આ કારણે લગ્ન બાદ મહિલાઓનું વજન એકાએક વધી જાય છે. છુપાયેલું છે આ ગંભીર કારણ, જાણી હોંશ ઉડી જશે…

મિત્રો તમે જોયું જ હશે કે દરેક છોકરીના જયારે તે લગ્ન થાય છે તે સમયે પાતળી હોય છે, પણ લગ્નના બે ત્રણ વર્ષ પછી તેના વજનમાં વધારો થઈ જાય છે. આવું લગભગ દરેક છોકરી સાથે થતું હોય છે. પણ તમે ક્યારેય એવું વિચાર્યું છે કે, આવું શા માટે થાય છે ? તો આજે અમે તમને તેના વિશે વધુ માહિતી જણાવશું. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

લગ્ન પછી મહિલાઓનું વજન વધવા લાગે છે. જો કે આ એક સામાન્ય બાબત છે. જે મહિલાઓ લગ્ન પહેલા એક પાતળી, અને સુંદર કાયા રાખતી હતી તે લગ્નના બે વર્ષ પછી પોતાના વજન વધવાથી પરેશાન થઈ જાય છે. વજન વધવાની સમસ્યાને ઘણી મહિલાઓ ડોક્ટર પાસે જાય છે. તેમજ તે ડોક્ટરની સૂચના મુજન વર્કઆઉટ પણ કરે છે.પરંતુ આ સમસ્યા વધતી જ જાય છે. જો કે વજન વધવાના ઘણા કારણો હોય શકે છે. સામાન્ય રીતે લોકો એવું માનતા હોય છે કે, લગ્ન પછી મહિલાઓ પોતાની કેર નથી કરતી હોતી. પારિવારિક જવાબદારીના કારણે તે પોતાના ખાનપાન પર ધ્યાન નથી આપતી. જ્યારે ઘણા લોકો તો એવું માને છે કે, મહિલાઓ પોતાના લાઈફ પાર્ટનર મેળવીને નિશ્ચિત થઈ જાય છે અને તનું વજન વધવા લાગે છે. ચાલો તો જાણી લઈએ લગ્ન પછી મહિલાઓનું વજન શા માટે વધે છે.

ડાયેટમાં ફેરફાર :

લગ્ન પછી મહિલાઓ નવા પરિવેશમાં જાય છે અને તેઓ સારું અને ટેસ્ટી ભોજન બનાવવાના ચક્કરમાં અનહેલ્દી ખોરાકનું પણ સેવન કરી લેતી હોય છે. એટલું જ નહિ તે પોતાના પિયરમાં જેટલી કડકાઈથી નિયમોનું પાલન કરતી હોય એ સાસરે જઈને ન કરે. જેને કારણે તેનું વજન વધવા લાગે છે.તણાવ વધવો :

લગ્નને લઈને મહિલાઓ જેટલી ખુશ હોય છે એટલી જ તે તણાવથી પણ ઘેરાયેલી રહે છે. નવી જવાબદારીઓને નિભાવવી, દરેકને ખુશ રાખવા, વગેરે તણાવનું કારણ બની જાય છે. લાઈફ સ્ટાઈલમાં પણ ફેરફાર થાય છે. તેમજ તેને સ્વીકારવું તે પણ એક પડકાર સમાન છે. તેવામાં મહિલાઓ તણાવને ઓછો કરવા માટે અનહેલ્દી ભોજનનું સેવન કરે છે અને વજન વધવા લાગે છે.

મેટાબોલીક રેટ :

મહિલાઓમાં સામાન્ય રીતે 30 વર્ષની ઉંમર પછી લગ્ન કરવાથી મેટાબોલિક રેટ ઘટવા લાગે છે. જેના કારણે થોડું ખાવાથી પણ વજન વધે છે. લગ્નની ઉંમર 30 ની આસપાસ હોય છે અને આ સમયે મહિલાઓના જીવનમાં ઘણા બદલાવ આવે છે અને તેવામાં વજન વધવો સ્વાભાવિક છે.વધુ પડતો પ્રેમ : નવા પરિવારના નવા સભ્યનું ખુબ જ માન સમ્માન હોય છે અને દરેક લોકોને તેને પસંદ કરતા હોય છે. દરરોજ નવી વાનગી ખવડાવવી, પાર્ટી, ફંક્શનમાં જવું, ધામધૂમથી તહેવાર ઉજવવો, આ બધાની વચ્ચે નવી નવી વાનગીઓ ખાવી, એવું લગભગ દરેક પરિવારમાં બનતું હોય છે. આ સમયે મહિલાઓ કેરલેસ થઈ જાય છે અને તેનું વજન વધવા લાગે છે.

સમય સાથે બદલાતી વિચારધારા :

લગ્ન પહેલા મહિલાઓ સુંદર દેખાવા માટે નિયમિત રીતે વ્યાયામ અને જીમ જતી હોય છે. અને પોતાના ખાનપાનનું પણ વિશેષ ધ્યાન રાખે છે. પણ લગ્ન તેની વિચારધારા બદલવા લાગે છે. ઘણી મહિલાઓ એવું વિચારે છે કે, હવે લગ્ન થઈ ગયા, હવે ફિટનેસની શું જરૂર છે. આથી તે પોતાનું દૈનિક જીવન ધીમે ધીમે છોડવા લાગે છે. અને વજન વધવા લાગે છે.

આમ દરેક મહિલાઓ લગ્ન પહેલા સુંદર દેખાવા માટે નિયમિત રીતે પોતાની જીવનશૈલીનું અનુસરણ કરે છે. પણ લગ્ન પછી જવાબદારીને કારણે કેરલેસ બની જાય છે. જેના કારણે વજન વધવાની સમસ્યા થાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment