ન્હાતા સમયે શરીરના આ 5 અંગોને ધોવાનું ભૂલી જશો, તો આગળ જતા બનશે ગંભીર બીમારીઓનું કારણ. મોટાભાગના લોકો ભૂલી જ જાય છે…

કોરોના મહામારીએ આપણને બધાને પર્સનલ હાઈજીનને લઈને ખુબ જ સતર્ક કરી દીધા છે. કોરોના વાયરસથી બચવા માટે આપણે વારંવાર હાથને ધોતા હોઈએ છીએ. માસ્ક પહેરતા પહેલા પણ ઘણી વાર આપણે આપણા મોંને ધોતા હોઈએ છીએ. ટૂંકમાં દરેક બાબતે આપણે સ્વચ્છતાનો ખ્યાલ રાખીએ છીએ. 

પરંતુ મોટાભાગના લોકો સવારે કામ પર જલ્દી જવાની ઉતાવળમાં ન્હાતા સમયે શરીરના અમુક મુખ્ય અંગોને ધોતા નથી હોતા. પરંતુ તમને જણાવી દઈએ કે એ અંગોને ફરજિયાત ધોવા જરૂરી હોય છે. ન્હાતા સમયે જો આ અંગોને ધોવામાં કે બરોબર સાફ ન કરવામાં આવે તો અથવા તો નજરઅંદાજ કરવામાં આવે તો સ્વાસ્થ્ય સમસ્યાઓમાં વધારો કરી શકે છે. તો ચાલો જાણીએ કે ક્યાં છે એ પાંચ અંગ જેને આપણે બરોબર ધોતા નથી અથવા તો સાફ નથી કરતા.

1 ) પહેલું અંગ : ઘણા લોકો માટે ડેન્ટલ હાઈજીન ફક્ત દાંત અને પેઢાની સફાઈ સુધી જ સીમિત છે. પરંતુ જીભને સાફ કરવી પણ એટલી જ જરૂરી છે. સામાન્ય રીતે લોકો વિચારતા હોય છે કે મોંની સ્વચ્છતા માટે માઉથવોશનો ઉપયોગ કરવો કાફી છે. પરંતુ તમને જણાવી દઈએ કે માઉથવોશ કાફી નથી મોં ની સફાઈ માટે. ખરેખર આપણી જીભમાં રેખાઓ અને ઉભાર થાય છે, જ્યાં બેક્ટેરિયા આસાનીથી છુપાઈ શકે છે. આ કારણે શ્વાસમાં વાસ આવે છે, દાંતમાં સડો થવાની સમસ્યા પણ થાય છે. એટલા માટે બ્રશ કરતા સમયે તમારી જીભને પણ રોજ ટંગ સ્ક્રેપરથી સાફ કરવી જોઈએ.

2 ) બીજું અંગ : મિત્રો બીજું અંગ છે નાભિ. નાભિ શરીરનું સૌથી વધુ નજરઅંદાજ કરવામાં આવતું અંગ છે. નાભિને બરોબર સાફ ન કરવામાં આવે તો ત્યાં ગંદકી જામી જાય છે અને બેક્ટેરિયાનો વિકાસ થવા લાગે છે. નાભિ જેવી જગ્યા જે ઊંડી અને ભેજ વાળી હોય છે. બેક્ટેરિયાના પ્રજનન માટે આ જગ્યા વધુ ઉત્તમ હોય છે. બેક્ટેરિયાના પ્રજનનથી દુર્ગંધ અને સંક્રમણ થઈ શકે છે. એટલા માટે ન્હાતા સમયે નાભિને બરોબર સાફ કરો અને ટુવાલથી કોરી કરો. તેમજ સમયે સમયે રૂ દ્વારા નાભિને સાફ કરવાની આદત પાડો.

3 ) ત્રીજું અંગ : જેમ કે આપણે બધા જ જાણીએ છીએ કે કોવિડ-19 માં કીટાણું અને જીવાણુંઓને દુર રાખવા માટે આપણે બધા એ હાથ ધોવા પર વધુ ધ્યાન આપ્યું. પરંતુ શું તમને લાગે છે કે ફક્ત હાથ ધોવા જ કાફી છે ? તો તમને જણાવી દઈએ કે હાથ ધોવાની સાથે તમારા નખની નીચે પણ બરોબર સફાઈ કરવી ખુબ જ જરૂરી છે.

કેમ કે બેક્ટેરિયા તમારા નખની નીચે જમા થઈ શકે છે. જે જાડા જેવી બીમારીઓનું કારણ બને છે. તેના માટે બહેતર છે કે તમે સમયે સમયે નખની અંદરના ભાગમાં બરોબર સફાઈ કરો. તેમજ જો તમે મહિનામાં એક વાર મેનિક્યોર કરાવી લો તો વધુ ફાયદાકારક રહે છે. તેનાથી નખમાં જામેલી બધી ગંદકી સાફ થઈ જશે અને બીમારીઓથી બચી જશો. 

4 ) ચોથું અંગ : મિત્રો કાનના પાછળના ભાગને પણ બરોબર સાફ કરવો જોઈએ. કેમ કે કાનના પાછળના ભાગમાં શિબેસિયસ ગ્લેન્ડ હોય છે. તે સિબમનો સ્ત્રાવ કરે છે. માટે કાનના પાછળના ભાગમાં બેક્ટેરિયા અને ગંદકી જમા થઈ શકે છે. એટલા માટે આપણે આપણા કાનની પાછળના ભાગને બરોબર સાફ કરવો જોઈએ. સામાન્ય રીતે મોટાભાગના લોકો કાનના પાછળના ભાગને સાફ કરવાનું ભૂલી જાય છે અથવા નજરઅંદાજ કરી દે છે.

ઘણા લોકો તો કાન પાછળના ભાગને વાળ ધોવા સમયે સાફ કરતા હોય છે. પરંતુ વિશેષજ્ઞોનું માનવું એવું છે કે શરીરમાંથી ગંદકી અને બેક્ટેરિયાનો સફાયો કરવા માટે એ અંગની સ્પેશિયલ સફાઈ કરવી વધુ જરૂરી છે. શરીરના આ અંગને સાફ કરવા માટે તમે ગરમ પાણીમાં કપડું ડુબાડી અને કાનના પાછળના ભાગમાં ઘસો. આ ઉપાયથી કાન પાછળ રહેલી બધી ગંદકી અને બેક્ટેરિયાને જમા થતા અટકાવશે અને એ ભાગ પણ એકદમ સાફ થઈ જશે.

5 ) પાંચમું અંગ : શરીરના આ હિસ્સાને પણ મોટાભાગના લોકો નજરઅંદાજ જ કરી દેતા હોય છે. એ ભાગ છે પગની આંગળીઓ વચ્ચેની જગ્યા. ન્હાતા સમયે તેના પર ધ્યાન ન આપવાથી અથવા સાફ ન કરવાથી ત્યાં ગંદકી જમા થાય છે. તમારા પગની આંગળીઓની વચ્ચેની જગ્યાને બરોબર સાફ ન કરવામાં આવે તો ત્યાં ગંદકી અને બેક્ટેરિયા જમા થવા લાગે છે. તેના કારણે ઘણી વાર સ્કીન ઇન્ફેકશન પણ લાગુ પડી શકે છે.

તેમજ આ ભાગમાં ગંદકી જમા થવાના કારણે વાસ પણ આવે છે. એટલા માટે ન્હાતા સમયે પગની આંગળીઓ વચ્ચેની જગ્યાને બરોબર પાણી સને સાબુથી સાફ કરવી જોઈએ. ત્યાર બાદ એ ભાગને બરોબર સુકાવા દેવો જોઈએ. જો તેમ છતાં દુર્ગંધ આવે તો ત્યાં ટેલ્કમ પાવડર લગાવી દો. આ સિવાય મહિનામાં એક વાર પેડિક્યોર કરાવવું પણ ખુબ જ ફાયદાકારક છે. 

તો મિત્રો હવે તમે સમજી ગયા હશો કે શરીરના આ અંગોને સાફ રાખવા કેટલા જરૂરી છે. જે તમને એક સ્વસ્થ લાઈફ આપે છે. માટે દરરોજ ન્હાતા સમયે તમારા અંગોને નજરઅંદાજ કર્યા વગર સાફ કરો અને સ્વસ્થ રહો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment