આ માળા પહેરવાથી તમારા શરીરમાં થાય છે રહસ્યમય ફેરફારો, વિજ્ઞાન પણ માને છે તેના શારીરિક અને માનસિક ફાયદા…

જાણો કે તમારે તુલસીની માળા શું કામ પહેરવી જોઇએ, આનું જોડાણ માનસિક સ્વાસ્થય સાથે સંબંધીત છે..

હિંદુ ધર્મમાં તુલસી એક વિશેષ મહત્વ રાખે છે. લગભગ દરેક લોકોના ઘરોમાં તુલસીનો છોડ હોય જ છે. કહેવામાં આવે છે કે, તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે. આ છોડને ભગવાન વિષ્ણુનો પ્રિય છોડ માનવામાં આવે છે, તેથી જ ભગવાનનો આશીર્વાદ મેળવવા માટે તુલસીની પુજા પણ કરવામાં આવે છે. લગભગ દરેક લોકો સવારે સ્નાન આદિ ક્રિયા કરીને તુલસીની પુજા કરે છે.

એવું પણ કહેવામાં આવ્યું છે કે, તુલસીનો છોડ જે પણ ઘરના આંગણામાં હોય છે, ત્યાં કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ હોતો નથી. તેનાથી ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે. આ સિવાય તુલસીનો છોડ સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક છે. તુલસીથી ઘરનું વાતાવરણ શુદ્ધ રહે છે, પરંતુ શું તમે જાણો છો કે, તુલસીની માળા પહેરવાના પણ કેટલાક ફાયદાઓ છે. આવો તમને જણાવીએ કે, તુલસીની માળા શું કામ પહેરવી જોઈએ.માનસિક શાંતિ :

એવું કહેવામાં આવે છે કે, ભગવાન વિષ્ણુ અને ભગવાન કૃષ્ણના ભક્તો તુલસીની માળાને ધારણ કરે છે તો તેને ઘણા ફાયદાઓ થાય છે. તુલસીની માળા પહેરવાથી મન શાંત રહે છે અને આત્મા પવિત્ર રહે છે. તુલસીની ડાળીઓની માળા પહેરવાથી શરીરને અનેક ફાયદાઓ થાય છે.

તુલસી મુખ્ય રૂપથી શ્યામ તુલસી અને રામા તુલસી બે પ્રકારની હોય છે. શ્યામ તુલસીની માળા ધારણ કરવાથી માનસિક શાંતિ મળે છે અને મનમાં પોઝિટિવિટી આવે છે. આધ્યાત્મિકતાની સાથે જ પરિવારિક તેમજ ભૌતિક ઉન્નતિ પણ થાય છે. ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ વધે છે. રામા તુલસી ધારણ કરવાથી આત્મવિશ્વાસ વધે છે અને સાત્વિક ભાવ આવે છે. કર્તવ્ય પાલન કરવામાં મદદ મળે છે.જો કે તુલસીની માળા ધારણ કરવાની ધાર્મિક માન્યતા પણ છે. પરંતુ તેમાં વિદ્યુત શક્તિ પણ છે. ગળામાં તુલસીની માળા પહેરવાથી શરીર નિર્મળ બને છે, જીવન શક્તિ વધે છે અને કેટલીક બીમારી દૂર રહે છે. તુલસીની માળા પહેરવાથી વ્યક્તિની ડાયજેશન પાવર, તાવ, શરદી, માથાનો દુઃખાવો, સ્કીન ઇન્ફેકશન, મગજની બીમારી અને ગેસ સંબંધી અનેક બીમારીઓમાં ફાયદો થાય છે. સાથે જ ઇન્ફેકશનથી થવા વાળી બીમારીથી પણ બચી શકાય છે.

બ્લડ પ્રેશર :

તુલસી એક અદ્દભુત ઔષધિ છે, જેનાથી બ્લડ પ્રેશર અને ડાયજેશન સારું થાય છે. તુલસીની માળા પહેરવાથી વિદ્યુત શક્તિ ઉત્પન્ન થાય છે. ગળામાં તુલસીની માળા પહેરવાથી વિદ્યુત તરંગો નીકળે છે, જે બ્લડ સર્ક્યુલેશનમાં બાધા ઉત્પન્ન કરવા દેતી નથી. આ સિવાય મલેરિયા અથવા તો અન્ય પ્રકારના તાવમાં તુલસી ખુબ જ ફાયદાકારક છે.માનસિક સ્વાસ્થ્ય :

એવી માન્યતા છે કે, તુલસીની માળા પહેરવાથી માનસિક શાંતિ મળે છે અને ગળામાં પહેરવાથી જરૂરી એક્યુપ્રેશર પ્લાઇટ્સ પડે છે, જેનાથી માનસિક તણાવમાં ફાયદો થાય છે. ચેપી રોગોથી રક્ષા મળે છે. તુલસી મેમરીને વધારવામાં મદદ કરે છે. તુલસીનું ધાર્મિક અને આયુર્વેદિક મહત્વ પણ છે. આ એન્ટિબાયોટિક, દર્દ નિરાકરણ અને ઇમ્યુનિટી સિસ્ટમમાં પણ વધારો કરે છે.

કમળામાં ફાયદાકારક :

જો કોઈ પણને કમળો થઈ ગયો હોય તો, તે જો તુલસીની માળા ધારણ કરે તો તેને ફાયદો થાય છે. એવી માન્યતા છે કે તુલસીની માળામાં એટલી શક્તિ છે કે, તે શરીરમાંથી કમળાને જલ્દીથી ઠીક કરી દે છે. એવું કહેવામાં આવે છે કે, કોટનના સફેદ દોરામાં તુલસીની ડાળીને બાંધીને પહેરવાથી કમળો જલ્દી મટી જાય છે અને વ્યક્તિ ઠીક થવા લાગે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “આ માળા પહેરવાથી તમારા શરીરમાં થાય છે રહસ્યમય ફેરફારો, વિજ્ઞાન પણ માને છે તેના શારીરિક અને માનસિક ફાયદા…”

Leave a Comment