા માટે દૂધનું મહત્વ અને ડેરી સેક્ટરના યોગદાન પ્રત્યે જશ્ન મનાવવા માટે સેલિબ્રેટ કરવામાં આવે છે. દૂધ ડાયટનો સૌથી મહત્વપૂર્ણ ભાગ હોય છે. તેનું સેવન બાળકોથી લઈને વૃદ્ધો સુધી ખૂબ જરૂરી હોય છે, કારણ કે દૂધ હાડકાંને મજબૂતી આપવાની સાથે સાથે ઘણા પ્રકારના અન્ય સ્વસ્થ્ય લાભ પણ પ્રદાન કરે છે. દૂધની મજા તમે ઘણા પ્રકારે લઈ શકો છો જેમકે તમે ચા, કોફી પી શકો છો, મિલ્ક શેક બનાવી શકો છો, ત્યાં સુધી કે સ્વીટ ડેઝર્ટ જેમકે ખીર, સેવઇ, રબડી, કસ્ટર્ડ વગેરે પણ તૈયાર કરી શકો છો. સ્વાસ્થ્યની સાથે દૂધ ત્વચાને પણ હેલ્થી રાખે છે. ઘણા પ્રકારની સ્કીન સંબંધી સમસ્યાઓને પણ દૂર રાખે છે. આવો જાણીએ ત્વચા માટે દૂધના ક્યાં-ક્યાં ફાયદાઓ છે. ત્વચા માટે દુધના ફાયદા:- 

ખીલનો ઈલાજ કરે:- જાણવા મળતી એક ખબર મુજબ, દૂધમાં લેકટીક એસિડ હોય છે. જે બંધ રોમછિદ્રોને ઊંડાણથી ક્લિંજ કરીને ગંદકીને બહાર કાઢવાનું કાર્ય કરે છે. સાથે જ ખીલનું કારણ બનતા ત્વચાના ઉપરી પરતના બેક્ટેરિયા માઈક્રોબ્સની સફાઈ કરે છે. કાચું દૂધ ત્વચા પર લગાડો તો ખીલથી પ્રભાવિત ભાગ જલ્દી સારો થઈ જાય છે. 

ત્વચાને એક્સ્ફોલીએટ કરે છે દૂધ:- કાચા દૂધમાં બેટા હાઈડ્રોક્સી એસિડ નામનું એક્સ્ફોલીએટિંગ એજન્ટ હોય છે, જે ત્વચાને એક્સ્ફોલીએટ કરે છે. તેનાથી મૃત ત્વચા કેશિકાઓ, બ્લેક હેડ્સ, વ્હાઇટ હેડ્સથી છુટકારો મળે છે. સાથે જ કાચા દૂધમાં રહેલ પ્રોટીન બ્લેમિશેઝ, ડાઘ-ધબ્બા દૂર કરીને ત્વચાને સ્મૂથ અને ગ્લોઇંગ બનાવે છે.સન બર્નથી છુટકારો અપાવે છે:- તડકામાં વધારે રહેવાથી યુવી એ ને બી કિરણો ત્વચાને નુકશાન પહોંચાડે છે. કાચું દૂધ એક પ્રાકૃતિક સનસ્ક્રીનની જેમ કાર્ય કરે છે. તેને ત્વચા પર એપ્લાય કરવાથી સનબર્ન, સૂર્યના હાનિકારક કિરણોથી થતાં નુકશાનથી સ્કીનને બચાવી શકાય છે. ઘણી વખત સનબર્નના કારણે ત્વચામાં ઇન્ફ્લેમેશન થવા લાગે છે. દૂધમાં રહેલ કુલિંગ ઇફેક્ટ ઇન્ફ્લેમેશનને શાંત કરે છે. 

સ્કીન ટોનરની જેમ કાર્ય કરે છે:- જેવુ કે, દૂધમાં મોઈશ્ચરાઇઝિંગ એજન્ટ્સ હોય છે, એવામાં તે ત્વચા માટે અસરકારક ટોનરની જેમ કાર્ય કરે છે. તમે દૂધને દહીં, હળદર, મધ, ખાંડ, કોફી વગેરેમાં મિક્સ કરીને પણ ચહેરા પર લગાડી શકો છો. આ દૂધથી બનેલા માસ્ક સ્કિનને ક્લિંજ કરીને ગ્લોઇંગ સ્કીન આપે છે. ત્વચા પર દૂધ લગાડવાના નુકશાન:- ત્વચા અને ચહેરા માટે દૂધના ઘણા ફાયદા છે, પરંતુ તમને દુધથી એલર્જી કે લેકટોઝ ઇંટોલરેંટ હોય, તો તમે દૂધનું સેવન, ઉપયોગ કરવાનું સાવ બંધ કરી દો. જો કાચું દૂધ લગાડવાથી તમને કોઈ પ્રકારની એલર્જી, ખંજવાળ થાય તો તરત જ ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લેવો. 

ઉંમર વધવાના સંકેતો રોકે છે:- કાચા દૂધમાં મેગ્નેશિયમ હોય છે, જે નાની ઉંમરમાં થતી કરચલીઓ, માથા પરની લકીરો વગેરેને ફ્રી રેડિકલ્સથી લડીને દૂર કરે છે. તે કોલેજનના નિર્માણને વધારીને એજિંગના લક્ષણો દૂર કરે છે. દૂધમાં રહેલ પ્રોટીન ટીશું રિપેયર અને તેના વિકાસમાં મદદ કરે છે. વિટામિન ડી અને કેલ્શિયમ હોવાને કારણે દૂધ ત્વચાની ઇલાસ્ટિસિટી જાળવી રાખે છે. આમ દૂધનું સેવન તમારા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે લાભકારી માનવામાં આવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment