વહુએ એ 80 વર્ષના સાસુને ઢોરમાર માર્યો, તો મુખ્યમંત્રીએ તેનો વિડીઓ જોઈ કહ્યું આવું.

લગભગ ઘરોમાં દીકરાના લગ્ન બાદ સાસુ અને વહુ વચ્ચે તકરાર થતી હોય છે. અમુક ઘરોમાં નાની તકરાર થતી હોય છે તો અમુક ઘરોમાં મોટી તકરાર થતી હોય છે. પરંતુ લગભગ લોકો આવી નાની નાની તકરારો બાદ સુલહ કરી લેતા હોય છે. પરંતુ અમુક અમુક ઘટનાઓ સમાજમાં એવી પણ બને છે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. તો આજે અમે તમને એક એવી ક્રૂર વહુ વિશે જણાવશું. જેણે પોતાની સાસુ પર જે કર્યું તેવું કોઈ દુશ્મન પણ ન કરી શકે. તો ચાલો જાણીએ શું બની હતી એ ઘટના, અને ક્યાં બની છે આ ઘટના….

મિત્રો આ ઘટના હરિયાણામાં આવેલ મહેન્દ્રગઢ જીલ્લાની છે જેનો એક વિડીયો પણ વાયરલ થયો હતો. પરંતુ તે વિડીયોમાં એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે, આંગણમાં ખાટલા પર સુતેલી એક 80 વર્ષની ખુબ જ વૃદ્ધ મહિલાને તેની વહુ માર મારી રહી છે. જે ખુબ જ ભયંકર રીતે મારી રહી હતી. પરંતુ આ વિડીયો વાયરલ થયા બાદ તે મહિલાને શનિવારના દિવસે ગિરફ્તાર કરી લેવામાં આવી હતી.  મહેન્દ્રગઢ જીલ્લામાં નારનૌલના નિવાજ નગર નિવાસી પીડિતાના પાડોશમાં રહેતી એક છોકરીએ પોતાના મોબાઈલમાં આ આખી ઘટનાને રેકોર્ડ કરી લીધી હતી. જે ખુબ જ વાયરલ થઇ હતી. આ ઘટના એટલી બધી વાયરલ થઇ હતી કે, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે પણ આ ઘટનાને ખુબ જ દુઃખદ અને નિંદનીય જણાવી છે. તેમણે જણાવ્યું કે કોઈ પણ સભ્ય સમાજમાં આવો વ્યવહાર સહન કરવામાં ન આવે. તેમણે અ ઘટનાનીની ખુબ જ નિંદા કરી છે.

આ મામલે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે ટ્વીટ પણ કર્યું હતું. જેમાં જણાવ્યું હતું કે આ મામલાને દર્જ પણ કરી લેવામાં આવ્યો છે. અને આરોપી મહિલાને ગિરફ્તાર પણ કરી લેવામાં આવી છે. જે વિડીયો વાયરલ થયો તેમાં વૃદ્ધ મહિલા ખાટલા પર બેઠેલી જોવા મળે છે. જ્યારે વહુ તેને ધક્કો મારે છે અને વાલોને ખેંચતી હોય તેવું દેખાય છે. નારનૌલના પોલીસ અધિક્ષક ચંદ્ર મોહને શનિવારે જણાવ્યું કે, “આરોપી મહિલા વૃદ્ધ મહિલાની દેખભાળ ન કરી શકી અને તેને એક ભાર સમાન એટલે કે બોઝ માનતી હતી અને તેના માટે જ તેણે વૃદ્ધ મહિલાની પીટાઈ કરી હતી.” પોલીસે જણાવ્યું કે, 80 વર્ષની વૃદ્ધ મહિલાના પતિ સીમા સુરક્ષાબળમાં સહાયક સબ ઇન્સ્પેકટર હતા અને તેને સરકારી પેન્શન મળે છે.

https://www.youtube.com/watch?v=BBs2u9jlg88&t=95s

પોલીસ અધિક્ષકે જણાવ્યું કે આરોપી વહુને શનિવાર સવારે ગિરફ્તાર કરી લેવામાં આવી હતી. તેના વિરુદ્ધ ધારા 323 અને 506 હેઠળ કેસ દર્જ કરવામાં આવ્યો છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પીડિતાનું બયાન દર્જ કર્યા બાદ પોલીસે તેની મેડીકલ તપાસ પણ કરવી હતી. પરંતુ આ આ મુદ્દે પોલીસ દ્વારા મહેનત કરવામાં આવી રહી છે. તો આ રીતે સમાજમાં ખુબ જ ખરાબ દુષણ ફેલાઈ રહ્યું છે. જે માણસને માણસ સાથે લડે છે એ ક્યારેય સુખ મેળવી શકે નહિ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment