ઉનાળાની ગરમીમાં પુરુષો અજમાવો આ ટીપ્સ, ખીલ, દાગ દુર કરી ચહેરો કરી દેશે એકદમ સુંદર અને ચમકદાર….

ઉનાળાની ઋતુમાં ત્વચાની કાળજી રાખવા માટે બેસ્ટ સ્કિન કેર રૂટીન નું પાલન કરવું માત્ર મહિલાઓ માટે જ નહીં પરંતુ પુરુષો માટે પણ અત્યંત જરૂરી હોય છે. નિઃશંકપણે પુરુષોની ભાગદોડ ભરેલી જિંદગીમાં તેમને સ્કિન કેર માટે વધારે સમય નથી મળતો, પરંતુ રોજિંદા જીવનમાં કેટલીક સામાન્ય વસ્તુઓને અપનાવીને પણ તમે ઉનાળા માં તમારા ચહેરાનું ખૂબ સારી રીતે ધ્યાન રાખી શકો છો.

વ્યસ્ત જીવનશૈલીને કારણે પુરુષો માટે પ્રોપર સ્કિન કેર રૂટીનને અપનાવવું ઘણું મુશ્કેલ બને છે. ગરમીના કારણે તાપ, ધૂળ અને પ્રદૂષણમાં પુરુષોની ત્વચા ટેનિંગ, સનબર્ન, ખીલ જેવી સમસ્યાઓથી ગ્રસ્ત થઈ જાય છે. એવામાં આ ઉપાયોની મદદથી તમે ગરમીમાં તમારા ચહેરાનો નિખાર જાળવી શકશો.ગરમીમાં ધૂળ અને તાપની અસર પુરુષોની ત્વચાને નુકસાન પહોંચાડે છે. જેના કારણે ચહેરો ડલ અને નિર્જીવ લાગવા લાગે છે. એવામાં ચહેરાની ચમક લાવવા ની ચાહત વળી કોને ન હોય. જેથી અમે તમને જણાવી રહ્યા છીએ કે ઉનાળામાં સ્કિન કેર રૂટીન ના કેટલા કેટલીક સરળ ટિપ્સ જેને ફોલો કરવાથી તમે તમારા ચહેરામાં નિખાર લાવી શકો છો.

1) ફેસવોશથી ધોવો ચહેરો:- ઉનાળામાં તાપ, ધૂળ અને પ્રદૂષણના કારણે પુરુષોની ત્વચા ન માત્ર ઓઈલી બનવા લાગે છે પરંતુ ચહેરા પર ખીલની સમસ્યા પણ શરૂ થઈ જાય છે. એવામાં ચહેરાને  ઓઇલ ફ્રી રાખવા માટે દિવસમાં ઓછામાં ઓછું બે વાર ફેસવોશથી ચહેરાને ધોવાનું ના ભૂલતા.

2) સનસ્ક્રીનનો કરો ઉપયોગ:- અત્યંત તાપ અને ગરમ હવાઓથી પુરુષોની સ્કિન પર ટેનિંગ અને સનબર્ન થવું પણ સામાન્ય વાત છે. એવામાં ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવવા માટે બહાર નીકળવાના 20 મિનિટ પહેલા એસપીએફ 50 વાળું સનસ્ક્રીન જરૂર થી લગાવો.3) ફેશિયલ હેરની કરો દેખભાળ:- ગરમીનો પ્રભાવ તમારી ત્વચાની સાથે સાથે દાઢી અને મૂછ જેવા ફેશિયલ હેર પર પણ પડે છે. તેથી ફેશિયલ હેરને સમય-સમય પર ટ્રીમ કરતાં રહેવું. જો બની શકે તો ગરમીમાં ક્લીન શેવ રાખવાની કોશિશ કરો. તેને બેક્ટેરિયા અને ધૂળથી સાફ રાખવા માટે શેમ્પૂથી ધુઓ.

4) સ્ક્રબ ની મદદ લો:- ત્વચાની ડેડ સ્કિન સેલ્સ થી છુટકારો મેળવવા માટે અઠવાડિયામાં એકવાર સ્ક્રબનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. તેનાથી તમારા ચહેરાની ગંદકી સંપૂર્ણ રીતે સ્વચ્છ થઈ જશે અને તમારો ચહેરો ગ્લોઈંગ કરશે. 5) ટૂથપેસ્ટનો કરો ઉપયોગ:- જો તમે ચહેરાના પિમ્પલ અને ખીલથી પરેશાન હોવ તો ટૂથપેસ્ટ નો ઉપયોગ તમારા માટે મદદરૂપ થઈ શકશે. તેના માટે તમે રાત્રે સૂતા પહેલાં પિમ્પલ પર સફેદ ટૂથપેસ્ટ લગાવી દો. તેનાથી પિમ્પલ્સ ધીરે ધીરે સુકાવા લાગે અને થોડાક દિવસોમાં જ તમારો ચહેરો પિંપલ ફ્રી બની જશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment