અત્યારે ઘરે લઈ આવો અને પેમેન્ટ આવતા વર્ષે કરવાનું… મિડલ ક્લાસ ફેમિલી માટે 7 સિટર કાર પર મળી રહ્યું છે આટલું મોટું ડિસ્કાઉન્ટ.

જો તમે મોટી કાર લેવાનું વિચારી રહ્યા હો, અને હાલ EMI ના પૈસા ભરવાની સગવડતા નથી તો પછી તમે Renault India (રેનોલ્ટ ઇન્ડિયા) આ સ્કીમનો જોરદાર ફાયદો ઉઠાવી શકો છો. કાર ખરીદો અને તેનું પેમેન્ટ પણ આવતા વર્ષે આપવાનું. તમે Renault કંપનીની કોઈ પણ ગાડીને ચાલુ વર્ષ 2021 માં ખરીદી શકો છો અને તેના પૈસા વર્ષ 2022 માં એટલે કે આવતા વર્ષે આપી શકો છો. 

ખરેખર તો ફ્રાંસની આ ઓટોમેકર કંપની Renault પોતાની 10 મી સાલગીરા માનવી રહી છે. આ મૌકા પર Renault India એ ખાસ ઓફરની ઘોષણા કરી છે. તમે આ તકનો લાભ લઈને Renault ટ્રાઈબર કાર ખરીદીને ઘણી રીતે પૈસા બચાવી શકો છો. આ કાર પર કંપનીએ બમ્પર છૂટ આપી છે. જેમાં ‘buy now, pay in 2022’ (અત્યારે ખરીદો, પૈસા 2022 માં આપજો). આ સ્કીમ અનુસાર તમે અત્યારે કાર ખરીદી શકો છો અને 6 મહિના સુધી EMI ભરવાની નોબતને ટાળી શકો છો.

જો તમે 30 સપ્ટેમ્બર પહેલા 7 સીટર કાર Renault Triber ખરીદો છો તો મોડેલના હિસાબથી તમે છૂટ મેળવી શકો છો. 2020 મોડેલ ટ્રાઈબરની ખરીદી પર કુલ 60 હજાર રૂપિયા બચાવી શકો છો. જેમાં 25 હજાર કેશ પેમેન્ટ પર ડિસ્કાઉન્ટ છે, 25 હજાર એક્સચેન્જ બોનસ અને 10 હજાર રૂપિયા કોર્પોરેટ બેનિફિટ મળી રહ્યા છે. 

તેમજ 2021 મોડેલ ટ્રાઈબર ખરીદવા પર 50 હજાર રૂપિયા સુધી બચાવી શકો છો. જેમાં કેશ ડિસ્કાઉન્ટ 15 હજાર રૂપિયા, 25 હજાર એક્સચેન્જ બોનસ અને 10 હજાર રૂપિયા કોર્પોરેટ બેનિફિટ મળી રહ્યા છે. આ સિવાય ટ્રાઈબર પર 75 હજાર રૂપિયા સુધીની લોયલ્ટી બોનસ પણ મળી રહ્યું છે. સાથે જ 49.999 સુધી ગીફ્ટ વાઉચર આપવામાં આવી રહ્યા છે. 

ખરેખર ભારતીય બજારોમાં મોટી કાર હંમેશા ડિમાંડમાં રહે છે. રેનો ટ્રાઈબર ઓછી કિંમતમાં શાનદાર ફિચર્સની એક ખુબ જ સારી કાર છે. તેની ભારતમાં શરૂઆતી કિંમત 5.50 લાખ રૂપિયા છે. કંપનીએ આ વર્ષે 2019 માં લોન્ચ કરી છે.

Renault Triber માં 1.0 લીટરની ક્ષમતાનું 3 સીલીન્ડર વાળું પેટ્રોલ એન્જીન આપવામાં આવે છે. જે 5 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવે છે. આ એન્જીન 70 bhp પાવર અને 96 Nm ટોર્ક જનરેટ કરે છે. 

Renault Triber માં સેફ્ટીને ધ્યાનમાં રાખીને ઈલેક્ટ્રોનિક બ્રેક્ફોર્સ ડિસ્ટ્રીબ્યુશન (EBD) ની સાથે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) રિયર પાર્કિંગ સેન્સર અને સ્પીડ એલર્ટ સિસ્ટમ જેવા ફિચર્સ મળે છે. આ કાર 18 થી 19 km/l ની માઈલેજ આપે છે. રેનોની ગાડીઓ પર આ ઓફર 30 સપ્ટેમ્બર, 2021 સુધી જ માન્ય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment