સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, સરકારે આ પેન્શનમાં કર્યો વધારો…

હાલ સરકારી નૌકરી માટે દરેક લોકો ફાફા મારી રહ્યા છે અને દોડાદોડી કરી રહ્યા છે. પરંતુ લોકો આ દોડાદોડી શા માટે ન કરે ? કેમ કે સરકારી નોકરીમાં અનેક લાભો અને સારો પગાર પણ મળે છે. ત્યારે હાલ સરકારી કર્મચારીઓ માટે ઘણા મહત્વના નિર્ણયો લેવાયા છે. પરંતુ આ નવા ન્યૂઝ સાંભળીને દરેક સરકારી કર્મચારી રાહત અનુભવશે. ચાલો અમે તમને આ મહત્વના સમાચાર અંગે વિગતે માહિતી આપી દઈએ. તો ચાલો જણીએ કે શું છે એ ન્યુઝ.

મળતી વિગતો અનુસાર સરકારે સરકારી કર્મચારીઓના પરિવારોને મોટી રાહત જાહેર કરી છે. જે કર્મચારીઓને પોતાની સેવા શરૂ કર્યાના પહેલા 7 વર્ષની અંદર જ મૃત્યુ પામે છે, તો તેમના પરિવારને મળતા પેન્શનમાં વધારો કરવાનો નિર્ણય સરકારે લીધો છે. આ અંગે જાણવા મળતી વધુ વિગતો અનુસાર સરકારી કર્મચારીઓના પરિવારના સભ્યોને હવે મળશે રાહત. એટલે કે જો 7 વર્ષથી ઓછા સમયગાળાની અંદર તેની સેવાના સમયગાળા દરમિયાન, કર્મચારીનું મૃત્યુ થાય તો વધુ પેન્શન મળશે. કર્મચારીના છેલ્લા પગારના 50% પેન્શન તરીકે પરિવારજનોને પ્રાપ્ત થશે.  પરંતુ પહેલા આ પેન્શન છેલ્લા પગારના 30% જ હતું.

સરકારના આ નિર્ણયે સરકારી કર્મચારીઓના પરિવારોને મોટી રાહત આપી છે. આમ કર્મચારીઓની સેવાના 7 વર્ષ પૂરા થતાં અગાઉ મૃત્યુ પામે છે તેમના પરિવારના પેન્શનમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પેન્શનનો આ સુધારેલો નિયમ કેન્દ્રીય સશસ્ત્ર દળના જવાનો સહિત બધા જ સરકારી કર્મચારીઓને લાગુ પડશે.

વધુ તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્શન) રૂલ્સ, 1972 ના નિયમ નંબર 54 માં આ ફેરફાર કર્યો છે અને આ ફેરફાર 1 ઓક્ટોબર, 2019 થી અમલમાં આવી જશે. બદલાયેલા નિયમ મુજબ, 7 વર્ષથી ઓછી સેવા દરમ્યાન મૃત્યુ પામેલા કર્મચારીઓના પરિવારોને પેન્શન તરીકે આવતા 10 વર્ષમાં કર્મચારીના છેલ્લા પગારના 50 ટકા આપવામાં આવશે. આમ સરકારના નિર્ણયે કર્મચારીઓ માટે હળવાશના સમાચાર આપ્યા છે. પહેલાના નિયમની વાત કરીએ તો પ્રથમ એવો નિયમ હતો કે જો સાત વર્ષથી વધુ સેવા પૂર્ણ કરનાર કામદાર જો મૃત્યુ પામે તો તેના પરિવારને પેન્શનના સ્વરૂપમાં છેલ્લા પગારના 50% પ્રાપ્ત થશે. પણ જો સાત વર્ષથી ઓછા સમયના કર્મચારીનું મૃત્યુ થાય તો તેના પરિવારે માસિક પેન્શન તરીકે કર્મચારીના છેલ્લા પગારના 30 ટકા પ્રાપ્ત થતાં હતા. જે હવે 50 ટકા આવશે.

વિગતે જાણવા મળતી માહિતી અનુસાર સરકારી કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયે એક નિવેદનમાં એવું કહ્યું છે કે, ‘સરકાર માને છે કે આવા કર્મચારીઓના પરિવારને તેમની નોકરીના પ્રારંભિક તબક્કે જો મૃત્યુ પામે છે. પણ પ્રારંભિક તબક્કામાં કર્મચારીનો પગાર ઓછો છે. પણ હવે સુધારેલા નિયમ 54 મુજબ જે સરકારી કર્મચારીઓની નોકરીમાં જોડાતાં સાત વર્ષની અંદર મૃત્યુ થાય છે. તેના પરિવારને પણ આગામી દસ વર્ષના છેલ્લા પગારના 50% સુધીનો વધારો કરી પેન્શન અપાશે.  અહીં નોંધવા જેવી વાત એ છે તાજેતરમાં જ મોદી સરકારે કર્મચારીઓના હિત માટે અનેક મહત્વપૂર્ણ પગલા લીધા છે. સરકારે રેલ્વે કર્મચારીઓને 78 દિવસનો બોનસ આપવાનો નિર્ણય પણ કર્યો છે. જ્યારે આ વખતે રેલ્વેના 11 લાખ 52 હજાર કર્મચારીઓને 78 દિવસનો બોનસ આપવામાં આવશે. તેમાં રેલ્વેમાં 2024 કરોડનો ખર્ચ થશે. છેલ્લા 6 વર્ષથી કેન્દ્ર સરકાર રેલ્વે કર્મચારીઓને સતત બોનસ આપી રહી છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment